પ્રાણીશાસ્ત્ર
વાઘ
વાઘ : પ્રતીકરૂપ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. તે માંસાહારી વન્ય જીવ છે. (Carnivora) શ્રેણીના ફેલિડે કુળના આ સસ્તન પ્રાણીનું શાસ્ત્રીય નામ છે Panthera tigriss linn. વાઘની ચામડીનો રતાશ પડતો બદામી રંગ અને ચામડી પરના અનિયમિત આકારના પટા (bands) ઘણા આકર્ષક હોય છે. તેના મોઢા પરની રંગરચના, તેનું ગળું અને ઉદરપ્રદેશના નીચલા…
વધુ વાંચો >વાનર
વાનર : માનવી સાથે સાદૃશ્ય ધરાવતું બુદ્ધિશાળી સસ્તન પ્રાણી. વાનરનો સમાવેશ અંગુષ્ઠધારી (primate) શ્રેણીની anthropoidea ઉપશ્રેણીમાં કરવામાં આવે છે. સામાન્યપણે વાનર જંગલમાં વસે છે અને વૃક્ષો પર જીવન વિતાવે છે. જોકે ઘાસિયા પ્રદેશમાં વસતા વાનરો દિવસ દરમિયાન જમીન પર હરતા-ફરતા જોવા મળે છે, પરંતુ રાત્રે વૃક્ષો અથવા ઉન્નત ખડક જેવી…
વધુ વાંચો >વાલરસ
વાલરસ : આર્ક્ટિક, ઉત્તર ઍટલૅંટિક અને ઉત્તર પૅસિફિક દરિયામાં વસતું સસ્તન પ્રાણી. તેનો સમાવેશ પિનિપીડિયા શ્રેણીના ઓડોબેનિડે કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ : odobenus rosmarus. બે લાંબા શૂળદંતો અને તરવા માટે અરિત્રો(flippers)ની બે જોડ, એ વાલરસનું વૈશિષ્ટ્ય છે. તે તરવૈયા તરીકે અત્યંત કુશળ છે. અરિત્રોનો ઉપયોગ તરવા ઉપરાંત, શિયાળામાં તરતા…
વધુ વાંચો >વાંદરાં (ઉપદ્રવ અને નિયંત્રણ)
વાંદરાં (ઉપદ્રવ અને નિયંત્રણ) : આપણા દેશમાં વાંદરાંની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. તે પૈકી લાલ મોઢાવાળાં વાંદરાં મકાકા મુલાટા (Macaca Mullatta Zimmerman) અને કાળા મોંવાળાં વાંદરાં પ્રેસ્બિટિસ એન્ટેલસ (Presbytis entellus Dufresne) તરીકે ઓળખાય છે. તેને લંગૂર પણ કહે છે. લાલ મોંવાળાં વાંદરાં મુખ્યત્વે ઉત્તર ભારતનાં રાજ્યો અને તાપી…
વધુ વાંચો >વિકિરણ (જૈવ વિજ્ઞાન)
વિકિરણ (જૈવ વિજ્ઞાન) : આયનકારી વિકિરણ(ionising radiation)ના સજીવ તંત્ર પર થતા પ્રભાવનો અભ્યાસ. આજના પરમાણુ યુગમાં સજીવ સૃદૃષ્ટિ પર વિકિરણનો પ્રભાવ લાગવાની સંભાવના ઘણી વધી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિકિરણ તકનીકીનો ઉપયોગ મુખ્યત્વે ઍક્સ-કિરણો વડે રોગોના નિદાન, પારજાંબલી કિરણો (ultraviolet rays) વડે ત્વચાની નીચે આવેલ ડી-હાઇડ્રોકોલેઝરોલનું વિટામિન ‘ડી’માં રૂપાંતર ઉપરાંત…
વધુ વાંચો >વિખંડન (cleavage)
વિખંડન (cleavage) : પ્રાણીગર્ભવિજ્ઞાન. ફલિતાંડ (અને અનિષેચિત [parthenogenetic] ઈંડાં)નું ગર્ભ-ખંડો (blastomeres) નામે ઓળખાતા કોષોમાં થતું વિભાજન. આ વિભાજન અત્યંત ઝડપી હોવાથી ઉત્પન્ન થતા નવા કોષો વૃદ્ધિ પામતા નથી અને ક્રમશ: નાના અને નાના બને છે; જ્યારે તેમનાં કદ ઘટ્યાં કરે છે. તેની અસર હેઠળ નવતર કોષોમાં આવેલ કોષરસનું પ્રમાણ ક્રમશ:…
વધુ વાંચો >વિચિત્રોતકી (chimera)
વિચિત્રોતકી (chimera) : એકથી વધારે યુગ્મનજ(zygote)માંથી ઉત્પન્ન થયેલ અથવા જનીનિક રીતે (genetically) અલગ વનસ્પતિ અથવા પ્રાણી. પ્રાણીઓ : જોકે કેટલાંક વિચિત્રોતકી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, છતાં મોટાભાગનાં પ્રાયોગિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે; જેમાં કાં તો જુદા જુદા પૂર્વ ભ્રૂણ(preembryo)ના કોષોનું મિશ્રણ કરવામાં આવે છે અથવા પક્વ ભ્રૂણ કે…
વધુ વાંચો >વિલ્સન, ઍલેક્ઝાંડર
વિલ્સન, ઍલેક્ઝાંડર (જ. 6 જુલાઈ 1766, પૅસ્લે, રે’ન્ફ્ર્યૂ, સ્કૉટલૅન્ડ; અ. 23 ઑગસ્ટ 1813, ફિલાડેલ્ફિયા) : સ્કૉટલૅન્ડના પક્ષીવિદ (ornithologist) અને કવિ. તેમણે ઉત્તર અમેરિકાના પક્ષીઓ વિશે પહેલવહેલાં (pioneering) સંશોધનો કર્યાં હતાં અને ‘અમેરિકન ઑર્નિથૉલોજી’ના 9 ખંડો (1808-14) પ્રકાશિત કર્યા હતા. આમ, તેઓ અમેરિકીય પક્ષીવિદ્યાના સ્થાપક તરીકે અને તેમના સમયના સૌથી ખ્યાતનામ…
વધુ વાંચો >વિષજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય)
વિષજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય) : વિષ કે ઝેરી પદાર્થ આરોગવાને કારણે પશુઓને થતો વ્યાધિ. પર્યાવરણમાં પ્રદૂષિત વાયુ, જળ કે ખનિજ-પદાર્થોના સંસર્ગને કારણે વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવો આકસ્મિક ઝેરી પદાર્થોનો ભોગ બને છે. ઝેરના પ્રકારો અનેક છે અને તે વિવિધ માર્ગે શરીરમાં પ્રવેશ કરે છે; જેમ કે, કેટલાક વિષકારક પદાર્થો માત્ર…
વધુ વાંચો >વિસ્થાનિકતા
વિસ્થાનિકતા : સજીવની જાતિઓની સ્વતંત્ર ઉત્પત્તિ દર્શાવતું એક પરિબળ. સજીવોની નવી જાતિના સર્જનની ઘટનાને જાતિઉદ્ભવન (speciation) કહે છે. આ પ્રક્રિયા વિવિધ પ્રકારે અને પંથે સંભવે છે. કોઈ એક પ્રદેશ કે વિસ્તારની સજીવની જાતિની વસ્તીમાંથી ભૌગોલિક કે પરિસ્થિતિગત (ecological) કારણોસર જૂથો વહેંચાય કે અલગ પડી જાય તો તેમને વિસ્થાનિક (allopatric) કહે…
વધુ વાંચો >