પ્ર. દી. અંગ્રેજી

કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ સંકોચન

કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ સંકોચન : ગુરુત્વીય નિપાત (gravitational collapse) સાથે સંકળાયેલી ખગોલીય ઘટના. પ્રત્યક્ષ ઉદાહરણ વાદળ કે વિસરિત નિહારિકા (diffused nebula) છે, જેમાં વાયુ તથા રજકણો ગુરુત્વીય નિપાત અનુભવતા હોય છે. તારક વિકાસક્રમ(development sequence)નો આ એક મહત્વનો તબક્કો ગણાય છે. તારકના વિવિધ ઘટકો ગુરુત્વાકર્ષણ વડે બંધાયેલા હોવાથી તે ગુરુત્વીય સ્થિતિજ (potential) ઊર્જા…

વધુ વાંચો >

કોષ્ણવાતાગ્ર

કોષ્ણવાતાગ્ર (warm-airfront) : વાતાવરણના ક્ષોભમંડળ -(troposphere)માંનો કોષ્ણ હવાનો એક વાતાગ્ર. ક્ષોભમંડળમાં કોષ્ણ અને શીતલ વાતસમુચ્ચય(airmass)ના સંસર્ગ વિભાગમાં લગભગ હંમેશાં હવામાનના વિક્ષોભ નજરે પડે છે. સામાન્યત: કોષ્ણ હવા પ્રમાણમાં હલકી હોવાથી શીતલ હવા કરતાં ઉપર ચઢે છે એટલે સંસર્ગ વિસ્તાર (contact zone) ઢળતી સપાટી જેવો હોય છે. આ સપાટી પૃથ્વીતલને જ્યાં…

વધુ વાંચો >

કૉસ-બી ઉપગ્રહ

કૉસ-બી ઉપગ્રહ : યુરોપનો આઠમો અને યુરોપિયન અંતરીક્ષ સંસ્થા(ESA)નો પહેલો કૃત્રિમ ઉપગ્રહ. Cosmic Satelliteનું ટૂંકું નામ Cos-B. તે બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, સ્પેન અને બ્રિટનના સંયુક્ત પ્રયાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેની દ્વારા આકાશગંગામાં આવેલાં ગૅમા-કિરણોનું સર્વેક્ષણ અને પલ્સાર તથા ક્વૉસાર જેવા શક્તિશાળી ગૅમા-કિરણી બિંદુસ્રોતોનો અભ્યાસ કરવામાં…

વધુ વાંચો >

કોહૂટેક ધૂમકેતુ

કોહૂટેક ધૂમકેતુ : અંતરીક્ષયાન (space craft) દ્વારા અભ્યાસનો વિષય બનેલ સૌપ્રથમ ધૂમકેતુ. ખગોળવિજ્ઞાનની ભાષામાં તેને 1973 XII વડે દર્શાવવામાં આવે છે. જર્મનીની હૅમ્બર્ગ વેધશાળાના 80 સેમી. શ્મિટ ટેલિસ્કોપ વડે ચેકોસ્લોવાકિયાના ખગોળશાસ્ત્રી ડૉ. લુબો કોહૂટેકે 7 માર્ચ 1973ની રાત્રે આશ્લેષા નક્ષત્ર પાસેના વિસ્તારની લીધેલી છબી ઉપરથી આ ધૂમકેતુની શોધ થઈ હતી.…

વધુ વાંચો >

ક્ષેત્રકલન (quadrature) (ખગોળ)

ક્ષેત્રકલન (quadrature) (ખગોળ) : ગ્રહો, ઉપગ્રહ (ચંદ્ર) વગેરે ખગોલીય પદાર્થોની વિશિષ્ટ અભિમુખતા (aspect), જેમાં પૃથ્વી ઉપરથી જોતાં ખગોલીય પદાર્થની દિશા અને સૂર્ય-પૃથ્વી દિશા કાટખૂણો રચે તે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ચાંદ્રમાસના અર્ધા ભાગ, 15 તિથિ જેટલા સમયગાળાને પક્ષ કે પખવાડિયું કહે છે અને ચતુર્થાંશ ભાગ(7.5 તિથિ = 7 તિથિ + 1 કરણ)ને…

