પ્રાણીશાસ્ત્ર

કંકાલતંત્ર (પ્રાણીશાસ્ત્ર)

કંકાલતંત્ર (Skeletal System) (પ્રાણીશાસ્ત્ર) ગુરુત્વાકર્ષણ સામે શરીરને આધાર આપવા ઉપરાંત સ્નાયુઓ તથા વિવિધ ભાગોના હલનચલનમાં ઉચ્ચાલન(leverage)નું કાર્ય કરનાર શરીરનું બંધારણાત્મક માળખું. આ માળખાની મૂળ રચના લગભગ બધાં પૃષ્ઠવંશીઓમાં સરખી હોય છે. કેટલાંક અપૃષ્ઠવંશીઓમાં કંકાલતંત્ર હોતું નથી. જ્યાં હોય ત્યાં તે પૃષ્ઠવંશીઓમાં હોય તેના કરતાં સાવ જુદા પ્રકારનું હોય છે. તેની…

વધુ વાંચો >

કંસારો

કંસારો (Coppersmith) : દાર્વાઘાટ કુળનું બારેમાસ જોવા મળતું પંખી. તેને અંગ્રેજીમાં crimson breasted barbet પણ કહે છે. તેનું શાસ્ત્રીય નામ Megalaima haemacephala અને હિંદી નામ ‘છોટા બસંતા’ અથવા ‘ફાઉક બસ્સુંતા’ છે. સૌરાષ્ટ્રમાં તેને ‘ટુકટુક’ પણ કહે છે. કંસારો ચકલી કરતાં જરાક મોટો અને ભરાવદાર હોય છે, થોડો ઠિંગુજી પણ લાગે…

વધુ વાંચો >

કાગડો

કાગડો (common crow) : માનવવસવાટ અને માનવસહવાસ પસંદ કરતા સમૂહચારી પ્રકારનું પક્ષી. સમુદાય : મેરુદંડી (Chordala), ઉપસમુદાય : પૃષ્ઠવંશી (Vertebrata), વર્ગ : વિહગ (Aves), ઉપવર્ગ : નિઑર્નિથિસ, શ્રેણી : પેસેરિફૉર્મિસ, કુળ : કૉર્વિડે, પ્રજાતિ અને જાતિ : કૉર્વસ સ્પ્લેંડેન્સ. લંબાઈ આશરે 25 સેમી.. ગરદન અને પેટ ઉપર રાખોડી જ્યારે બાકીના…

વધુ વાંચો >

કાચબો

કાચબો : શૃંગી શલ્ક (horny scale) વડે ઢંકાયેલું અને હાડકાંની તકતીઓના વિલયનથી બનેલું કવચ ધારણ કરનાર કેલોનિયા અથવા ટેસ્ટુડિના શ્રેણીનું સરીસૃપ. આ શ્રેણીનાં પ્રાણીઓ સંપૂર્ણ રીતે કે આંશિક રીતે જળમાં કે સ્થળ પર રહેનારાં હોય છે. જે કાચબા ફક્ત જમીન પર રહેતા હોય તે કૂર્મ (tortoises) તરીકે ઓળખાય છે, જ્યારે…

વધુ વાંચો >

કાચંડો

કાચંડો (Garden lizard) : ચલનપગોની બે જોડ, ફરતાં પોપચાં, બાહ્યસ્થ કર્ણછિદ્રો અને ચામડી પર શલ્કો (scales) ધરાવતું સરીસૃપ વર્ગનું, વિવિધ કદનું પૃષ્ઠવંશી પ્રાણી. તે સાપની નિકટનું સંબંધી ગણાય છે. કાચંડા અને સાપને એક જ શ્રેણી સ્ક્વેમાટામાં મૂકવામાં આવે છે. કાચંડાને સૉરિયા અથવા લૅસર્ટીલિયા ઉપશ્રેણીમાં વર્ગીકૃત કરાય છે. કાચંડા સમૂહનાં પ્રાણીઓમાં…

વધુ વાંચો >

કાનખજૂરો

કાનખજૂરો : સંધિપાદ સમુદાયના ચિબુકધારી (mandibulata) ઉપસમુદાયના શતપદી (chilopoda-centipoda) વર્ગનું પ્રાણી. જમીન પર વાસ કરતું આ પ્રાણી માંસાહારી અને આક્રમક (predatory) ગણાય છે. તે અત્યંત ચપળ હોય છે. તેના ધડપ્રદેશના છેલ્લા 2-3 ખંડ બાદ કરતાં પ્રત્યેક ખંડમાં પગની એક-એક જોડ હોય છે. મોટેભાગે કાનખજૂરાની લંબાઈ 2થી 5 સેમી. જેટલી હોય…

વધુ વાંચો >

કાબર

કાબર (Indian-Myna) : વર્ગ : વિહગ; ઉપવર્ગ : નિઑર્નિથિસ (Neornithes); શ્રેણી : પૅસેરિફૉર્મિસ(Passeriformes)ના સ્ટર્નિડે (sturnedae) કુળનું Acridotherus tristis નામે ઓળખાતું પક્ષી. માનવવસવાટ સાથે ઓતપ્રોત થઈ ગયેલું આ પક્ષી કદમાં મધ્યમ બરનું હોય છે. તેની ચાંચ પીળા રંગની અને તે જ રંગનો પટ્ટો આંખ સુધી લંબાયેલો હોય છે. આંખો રતાશ પડતા…

વધુ વાંચો >

કાબરો કલકલિયો

કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher) : માછીમારનો રાજા કહેવાતું ભારતમાં બધે જોવા મળતું એક સુંદર પંખી. ભારતમાં તેની ઘણી  જાતો છે. તેમાં કાબરો કલકલિયો મુખ્ય છે. તેનું શાસ્ત્રીય નામ છે : Ceryle rudis. તેનો સમાવેશ Coraciiformes શ્રેણી અને Alcedinidae કુળમાં થાય છે. ચાંચથી પૂંછડી સુધીનું તેનું કદ 30 સેમી. એટલે…

વધુ વાંચો >

કાર્પ માછલી

કાર્પ માછલી (Carp) : મીઠા જળાશયમાં રહેતી અને માનવખોરાક તરીકે સ્વાદિષ્ટ ગણાતી Cyprinidae કુળની માછલી. ઉષ્ણ કટિબંધ પ્રદેશની આ માછલીનો ઉછેર રશિયા અને જર્મની જેવા પાશ્ચાત્ય દેશોમાં પણ કરવામાં આવે છે. કાર્પ માછલીનાં જડબાંમાં દાંત હોતા નથી અને તે ખોરાક તરીકે મુખ્યત્વે સૂક્ષ્મ જીવોનું પ્રાશન કરે છે. જોકે ઘાસ કાર્પ…

વધુ વાંચો >

કાર્યસર્દશતા (analogous action)

કાર્યસર્દશતા (analogous action) : ઉદભવ અને રચનામાં ભિન્નતા અને કાર્યમાં સામ્ય દર્શાવતાં અંગોની પ્રવૃત્તિ. આવી રચનાઓને કાર્યસર્દશ રચનાઓ કહે છે. (1) વિહગ અને કીટકોમાં પાંખોનો ઉદભવ અને વિકાસ જુદાં જુદાં હોય છે, પરંતુ આ અંગો ઉડ્ડયનના કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. વિહગમાં પાંખો અગ્ર ઉપાંગનું રૂપાંતર છે, જ્યારે કીટકોમાં તે…

વધુ વાંચો >