પ્રાણીશાસ્ત્ર

દાંત (માનવેતર પ્રાણી)

દાંત (માનવેતર પ્રાણી) : અન્ન ચાવવા માટેનો મુખમાં ક્રમબદ્ધ ગોઠવાયેલો સફેદ કઠણ અવયવ. પક્ષીઓ અને કેટલાંક અપવાદરૂપ સસ્તનો સિવાયનાં, માછલીથી માંડીને મનુષ્ય સુધીનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ ખોરાક પકડવા કે ચાવવા માટે વિવિધ પ્રકારના દાંતનો ઉપયોગ કરે છે. દાંત મુખ્યત્વે પાચનતંત્ર સાથે સંકળાયેલ છે, છતાં તે શિકાર, સંરક્ષણ જેવી આક્રમક કે સ્વબચાવ…

વધુ વાંચો >

દીપડો

દીપડો (panther) : સસ્તન વર્ગના બિલાડી (felidae) કુળનું એક મોટું, શક્તિશાળી અને ભયંકર પ્રાણી. શાસ્ત્રીય નામ Panthera pardus. જંગલમાં વસવાટ કરનારા લોકો, જેટલા સિંહ અને વાઘથી ડરતા નથી તેના કરતાં દીપડાથી વધુ ડરે છે. કૂદવાની બાબતમાં દીપડો, વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડા અને ચિત્તા વચ્ચે ઘણા લોકોમાં ગેરસમજ…

વધુ વાંચો >

દૂધરાજ

દૂધરાજ (The Paradise Flycatcher) : ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi  ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોએ ઓળખવામાં આવે છે. તે અંગ્રેજીમાં rocket bird, window bird અને robin birdના નામે ઓળખાય છે. તલવાર જેવી લાંબી…

વધુ વાંચો >

દેડકો

દેડકો : પાણીમાં તેમજ જમીન પર રહેવા અનુકૂલન પામેલ ઉભયજીવી વર્ગનું અપુચ્છ (anura) શ્રેણીનું પૂંછડી વગરનું પૃષ્ઠવંશી પ્રાણી. તેની આંખ પાર્શ્વ બાજુએથી ગોઠવાયેલી અને ઊપસેલી હોય છે. તેના પાછલા પગ લાંબા, માંસલ અને મજબૂત હોવા ઉપરાંત તેની આંગળીઓ વચ્ચે પડદાઓ આવેલા હોય છે. તેથી દેડકો પગોની મદદથી કૂદકો મારીને  લાંબું…

વધુ વાંચો >

દેવચકલી

દેવચકલી (Indian Robin) : ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું…

વધુ વાંચો >

દેશી ચાષ

દેશી ચાષ (Indian Roller or Blue Jay) : ભારતમાં ગુજરાતમાં જોવા મળતું એક સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Caracias benghalensis. હિંદી નામ ‘નીલકંઠ’ અથવા ‘સબજાક’ છે. તેનું બીજું નામ ‘લીલછા’ પણ છે. જોકે સામાન્ય રીતે તે ‘ચાષ’ નામે જાણીતું છે. આછા નીલ રંગનું આ પંખી લગભગ કબૂતરના કદનું,…

વધુ વાંચો >

દેસાઈ, પ્રદ્યુમ્ન કંચનરાય

દેસાઈ, પ્રદ્યુમ્ન કંચનરાય (જ. 5 ફેબ્રુઆરી 19૦5, ભાવનગર; અ. 1984, ભાવનગર) : ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ. પક્ષી તરફનો પ્રેમ તેમના પિતાશ્રી કંચનરાય તરફથી વારસામાં મળેલો. કંચનરાયે તો કાબરને પણ પોપટની જેમ બોલતાં શીખવ્યું હતું. પ્રાણીવિજ્ઞાની રૂબિન ડેવિડ એમના ખાસ મિત્ર હતા. પોતાના પિતાશ્રી સાથે ઘરના પાંજરામાં, એટલે કે બંધિત (captive)…

વધુ વાંચો >

દૈયડ

દૈયડ (Magpie Robin) : ગુજરાતનું શ્રેષ્ઠ ગાયક પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Copsychus saularis. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Corvidae કુળમાં થાય છે. તેનું પેટા-કુળ છે : ગાયક (Turdinae). હિંદીમાં તેને દૈયડ અથવા દૈયા કહે છે. નર દૈયડ ઊજળો કાબરો એટલે કાળા અને ધોળા રંગનો હોય છે. તે હંમેશાં…

વધુ વાંચો >

ધર્મકુમારસિંહજી

ધર્મકુમારસિંહજી (જ. એપ્રિલ 1917; અ. જાન્યુઆરી 1986) : ભાવનગરના રાજકુટુંબના સભ્ય, નિસર્ગ અને વન્યપ્રાણી-સૃષ્ટિ વિષયના તજ્જ્ઞ અને ભારતના પ્રખ્યાત પક્ષીવિજ્ઞાની (Ornithologist). રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના ભૂતપૂર્વ મહારાજા સર ભાવસિંહજી(બીજા)ના ત્રીજા નંબરના પુત્ર અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના સૌથી નાના ભાઈ. પિતાનું છત્ર ત્રીજા વર્ષે જ ગુમાવવાથી તેમનો રાજવી પરંપરા…

વધુ વાંચો >

ધામણ

ધામણ : ભારતમાં ટેકરી જેવાં સ્થળો સહિત સર્વત્ર જોવા મળતો અજગર પછીનો સૌથી લાંબો નિર્વિષ સાપ (અં. રૅટ સ્નેક, લે. ટ્યાસ મ્યુકોસસ, કુળ કોલુબ્રિડી, શ્રેણી સ્કવૉમેટા; વર્ગ સરીસૃપ). ગુજરાતમાં સુપરિચિત છે. માદા 1.8થી 1.9 મી. અને નર 2.25 મી. આસપાસ લંબાઈ ધરાવે છે. 2.50 મી.થી લાંબા નર પણ જોવા મળે…

વધુ વાંચો >