પ્રાણીશાસ્ત્ર
ઉપાંગો (appendages)
ઉપાંગો (appendages) : પ્રાણીઓમાં સાંધાઓ દ્વારા મુખ્ય શરીર સાથે જોડાયેલાં અંગો. આમ તો અનેક પ્રાણીઓનાં શરીર પરથી સાંધા વગરની શાખાઓ કે પ્રવર્ધરૂપે અંગો નીકળતાં હોય છે. દા.ત., કેટલાક પ્રજીવોમાં કેશતંતુઓ (cilia) અને કશાઓ (flagella) તરીકે ઓળખાતા તંતુ જેવા પ્રવર્ધો નીકળે છે, જે મુખ્યત્વે પ્રચલન(movement)નું કાર્ય કરે છે. કોષ્ઠાંત્રી જળવ્યાળ(hydra)માં મુખની…
વધુ વાંચો >ઉભયજીવીઓ
ઉભયજીવીઓ (Amphibians) માછલીઓમાં ઉત્ક્રમણથી ઉદભવ પામેલા, જળચર તેમજ સ્થળચર એમ બંને રીતે જીવવાનું અનુકૂલન ધરાવતાં ઉભયચર પૃષ્ઠવંશીઓ. જીવકલ્પ(paleozoic era)ના ડેવોનિયન યુગ દરમિયાન ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યાં. તેમના અર્વાચીન વંશજો તરીકે દેડકાં, સાલામાંડર અને ઇક્થિયોફિસ જેવાં પ્રાણીઓ આજે જાણીતાં છે. આજે પૃથ્વી પર મુખ્યત્વે પૃષ્ઠવંશી સ્થળચરો તરીકે વાસ કરનારાં સરિસૃપો, પક્ષીઓ તેમજ…
વધુ વાંચો >ઉંદર
ઉંદર (rat/mouse) : માનવ-વસાહતના સાંનિધ્યમાં અને ખેતરોમાં વસતી રોડેન્શિયા શ્રેણી, muridae કુળના આર્થિક ર્દષ્ટિએ મહત્વનાં સસ્તનો. પ્રજાતિ અને જાતિ : (1) માનવ-વસાહતની આસપાસ અને ખેતરોમાં રહેતો ઉંદર (rat), Rattus rattus અને Rattus norvegicus, (2) ઘરઉંદર (mouse), Mus musculus. સામાન્યપણે માનવીના દુશ્મન તરીકે ઓળખાતો ઉંદર માનવ-વસાહતોમાં, વસાહતોની આસપાસ અથવા ખેતરોમાં રહી…
વધુ વાંચો >ઊમાયસિટ્સ (Oomycetes)
ઊમાયસિટ્સ (Oomycetes) : જમીન કે પાણીમાં, વનસ્પતિ કે માછલી પર પરોપજીવી જીવન પસાર કરતી ફૂગ. સૃષ્ટિ : Protophyta (Protista); વિભાગ : Mycota; ઉપવિભાગ : Eumycotina; વર્ગ : Oomycetes. કેટલીક મૃતોપજીવી હોય છે. દેહરચના પ્રાથમિક એકકોષીય સુકાય (thallus) સ્વરૂપ અથવા તો બહુશાખીય તંતુમય કવકજાલ (mycelium) સ્વરૂપ. મોટાભાગની ફૂગ અંશકાયફલિક (ucarpic) હોય…
વધુ વાંચો >ઊંટ
ઊંટ : ‘રણના વહાણ’ તરીકે જાણીતું પ્રાણી. સસ્તન; શ્રેણી : સમખુરીય (artiodactyla); કુળ : કૅમૅલિડે; પ્રજાતિ અને જાતિ : Camelus dromodarius (ભારતનું સામાન્ય વતની). ઊંટ રેતી ઉપર ચાલવા માટે અનુકૂળ પહોળા પગ, જરૂર પડ્યે બંધ થઈ જાય એવાં નાસિકાછિદ્રો અને અંતર્ગઠિત પાંપણ ધરાવે છે. આમ તો ઊંટની બે જાતો હોય…
વધુ વાંચો >એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ
એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ (ATP) : સજીવોના શરીરમાં થતી જૈવ પ્રક્રિયાઓ માટે પોતાના ઉચ્ચઊર્જા બંધ(high energy bond)ના વિમોચનથી કાર્યશક્તિ પૂરી પાડનાર જૈવ અણુ. ATPમાં ત્રણ ફૉસ્ફેટના અણુઓ હોય છે અને તેનું રચનાત્મક બંધારણ નીચે મુજબ હોય છે : એડિનોસીન અણુ સાથે જોડાયેલા ફૉસ્ફેટોના બંધોના વિઘટનથી મુક્ત થતી ઊર્જા અંદાજે નીચે મુજબ…
વધુ વાંચો >ઍન્ટિમૅટર
ઍન્ટિમૅટર : જુઓ પ્રતિદ્રવ્ય.
વધુ વાંચો >એન્થ્રૅક્સ
એન્થ્રૅક્સ : મુખ્યત્વે Bacillus anthracis બૅક્ટેરિયાને લીધે પ્રાણીઓને થતો ચેપી રોગ. આ રોગનો ફેલાવો પ્રાણીઓ દ્વારા માનવમાં પણ થઈ શકે છે. ચામડી કે ફરના સંપર્કથી અથવા તો માંસ અને અસ્થિ-ખોરાક (bone-meal) ખાવાથી માણસ એન્થ્રૅક્સથી પીડાય છે. ઢોર, ઘેટાં, બકરી, ભુંડ, ઘોડા જેવાં વનસ્પત્યાહારી પ્રાણીઓમાં આ રોગ સહેલાઈથી પ્રસરે છે. પરિણામે…
વધુ વાંચો >એપિસ્ટેસિસ
એપિસ્ટેસિસ (પ્રબળતા) : રંગસૂત્રોની અલગ અલગ જોડ ઉપર આવેલાં જનીનોની આંતરક્રિયાને પરિણામે સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ (phenotype) પર થતી અસર. તેની પ્રભાવિતા(dominance)ને કારણે વિષમયુગ્મી (heterozygous) સજીવમાં પ્રચ્છન્ન (recessive) વૈકલ્પિક જનીન(allele)નું લક્ષણ અભિવ્યક્ત થતું નથી. કેટલીક વાર બે અવૈકલ્પિક જનીનો (non-allelic genes) સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ પર અસર કરે છે. આવા કિસ્સાઓમાં એક…
વધુ વાંચો >