વધુ વાંચો >

ખગોલમિતિ

ખગોલમિતિ (astrometry) : ખગોલીય સંશોધનના મુખ્ય વિભાગ પૈકીનો એક વિભાગ. તેમાં ખગોલીય જ્યોતિનાં ચોક્કસ સ્થાન, તેમનાં અંતર તથા તેમની વાસ્તવિક (real) તેમજ દેખીતી ગતિના નિર્ધારણનો સમાવેશ કરવામાં આવે છે. ઐતિહાસિક સમયથી તેણે અગત્યનું પ્રદાન કરેલું છે. તેને સ્થિત્યાત્મક (positional) ખગોળશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાંના સમયમાં તેનો ઉલ્લેખ ગોલીય…

વધુ વાંચો >

ખગોલીય અંતર

ખગોલીય અંતર : પ્રકાશવર્ષના ધોરણે વ્યક્ત કરાતું અંતર. તે માપવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તે પૈકીની ત્રિકોણમિતિની રીતની વપરાશ ખગોળશાસ્ત્રીઓ પ્રાચીન કાળથી કરતા આવ્યા છે. ત્રિકોણમિતિ પદ્ધતિમાં સર્વેક્ષણની રીતનો ઉપયોગ થાય છે; પાયાનો તથા ખગોલીય પદાર્થ દ્વારા પાયાના છેડે રચાતા ખૂણાના મૂલ્યનો ઉપયોગ કરીને, ત્રિકોણમિતિ વડે પદાર્થનું…

વધુ વાંચો >

ખગોલીય ગોલક

ખગોલીય ગોલક (celestial sphere) : પૃથ્વીપટ પરથી જોતાં દેખાતો આકાશી ગોલક. તેની ઉપર ખગોલીય પિંડ પ્રક્ષેપિત થયેલા છે. તેમાં અવલોકનકારનું સ્થાન કેન્દ્રમાં છે અને પૃથ્વીનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ તરફ થતું હોવાથી ખગોલીય ગોલક પૂર્વથી પશ્ચિમ તરફનું ધરીભ્રમણ કરતો હોય તેમ જણાય છે. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતા અક્ષને બંને…

વધુ વાંચો >

ખગોલીય નકશા

ખગોલીય નકશા : ખગોલીય પદાર્થો અંગેની માહિતી રેખાંકન કે ફોટા રૂપે દર્શાવતા નકશા. ખગોલીય નકશા બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારમાં વિવરણ, સારણી અને આલેખ આપવામાં આવે છે જ્યારે બીજા પ્રકારમાં ફોટોગ્રાફિક સર્વેક્ષણનાં પરિણામ રજૂ કરવામાં આવે છે. આર્થર પી. નૉર્ટનનો ‘નૉર્ટન્સ સ્ટાર ઍટલસ ઍન્ડ રેફરન્સ હૅન્ડબુક’ (1973) અને એલન…

વધુ વાંચો >

ખગોલીય નિર્દેશાંક

ખગોલીય નિર્દેશાંક (astronomical constants) : સૂક્ષ્મતાપૂર્વક માપવામાં આવેલા કે નિર્ધારિત કરવામાં આવેલા અને ખગોળશાસ્ત્રમાં મૂળભૂત મહત્વ ધરાવતા નિર્દેશાંક. સમય, દ્રવ્યમાન અને લંબાઈના ખગોલીય એકમોની વ્યાખ્યા નીચે મુજબ છે : સમયનો ખગોલીય એકમ   = એક અહોરાત્ર (D)                             (= 86,400 સેકન્ડ)નો સમયગાળો સમયનો ખગોલીય મોટો એકમ 1 જુલિયન સદી =…

વધુ વાંચો >