બંગાળી સાહિત્ય

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર (જ. 26 સપ્ટેમ્બર 1820, વીરસિંહ ગામ, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 1891) : કેળવણીકાર, સમાજસુધારક, દાનવીર અને લેખક. ઈશ્વરચંદ્રનો જન્મ ઠાકુરદાસ બંદ્યોપાધ્યાય નામના ગરીબ બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ ભગવતીદેવી હતું. તેમણે શરૂમાં પાઠશાળામાં અભ્યાસ કર્યા બાદ, 1829માં કોલકાતાની સંસ્કૃત કૉલેજમાં દાખલ થયા. તેમાં…

વધુ વાંચો >

શહા, પંકજ

શહા, પંકજ (જ. 3 એપ્રિલ 1946, ચપૈનાબાબગંજ (હાલ બાંગ્લાદેશમાં) : બંગાળી કવિ. જાદવપુર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં બી.એ., વિશ્વભારતીમાંથી બંગાળીમાં ‘મધ્યતીર્થ’ની પદવી મેળવી. ફિલ્મ અને ટી.વી. ઇન્સ્ટિટ્યૂટમાં ટી.વી. પ્રોગ્રામ પ્રોડક્શન કોર્સ કર્યો. લંડન યુનિવર્સિટીમાંથી ફિલ્મ સ્ટડીઝમાં પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. તેઓ દૂરદર્શન કેન્દ્ર, રાંચી અને શાંતિનિકેતનના નિયામક રહ્યા. 1968થી 1978 દરમિયાન તેઓ…

વધુ વાંચો >

શામ્બ

શામ્બ : શ્રી સમરેશ બસુ(‘કાલકૂટ’)ની ઈ.સ. 1977માં પ્રગટ થયેલી બંગાળી નવલકથા. ઈ.સ. 1982 સુધીમાં તેની પાંચ આવૃત્તિઓ થયેલી અને 60,000થી વધુ નકલો વેચાયેલી ! તેનો પ્રસાદ બ્રહ્મભટ્ટે કરેલ અનુવાદ 1986માં ‘શાપ-અભિશાપ’ નામે અને 2002માં ‘શામ્બ’ નામે પ્રગટ થયો છે. ઈ.સ. 1980ના સાહિત્ય અકાદમી પુરસ્કારથી વિભૂષિત ‘શામ્બ’ના લેખક સમરેશ બસુ બંગાળી…

વધુ વાંચો >

શાહજહાં

શાહજહાં : જાણીતા બંગાળી નાટકકાર કવિ દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક. તેમનું રામાયણ-આધારિત ‘સીતા’ નાટક પણ અત્યંત વિખ્યાત છે. રાજપૂત ઇતિહાસના આધારે તેમણે ‘પ્રતાપસિંહ’ નાટક લખ્યું છે. ગુજરાતીમાં તેનો ઝવેરચંદ મેઘાણીએ ‘રાણો પ્રતાપ’ (1923) નામથી અનુવાદ કર્યો છે. દ્વિજેન્દ્રલાલનું મૂળ ‘સાજાહન’(1910)નો ‘શાહજહાં’ (1927) નામે મેઘાણીનો જ અનુવાદ મળે છે. આ…

વધુ વાંચો >

શૅડો ફ્રૉમ લડાખ

શૅડો ફ્રૉમ લડાખ (1967) : બંગાળી નવલકથાકાર ભવાની ભટ્ટાચાર્ય (જ. 1906) લિખિત અંગ્રેજી નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1967ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભટ્ટાચાર્ય પર ટાગોર તથા ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ છે. આ નવલકથા 1962ના ભારત પરના ચીની આક્રમણની પશ્ચાદ્ ભૂમિકામાં આલેખાઈ છે અને દેખીતી રીતે જ આ કૃતિ વિચારસરણીની…

વધુ વાંચો >

શેષ નમસ્કાર

શેષ નમસ્કાર (1971) : બંગાળી લેખક. સંતોષકુમાર ઘોષ (જ. 1920) રચિત નવલકથા. તેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1972ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ નવલકથા તેમની માતાને ઉદ્દેશીને પત્રાવલિ રૂપે લખાયેલી છે. એ તેમની મહત્ત્વાકાંક્ષી રચના છે. તેમાં પશ્ચાદ્વર્તી અને ભાવિલક્ષી અભિગમથી જીવનને સમજવા-પામવાની અવિરત ઝંખના વ્યક્ત કરવામાં આવી છે. આ…

વધુ વાંચો >

શ્રીકાન્ત

શ્રીકાન્ત : શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત બંગાળી નવલકથા. ચાર ભાગમાં (પ્ર. વર્ષ 1917, 1918, 1927 અને 1933). શરદચંદ્રનો જન્મ બંગાળમાં દેવાનંદપુર ગામમાં 1876માં એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં. પિતાને વાર્તા-નવલકથા લખવાનો શોખ હતો તેમાંથી શરદચંદ્રને સાહિત્ય લખવાની પ્રેરણા મળી. પિતાથી રિસાઈ ઘર છોડી ચાલી ગયા અને વર્ષો સુધી ખૂબ ભ્રમણ કર્યું, જ્યાં…

વધુ વાંચો >

સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ)

સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ) (જ. 7 જાન્યુઆરી 1938, સુસંગ દુર્ગાપુર [હાલ બાંગ્લાદેશમાં]) : બંગાળી લેખક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે કોલકાતાની બી.ઈ.એસ. કૉલેજમાં બંગાળી વિભાગમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમણે તેમની કારકિર્દી ઇન્ડિયન રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે શરૂ કરી. તેમણે ‘કલેક્ટેડ વર્ક્સ ઑવ્ બાબાસાહેબ બી. આર. આંબેડકર’નું બંગાળીમાં…

વધુ વાંચો >

સાન્યાલ પ્રબોધકુમાર

સાન્યાલ, પ્રબોધકુમાર (જ. 1905, કોલકાતા; અ. 1983) : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસલેખક. સાન્યાલે મહાકાળી પાથશાળા અને સ્કૉટિશ ચર્ચ-સ્કૂલમાં શાળાનું શિક્ષણ લીધું તો કૉલેજશિક્ષણ કોલકાતાની જ સિટી કૉલેજમાં. અસહકારની ચળવળમાં સ્વયંસેવક. માછલીઓનો ધંધો, પોસ્ટ-ઑફિસમાં ક્લાર્ક, પ્રેસ અને મિલિટરીની ઑફિસ – એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કર્યું. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય કાર્યકર (1928-30); ‘કલ્લોલ’,…

વધુ વાંચો >

સીતા

સીતા : વાલ્મીકિના મહાકાવ્ય ‘રામાયણ’ની નાયિકા. વિદેહરાજ સીરધ્વજ જનકની પુત્રી, ઇક્ષ્વાકુવંશીય રામ દાશરથિની પત્ની. રામ રામાયણકથાના નાયક તો સીતા નાયિકા. રામ એકપત્નીવ્રતધારી હતા તો સીતા સતી, પતિવ્રતા — ભારતીય સ્ત્રીજાતિની એકનિષ્ઠા-પવિત્રતાની જ્વલન્ત પ્રતિમા. એક વાર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં યજ્ઞભૂમિ ખેડતાં જનકને ભૂમિમાંથી મળેલી બાલિકાને સ્વપુત્રી ગણીને ઉછેરી અને ‘સીતા’ એવું…

વધુ વાંચો >