પ્રાણીશાસ્ત્ર

કનડી

કનડી : સંધિપાદ (Arthropoda) સમુદાયના બહુપાદી (Myriapoda) વર્ગના પેટાવર્ગ દ્વિપાદયુગ્મી(Diplopoda)ની જીવાત. ઝમેલ, ભરવાડ કે ચૂડેલના નામે પણ ઓળખાય છે. તેઓ જડબાની એક જોડ ધરાવતી હોવાથી કીટકોની માફક ઉપસમુદાય ચિબુકી(Mandibulata)માં વર્ગીકૃત થાય છે. બહુપાદી વર્ગના અન્ય પ્રાણી-જીવાતોમાં કાનખજૂરાનો સમાવેશ થાય છે. પરંતુ કાનખજૂરામાં કડીદીઠ એક જોડ ચલનપાદ હોય છે; જ્યારે કનડી(ભરવાડ)માં…

વધુ વાંચો >

કબૂતર

કબૂતર : રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં, સમૂહમાં જોવા મળતું અને કૂવા, વાવ કે મકાનના ઝરૂખાની છત વગેરેમાં માળા બનાવતું એક શાંતિપ્રિય-નિર્દોષ પક્ષી. કબૂતર દુનિયાના ઘણાખરા દેશોમાં મળી આવે છે. સમૂહમાં ચણવાની તેની ટેવને કારણે તે હંમેશા બધાંને મનોરંજન પૂરું પાડે છે. તેનું વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય –…

વધુ વાંચો >

કરકરો

કરકરો (Demoiselle Small Crane) : કુંજની જેમ ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Anthropoides virgo. તેનું કદ 76 સેમી.નું હોય છે. તેનો Gruiformes વર્ગ અને Gruidae કુળમાં સમાવેશ થાય છે. આ પંખી દર વરસે ચોમાસા બાદ યુરોપ અને મધ્ય એશિયામાંથી ભારતમાં આવે છે. તે કુંજ કરતાં…

વધુ વાંચો >

કરચલો

કરચલો (crab) : ખારા કે મીઠા પાણીમાં વિવિધ આકાર અને કદમાં મળી આવતા દસ પગવાળા જળચર કવચધારી પ્રાણીઓનો એક સમૂહ. કરચલાનો આકાર મોટેભાગે ગોળ અગર ચોરસ હોય છે. શીર્ષ અને ઉરસ જોડાઈ ગયેલા હોય છે અને ઉદર શીર્ષોરસ સાથે જોડાયેલું દેખાય છે. તેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય…

વધુ વાંચો >

કરોડરજ્જુ

કરોડરજ્જુ : મગજની પૂંછડી જેવું દેખાતું અને કરોડસ્તંભની ચેતાનાલી(neural canal)માંથી પસાર થતું, મધ્યસ્થ ચેતાતંત્રનું એક અગત્યનું અંગ. દોરડી જેવું દેખાતું આ અંગ આડા છેદમાં ઉપગોળ અથવા લંબગોળ હોય છે. તેના મધ્યભાગમાં મધ્યસ્થનાલી (central canal) આવેલી હોય છે. મધ્યસ્થનાલીની આસપાસ ભૂખરું દ્રવ્ય (grey matter) હોય છે, જ્યારે સીમા તરફના ભાગમાં શ્વેત…

વધુ વાંચો >

કરોળિયો

કરોળિયો : મકાનો કે કુદરતમાં વિશિષ્ટ પદ્ધતિથી રેશમી તાંતણાઓની જાળ ગૂંથી કીટકો અને અન્ય નાની જીવાતોને ફસાવી આહાર કરનાર 8 પગવાળું નાજુક અપૃષ્ઠવંશી પ્રાણી જેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. ઉપસમુદાય – ચેલિસિરેટ વર્ગ – અષ્ટપાદી. શ્રેણી – એરેનિયા. કરોળિયા એ વીંછી, જૂવા, કથીરીની માફક અષ્ટપાદી…

વધુ વાંચો >

કવચ (પ્રાણીજન્ય)

કવચ (પ્રાણીજન્ય) : પ્રાણીઓનું કઠણ ચૂનાયુક્ત / રેતીયુક્ત / અસ્થિજાત / શૃંગીય કે કાયટીનયુક્ત બાહ્ય આવરણ. જુદા જુદા પ્રાણીસમુદાયો કે વર્ગોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે વિવિધ રાસાયણિક બંધારણ ધરાવતાં કવચો કોષોના સ્રાવ કે પેશીઓના વિભેદનથી ઉત્પન્ન થાય છે. આવાં કવચોનો મૂળભૂત હેતુ શરીરના નાજુક ભાગો કે અંગિકાઓને રક્ષણ આપવાનો છે.…

વધુ વાંચો >

કવચપ્રોટીન

કવચપ્રોટીન (scleroprotein) : મંદ સાઇટ્રિક અને એસેટિક ઍસિડમાં દ્રાવ્ય એવાં તંતુમય પ્રોટીનો. મહત્વનાં કવચપ્રોટીનો તરીકે કૉલેજન અને કેરાટિન જાણીતાં છે. અન્ય કવચપ્રોટીનોમાં ફાઇબ્રૉઇન, ઇલૅસ્ટિન, સ્પાજિન, ફ્લેજેલિન અને રેટિક્યુલિનનો સમાવેશ થાય છે. કેરાટિનના મુખ્ય ઘટક તરીકે સિસ્ટાઈન હોય છે. સિસ્ટાઈનનાં સલ્ફર બંધનો કેરાટિનને ર્દઢતા આપે છે. કેરાટિન ચામડી, વાળ, ઊન, પીંછાં,…

વધુ વાંચો >

કશા (કશાભ)

કશા (કશાભ) (flagellum) : કોષની બાહ્ય સીમા તરફ આવેલા તારક-કેંદ્ર(centriole)ના દૂરસ્થ છેડા પરથી કોષના વિસ્તાર તરીકે નીકળતી ગતિશીલ (motile) અંગિકા. પ્રજીવ (protozoa) સમુદાયના કશાધારી (mastigophera) વર્ગનાં પ્રાણીઓ. પુંજન્યુ (male gametes) અને શુક્રકોષોમાં તે પ્રચલનઅંગ તરીકે કાર્ય કરે છે. વાદળી(sponges)ના કૉલરકોષો પણ કશાભ ધરાવતા હોય છે, જે વાદળીના શરીરમાં પ્રવેશેલા પાણીને…

વધુ વાંચો >

કશાભિકા

કશાભિકા (flagella-bacterial) : કેટલાંક અસીમકેંદ્રી (procaryote) બૅક્ટેરિયા જેવાં સજીવોમાં આવેલાં ચલનાંગો (mobile organs). તે કોષની બાહ્ય સપાટીએથી કેશ જેવાં આણ્વિક સૂત્રો રૂપે નીકળે છે. આ અણુઓ મુખ્યત્વે તંતુમય પ્રોટીનોના બનેલા હોય છે. અસીમકેંદ્રી કોષોમાં દેખાતી કશાઓ જટિલ સ્વરૂપની હોય છે અને તે સૂક્ષ્મ તંતુકોરૂપે કોષના અંદરના ભાગમાંથી નીકળતી હોય છે.…

વધુ વાંચો >