પ્રાણીશાસ્ત્ર
ગોકળગાય (slug)
ગોકળગાય (slug) : સમુદાય મૃદુકાય (mollusca); વર્ગ ઉદરપદી (gastropoda) અને શ્રેણી Pulmonataનું સ્થળચર પ્રાણી. ગોકળગાયને બાહ્યકવચ હોતું નથી. સામાન્યપણે પ્રાવર(બાહ્યકવચ)ના રક્ષણાત્મક ભાગની અંદર અંતસ્થ અંગો ઢંકાયેલાં હોય છે. પ્રાવરગુહા (mantle cavity) શરીરની જમણી બાજુએ આવેલ એક મોટા શ્વસનછિદ્ર દ્વારા બહારની બાજુએ ખૂલે છે. ગોકળગાયના શીર્ષ પર બે આકુંચનશીલ (retractible) સ્પર્શાંગો…
વધુ વાંચો >ગોરીલો
ગોરીલો : માનવની જેમ અંગુષ્ઠધારી (primate) શ્રેણી, anthropoidea અધોશ્રેણી અને અધિકુળ Hominoideaનું એક સસ્તન પ્રાણી. ગોરીલાનો સમાવેશ Pangidae કુળમાં થાય છે. ગોરીલો એક સૌથી મોટું અંગુષ્ઠધારી સસ્તન પ્રાણી છે. તેની ઊંચાઈ 1.5 મી. જેટલી અને વજન 150થી 200 કિગ્રા. જેટલું હોય છે. નર કરતાં માદા ગોરીલા કદમાં સહેજ નાની હોય…
વધુ વાંચો >ગોલગી સંકુલ
ગોલગી સંકુલ : જુઓ કોષ
વધુ વાંચો >ગૉલ, ફ્રાન્ઝ જૉસેફ
ગૉલ, ફ્રાન્ઝ જૉસેફ (જ. 9 માર્ચ 1758, ટીફેનબ્રોન, બાડેન; અ. 22 ઑગસ્ટ 1828, પેરિસ) : શરીરરચના અને દેહધર્મવિદ્યા (anatomy and physiology)ના જર્મન નિષ્ણાત. ખોપરીના વિશિષ્ટ આકાર પરથી મગજમાં આવેલાં જુદાં જુદાં ક્ષેત્રોનાં કાર્યો માટે કારણદર્શક સંબંધ સૂચવવામાં તે અગ્રેસર હતા. આ વિષયને લગતું વિજ્ઞાન મસ્તકવિજ્ઞાન (phrenology) તરીકે ઓળખાય છે. ગૉલની…
વધુ વાંચો >ગૉલ્ટન, ફ્રાન્સિસ (સર)
ગૉલ્ટન, ફ્રાન્સિસ (સર) (જ. 16 ફેબ્રુઆરી 1822; ડડિસ્ટન વૉરવિકશાયર; અ. 17 જાન્યુઆરી 1911, હેઝલમિયર, સરે) : સુપ્રજનનશાસ્ત્ર(eugenics)ના પ્રણેતા તરીકે જાણીતા બ્રિટિશ વૈજ્ઞાનિક. ગૉલ્ટનના અભિપ્રાય મુજબ નિશાળ કે ચર્ચમાં અપાતું ધાર્મિક શિક્ષણ સાવ નિરર્થક હોય છે અને બાઇબલની શિખામણ પણ ઘૃણા ઉપજાવનારી હોય છે. એમની માન્યતા મુજબ સજૈવ ક્ષેત્રમાં આનુવંશિકકારકો (factors)…
વધુ વાંચો >ગ્રંથિઓ
ગ્રંથિઓ : શરીરની ચયાપચયની અને અન્ય વિવિધ પ્રક્રિયાઓમાં અગત્યના રાસાયણિક ઘટકોના સ્રાવ કરનાર પેશી અથવા અંગો. દાખલા તરીકે ત્વચા પર આવેલી કેટલીક ગ્રંથિઓ ત્વચાને ભીની રાખવામાં મદદરૂપ નીવડે છે. પચનાંગો સાથે સંકળાયેલી ગ્રંથિઓ ખોરાકના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. સસ્તનોમાં આવેલી સ્તનગ્રંથિઓ સંતાનોને પોષક દ્રવ્ય પૂરું પાડે છે. અંત:સ્રાવો શરીરમાં…
વધુ વાંચો >ગ્રાફ, રેઇનિયર ડે
ગ્રાફ, રેઇનિયર ડે (જ. 30 જુલાઈ 1641, શૂનહોવન; અ. 17 ઑગસ્ટ 1673, ડેલ્ફ્ટ) : ફૉલિકલના શોધક ડચ વિજ્ઞાની. સસ્તનોના અંડકોષની ફરતે ગ્રાફિયન ફૉલિકલ પેશીનો વિકાસ થાય છે. અંડકોષ અને આ ફૉલિકલમાંથી ઍસ્ટ્રોજન અંત:સ્રાવ ઝરે છે. આ ફૉલિકલની શોધ સૌપ્રથમ ગ્રાફે કરેલી. ઉપરાંત સ્વાદુપિંડ અને પ્રજનનતંત્રનો પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો…
વધુ વાંચો >ગ્રિફિથ્સ, મેરવિન
ગ્રિફિથ્સ, મેરવિન (જ. 8 જુલાઈ 1914, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 6 મે 2003) : અંડપ્રસવી સસ્તનો મોનોટ્રેમાટાના નિષ્ણાત. તેમના નિરીક્ષણ મુજબ કીડીખાઉ (anteater) એકિડ્નાનાં બચ્ચાં, સ્તનપ્રદેશમાં આવેલા વાળને ચૂસીને દુગ્ધપાન કરે છે. માતાની શિશુધાની(pouch)માં પ્રવેશતી વખતે બચ્ચાનું વજન 240 ગ્રામ જેટલું હોય છે. 43 દિવસમાં તેનું વજન દુગ્ધપાનથી 850 ગ્રામ થાય…
વધુ વાંચો >ગ્રીષ્મ નિદ્રા
ગ્રીષ્મ નિદ્રા : શુષ્ક કે ગરમ ઋતુમાં કેટલાંક પ્રાણીઓની ઠંડકવાળી જગ્યામાં ભરાઈ સુષુપ્ત જીવન ગુજારવાની નૈસર્ગિક ઘટના. ઠંડા લોહીવાળાં પ્રાણીઓ ઉનાળા જેવી ગરમીની ઋતુમાં બદલાતા પર્યાવરણમાં બહાર જીવી શકતાં નથી અને તેથી જમીન કે કાદવમાં ઊંડે ઘૂસી ગરમી સામે બચવા આવી અનુકૂળતા ગ્રહણ કરે છે. જે પ્રાણીઓ આવી રીતે શિયાળાની…
વધુ વાંચો >ઘરમાખી
ઘરમાખી : ચેપી રોગોનો ફેલાવો કરી માનવોને અત્યંત પરેશાન કરનાર, શ્રેણી દ્વિપક્ષ(diptera)ના musidae કુળનો કીટક. શાસ્ત્રીય નામ, Musca domestica. એ વિશ્વના દરેક દેશમાં જોવા મળતો અગત્યનો કીટક છે. માખીના વક્ષનો રંગ ભૂખરો અને પીળાશ પડતો હોય છે. તેના ઉપર ચાર કાળા પટ્ટા હોય છે. ઉદરપ્રદેશનો રંગ પીળાશ પડતો હોય છે.…
વધુ વાંચો >