પ્રવીણચંદ્ર પરીખ
વૈષ્ણોદેવી
વૈષ્ણોદેવી : જમ્મુ-કાશ્મીર રાજ્યના ઊધમપુર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ગુફા–તીર્થ. આ તીર્થરચના અંગે એવી માન્યતા છે કે દેવીએ સ્વયં ત્રિશૂળનો પ્રહાર કરીને શિલામાં ગુફાનું નિર્માણ કર્યું હતું. આ દેવીતીર્થ સિદ્ધપીઠ મનાય છે. ગુફામાં પ્રવેશ માટે શરૂઆતમાં ખૂબ ઝૂકીને અથવા સૂતે સૂતે પ્રવેશ કરવો પડે છે. એમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની…
વધુ વાંચો >વ્યૂહવાદ
વ્યૂહવાદ : વૈષ્ણવ ધર્મમાં વીરોપાસનાનો સિદ્ધાંત. વીરોપાસનાનો પ્રારંભ તંત્રકાલીન વૈષ્ણવ ધર્મના પ્રચાર સાથે થયો હતો, જેમાં એના આરંભિક પુરુષો (1) વાસુદેવ કૃષ્ણ, (2) સામ્બ, (3) બલરામ, (4) પ્રદ્મુમ્ન, સંકર્ષણ અને અનિરુદ્ધ હતા. એમાં વાસુદેવ કૃષ્ણના ષાડગુણ્ય-વિગ્રહ-જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, બલ, વીર્ય અને તેજ – ને તેમના પાર્ષદો કે નિકટવર્તી વીરોમાં કલ્પિત…
વધુ વાંચો >વ્રત
વ્રત : સંકલ્પપૂર્વક કરવામાં આવતું કાર્ય. ઋષિમુનિઓએ વેદ-પુરાણો વગેરે આત્મસાત્ કરીને માનવના કલ્યાણ માટે અનેક ઉપાયો બતાવ્યા છે. એવા ઉપાયોથી દુઃખથી મુક્તિ મળે છે. તેમ એનાથી સુખ પણ પામી શકાય છે. વ્રત અને ઉપવાસ એ એવા પ્રકારના સરળ ઉપાયો છે. વેદકાળમાં વ્રતોનો ખાસ પ્રચાર નહોતો. પૌરાણિક કાળમાં એનો પ્રચાર વધી…
વધુ વાંચો >શક્તિસિંહ
શક્તિસિંહ : રાણા પ્રતાપના અનુજ ભાઈ. રાણા પ્રતાપથી રિસાઈને તત્કાલીન મુઘલ બાદશાહ અખબરને શરણે જઈ તેનું સેનાપતિપદ સ્વીકાર્યું. શક્તિસિંહે અકબર સમક્ષ રાજપૂતોના બધા ભેદ ખોલી દીધા. કહેવાય છે કે રાણા પ્રતાપ ઉપર આક્રમણ કરવામાં તેનો હાથ હતો. હલ્દીઘાટીનું યુદ્ધ થયું જેમાં રાણા પ્રતાપનો પરાજય થયો અને એ યુદ્ધમાં સેંકડો રાજપૂતો…
વધુ વાંચો >શચી
શચી : દાનવરાજ પુલોમાની પુત્રી, જેનાં લગ્ન ઇંદ્ર સાથે થયાં હતાં. જયંત શચીનો જ પુત્ર હતો. પુલોમાએ દેવાસુર સંગ્રામમાં પહેલાં અગ્નિ સાથે મળીને અને પછી વૃત્રાસુર સાથે મળીને ઇંદ્ર સાથે યુદ્ધ કર્યું હતું અને ઇંદ્રને હાથે પુલોમાનો વધ થતાં શચી ઇંદ્રને પ્રાપ્ત થઈ હતી. એક વાર દેવતાઓએ નહુષને ઇંદ્રપદ આપી…
વધુ વાંચો >શત્રુઘ્ન
શત્રુઘ્ન : દશરથ અને સુમિત્રાનો પુત્ર અને લક્ષ્મણનો સહોદર ભાઈ. વાલ્મીકિ રામાયણમાં તેને ભરતનો અભિન્ન સાથી કહ્યો છે. આથી પ્રાચીન સાહિત્યમાં રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નનો જોડી તરીકે ઉલ્લેખ થતો જોવામાં આવે છે. મોસાળમાંથી આવીને રામના વનવાસ અંગેના નિશ્ચયનો ભરતની જેમ શત્રુઘ્ને પણ ભારે વિરોધ કર્યો હતો. મંથરાને એ મારવા દોડ્યો હતો.…
વધુ વાંચો >શમીક
શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…
વધુ વાંચો >શર્મિષ્ઠા
શર્મિષ્ઠા : દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી, ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની સખી. એક દિવસ કોઈ કારણવશ શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી. રાજા યયાતિએ દેવયાનીને બહાર કાઢી અને બંનેનાં લગ્ન થયાં. શુક્રાચાર્યના આગ્રહથી અસુર જાતિના હિત માટે શર્મિષ્ઠાએ દેવયાનીની દાસી બનીને સાથે જવાનું સ્વીકાર્યું. ત્યાં યયાતિ શર્મિષ્ઠાના પ્રેમમાં પડ્યા અને તેની સાથેના સંબંધથી…
વધુ વાંચો >શાંતનુ
શાંતનુ : ભીષ્મપિતામહના પિતા, ગંગા અને સત્યવતીના પતિ તેમજ વિચિત્રવીર્ય અને ચિત્રાંગદના પિતા. હસ્તિનાપુરના રાજા શાંતનુની વીરતા પર વારી ગયેલ ગંગાએ એનું પત્નીત્વ સ્વીકાર્યું પણ સાથે શરત કરી કે એમનાથી ગંગાને જે સંતાન જન્મે તેને ગંગામાં જળસમાધિ આપવી. શાંતનુએ આ શરત સ્વીકારી અને એ મુજબ સાત સંતાનોને ગંગામાં પધરાવ્યાં. શાંતનુની…
વધુ વાંચો >શિવકાંચી
શિવકાંચી : દક્ષિણ ભારતનું એક શૈવ તીર્થ. અહીં 108 મંદિરો આવેલાં છે જેમાં મુખ્ય મંદિર એકાગ્રેશ્વરનું છે. સપ્તતીર્થ સરોવર પાસે આ વિશાળ મંદિર ત્રણ ગોપુર દ્વારોની ભીતર આવેલું છે. રેતિયા પથ્થરના મંદિરના ગર્ભગૃહમાં શ્યામવર્ણની લિંગમૂર્તિનાં દર્શન થાય છે. અહીં એકાગ્રેશ્વર પર જળાભિષેક થતો નથી. તેમનો અભિષેક ચમેલીના સુગંધિત તેલથી કરવામાં…
વધુ વાંચો >