પ્રહલાદ છ. પટેલ
પ્લૂટો
પ્લૂટો : દૂરબીન વડે પણ ન જોઈ શકાય તેવો સૂર્યમંડળનો દૂર છેવાડે આવેલો ગ્રહ. ખૂબીની વાત તો એ છે કે ગણિતીય તારણોને આધારે નેપ્ચૂન અને પ્લૂટોની શોધ થયેલી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર કરતાં સૂર્ય અને પ્લૂટો વચ્ચેનું અંતર 39ગણું વધારે છે. સૂર્યથી પ્લૂટોનું અંતર 5,90,01,00,000 કિમી. છે. તેની…
વધુ વાંચો >પ્લૅનેટેરિયમ
પ્લૅનેટેરિયમ : આકાશનું યથાર્થ વર્ણન કરતા ઘુમ્મટની છત ઉપર તારા અને ગ્રહોની ગતિના પ્રકાશીય પ્રક્ષેપણ માટેની પ્રયુક્તિ. પ્લૅનેટેરિયમને આકાશદર્શન માટેની બારી ગણી શકાય. અર્ધગોળાકાર ઘુમ્મટની છત ઉપર તારા, સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને આકાશીય પદાર્થોનું પ્રક્ષેપણની રીતે દર્શન કરી શકાય છે. તેના દ્વારા પૃથ્વી ઉપરથી તેમની ગતિનો ખ્યાલ મેળવી શકાય છે.…
વધુ વાંચો >ફર્ટ, આલ્બર્ટ
ફર્ટ, આલ્બર્ટ (જ. 7 માર્ચ 1938) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2007ના નોબેલ પુરસ્કારના વિજેતા. ગીગાબાઇટ હાર્ડ ડિસ્ક ડ્રાઇવની સફળતા માટે જવાબદાર બૃહત્કાય ચુંબકીય અવરોધ(giant magnetoresistance)ની શોધ બદલ પીટર ઍન્ડ્રિયાઝ ગ્રૂન્બર્ગની ભાગીદારીમાં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળેલો. ફર્ટ અને ગ્રૂન્બર્ગે આ શોધ લગભગ એક જ સમયે પણ સ્વતંત્રપણે કરેલી. પૅરિસના ઈકોલ…
વધુ વાંચો >ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (Physical Research Laboratory – PRL)
ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (Physical Research Laboratory – PRL) : ભૌતિકવિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓના સીમાક્ષેત્રે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધનની અદ્યતન સુવિધાઓ પૂરી પાડતી અમદાવાદ-સ્થિત આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળા. ખગોળવિજ્ઞાન (astronomy), ખગોળભૌતિકી (astrophysics), અવકાશવિજ્ઞાન (space science), વાતાવરણ-ભૌતિકવિજ્ઞાન (atmospheric physics), ભૂ-ભૌતિકવિજ્ઞાન (geophysics), પ્લાઝ્મા (plasma), પરમાણુ (atom), અણુ (molecule) અને કણ-ભૌતિકવિજ્ઞાન, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન (nuclear physics), લેસર…
વધુ વાંચો >ફ્રાઉડે આંક (Froude number)
ફ્રાઉડે આંક (Froude number) : જલવિજ્ઞાન (hydrology) અને તરલ યાંત્રિકી(fluid mechanics)માં તરલની ગતિ ઉપર ગુરુત્વ(gravitiy)ની અસર દર્શાવતો આંક. સામાન્ય રીતે ફ્રાઉડે આંકને નીચેના સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે : ફ્રાઉડેનો આંક જ્યાં d પ્રવાહની ઊંડાઈ છે; g ગુરુત્વપ્રવેગ છે; v એ નાના પૃષ્ઠ (અથવા ગુરુત્વ) તરંગનો વેગ છે. F…
વધુ વાંચો >ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck)
ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck) (જ. 15 મે 1951, મિનોલ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2004ના નોબેલ પુરસ્કારના વિજેતા. પ્રબળ આંતરક્રિયાના સિદ્ધાંતમાં ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ ડૅવિડ પોલિટ્ઝર અને ડૅવિડ ગ્રૉસની ભાગીદારીમાં આ પુરસ્કાર મળ્યો છે. પૉલિશ અને ઇટાલિયન ઉદગમના વિલ્ઝેકે ક્વીન્સની જાહેર શાળામાં શિક્ષણ મેળવ્યું.…
વધુ વાંચો >બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન
બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન (જ. 25 ઑક્ટોબર 1888, વિંચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 11 માર્ચ 1957, બૉસ્ટન) : ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર જનાર પ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક અને અન્વેષક. 1912માં તેણે અમેરિકન નૌસેના અકાદમીની પદવી લીધી. તે ઍન્ટાર્ક્ટિકાના અન્વેષક તરીકે પ્રખ્યાત છે. વર્જિનિયા યુનિવર્સિટીની સેનાન્દોહ લશ્કરી અકાદમીમાં અને યુ.એસ. નૌસેના અકાદમીમાં જોડાયા…
વધુ વાંચો >બર્મુડા ત્રિકોણ
બર્મુડા ત્રિકોણ : પચાસ જેટલાં વહાણો અને વીસેક વિમાનોને હડપ કરી ગયેલ ઉત્તર ઍટલાંટિક મહાસાગરનો વિસ્તાર. આ વિસ્તાર શેતાની ત્રિકોણ તરીકે ઓળખાય છે જે યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યની દક્ષિણ-પૂર્વે આવેલ છે. ઍટલાંટિક મહાસાગરમાં બર્મુડા અને ફ્લોરિડાને જોડતી એક રેખા, ક્યૂબા અને પ્યુર્ટો રીકોને સ્પર્શ કરીને જતી બીજી રેખા, અને વર્જિન ટાપુઓ…
વધુ વાંચો >બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત
બાર્ડિન–કૂપર–શ્રીફર (BCS) સિદ્ધાંત : અતિવાહકતા(super-conductivity)ની સફળ સમજૂતી આપતો સિદ્ધાંત. આ સિદ્ધાંત વડે સમજી શકાય છે કે વાહકમાં ઇલેક્ટ્રૉન, વ્યવસ્થિત રીતે અતિવહન-અવસ્થાઓની રચના કરે છે. તેથી અતિવાહક પદાર્થોના ગુણધર્મોની સરળતાથી આગાહી કરી શકાય છે. આવા ગુણધર્મો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે બંધબેસતા માલૂમ પડ્યા છે. BCS સિદ્ધાંત આવ્યા પછી અતિવાહકતાની સૈદ્ધાંતિક અને…
વધુ વાંચો >બાર્ડિન, જૉન
બાર્ડિન, જૉન (જ. 23 મે 1908, મેડિસન, વિસ્કૉનસિન, યુ.એસ.; અ. 1991) : એક જ વિષયમાં બે વખત નોબેલ પુરસ્કાર-વિેજેતા થયેલા પ્રખર ભૌતિકવિજ્ઞાની. અર્ધવાહકોના સંશોધન અને ટ્રાન્ઝિસ્ટરની શોધ માટે તેમને પ્રથમ વાર 1956માં નોબેલ પુરસ્કાર એનાયત થયો. આ પુરસ્કાર અર્ધવાહકો અને ટ્રાન્ઝિસ્ટરના ક્ષેત્રે મૌલિક પ્રદાન માટે સાથી સંશોધકો વિલિયમ શૉકલે અને…
વધુ વાંચો >