પ્રાણીશાસ્ત્ર

કાલુછીપ (pearl oyster)

કાલુછીપ (pearl oyster) : મોતી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી છીપ. મોતીછીપ નામે પણ તે ઓળખાય છે. આ પ્રાણીનો સમુદાય મૃદુકાય (mollusca); વર્ગ પરશુપાદ (pelecypoda) અથવા દ્વિપટલા (bivalvia); શ્રેણી philibranchia; કુળ teriidae છે. કચ્છના અખાતના દરિયામાં વાસ કરતી મોતીછીપ (Pinctada pinctada) અન્ય છીપની જેમ મુખ, જઠર તેમજ હૃદય ધરાવે છે. વિશિષ્ટ…

વધુ વાંચો >

કાસ્થિમત્સ્યો

કાસ્થિમત્સ્યો (Cartilaginous Fishes Chondrichthyes) કાસ્થિયુક્ત (cartilaginous) અંત:કંકાલ (internal skeleton) ધરાવનાર જડબાંવાળી (jawbearing) માછલીઓ. આમ તો કાસ્થિમત્સ્યોની ગણના સફળ સમૂહની માછલી તરીકે કરવામાં આવે છે. દસ કરોડ વર્ષો પૂર્વે ક્રેટેશિયસ કાળમાં તે અસ્તિત્વમાં આવેલી. મોટાભાગની કાસ્થિયુક્ત માછલીઓ આજે પણ ખાસ ફેરફારો વિના દરિયામાં વાસ કરતી જોવા મળે છે, તેથી શાસ્ત્રજ્ઞો કાસ્થિમત્સ્યોને…

વધુ વાંચો >

કાળિયાર (Black buck)

કાળિયાર (Black buck) : વર્ગ સસ્તન, શ્રેણી આર્ટિયોર્ડકિટલાના બોવિડે કુળનું antelope cervicapra L. નામે ઓળખાતું હરણને મળતું પ્રાણી. તેનાં શિંગડાં શાખા વગરનાં સીધાં અને વળ ચડ્યા હોય તેવાં હોય છે. પુખ્ત નરનો રંગ કાળો હોવાથી તેને કાળિયાર કહે છે. બચ્ચાંનો રંગ ઉપરની બાજુએથી પીળચટ્ટો રાતો હોય છે. નરની ઉંમર ત્રણ…

વધુ વાંચો >

કાંગારુ

કાંગારુ : કરાટે અને કૂદકા મારનારું ઑસ્ટ્રેલિયન ચેમ્પિયન પ્રાણી; સસ્તન વર્ગનું, માસુપિયાલા શ્રેણી અને મૅક્રોપોડિડો કુળનું પ્રાણી. કાંગારુ જેવા શિશુધાની ધરાવનાર પ્રાણીનું શાસ્ત્રીય નામ Macropus giganeicus છે. તે નૈર્ઋત્ય ઑસ્ટ્રેલિયા અને ટાસ્માનિયા ટાપુના અંતભાગમાં આવેલાં મેદાનો, તૃણપ્રદેશો અને ખુલ્લાં જંગલોમાં વાસ કરે છે. ખ્યાતનામ પ્રાણીસંગ્રહાલયોમાં તેનું જતન કરવામાં આવે છે.…

વધુ વાંચો >

કીવી

કીવી : ન્યૂઝીલૅન્ડનું પાંખ વગરનું, મરઘીના કદનું, નિશાચર રાષ્ટ્રીય પક્ષી. સમુદાય : મેરુદંડી (chordata); ઉપસમુદાય : પૃષ્ઠવંશી (vertebrata); વર્ગ : વિહગ (aves); ઉપવર્ગ : નિયૉર્નિથિસ; શ્રેણી : એપ્ટેરિજિફૉર્મિસ; કુળ : એપ્ટેરિજિડે; પ્રજાતિ અને જાતિ : એપ્ટેરિક્સ ઑસ્ટ્રેલિયસ; અન્ય કીવીની જાતિઓ : એ. હાસ્તિ (A. haasti); એ. ઑવેની (A. owani). તેની…

વધુ વાંચો >

કુંજ

કુંજ (common crane) : ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Grus Grus છે. તેનું કદ 135 સેમી.નું હોય છે. લાંબી ડોક અને લાંબા પગવાળું, શરીરે ભરાવદાર એવું આ પંખી દર વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ઉત્તર અને મધ્ય હિમાલય પરથી ભારતમાં દાખલ થાય છે અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત,…

વધુ વાંચો >

કૂતરાં

કૂતરાં શ્રેણી :  માંસાહારી (carnivora); કુળ Canidaeનું Canis. familiaris નામથી ઓળખાતું અને માનવને સૌથી વધારે વફાદાર એવું જાણીતું સસ્તન પ્રાણી. કૅનિડે કુળ 14 પ્રજાતિ અને આશરે 35 જાતિઓમાં વહેંચાયેલું છે. ન્યૂઝીલૅન્ડ અને વેસ્ટ ઇંડિઝને બાદ કરતાં, બધે સ્થળે જંગલી કૂતરાં વાસ કરે છે. ભારતમાં વસતાં જંગલી કૂતરાંને ઢોલ કહે છે.…

વધુ વાંચો >

કૂવિયર જૉર્જેસ બૅરોન

કૂવિયર, જૉર્જેસ બૅરોન (જ. 1769, મોનેબેલિયાર્ડ; અ. 1832) : જીવાવશેષવિજ્ઞાન (paleontology) અને પ્રાણીવિજ્ઞાનના ફ્રેન્ચ વિશારદ. કૂવિયર જર્મનીના સ્ટુટગાર્ટમાં પ્રાણીશરીરરચના(animal morphology)નો અભ્યાસ કરી સ્નાતક બન્યા. તુલનાત્મક શરીરરચનાના પ્રખ્યાત મ્યુઝિયમ ઑવ્ નેચરલ હિસ્ટરીના પ્રાણીવિજ્ઞાનના પ્રૉફેસર ઑટિને જ્યોફ્રૉય સેંટ હિલેરના સંપર્કમાં આવ્યા, જેમના અનુરોધથી કૂવિયર મ્યુઝિયમમાં જોડાયા. ત્યાં દુનિયાભરમાંથી લાવેલા નમૂનાનું તેમણે ઝીણવટભર્યું…

વધુ વાંચો >

કૃમિજન્ય રોગો (પશુ)

કૃમિજન્ય રોગો (પશુ) : પશુઓનાં શરીરમાં પરોપજીવી તરીકે જીવતા ગોળ અને ચપટા કૃમિઓ દ્વારા ઉદભવતા રોગો. ગોળ કૃમિઓને ગોળકૃમિ (aschelminthes અથવા nemathelminthes) સમુદાયનાં જ્યારે ચપટાં કૃમિઓને પૃથુકૃમિ (platyhelminthes) સમુદાયનાં ગણવામાં આવે છે. કૃમિઓને લગતા વિજ્ઞાનને કૃમિશાસ્ત્ર (helminthology) કહે છે. ગોળકૃમિઓ દ્વારા ઉદભવતા રોગો : નળાકાર ગોળકૃમિઓ લાંબાં અને બે છેડે…

વધુ વાંચો >

કેરેટિન

કેરેટિન : પ્રાણીઓનાં શરીરનાં ચામડી, વાળ, નખ, પંજા, પીંછાં, ખરી, શિંગડાં વગેરે ભાગોમાં રહેલ સખત તંતુયુક્ત પ્રોટીન પદાર્થ. વાળ અને નખ પૂરેપૂરાં તેનાં બનેલાં હોય છે, તેને લીધે સસ્તન પ્રાણીઓની ચામડી જલરોધી (waterproof) ગુણધર્મ ધરાવે છે. તે પડને stratum corneum કહેવામાં આવે છે. કેરેટિનનો અણુ અનમ્ય (rigid) નળાકાર કુંડલિની (cylindrical…

વધુ વાંચો >