પ્રવીણચંદ્ર પરીખ
રાણી ગુફા
રાણી ગુફા : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની જૈન ગુફાઓ પૈકીની મુખ્ય ગુફા. ઈ. પૂ. બીજી સદીમાં ઉદયગિરિમાં કંડારાયેલી આ ગુફા ત્યાંની 35 ગુફાઓમાં સહુથી પ્રાચીન હોવા ઉપરાંત તે રચના અને સજાવટની દૃદૃષ્ટિએ ભારતીય ગુફા-સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ગુફા બે મજલાની છે અને તેની મધ્યમાં ચોક…
વધુ વાંચો >રાબિયા બસરી
રાબિયા બસરી (જ. 714 કે 718; અ. 801, બસરા, ઇરાક) : મહાન સૂફીવાદી સ્ત્રી-સંત. કૈસિયવંશના એક ગરીબ પરિવારમાં જન્મેલ રાબિયાને બાળપણમાં કોઈ ઉઠાવી ગયું હતું અને તેમને દાસીરૂપે વેચી નાખવામાં આવ્યાં હતાં. બચપણથી જ ધાર્મિક વૃત્તિ અને અલ્લાહ પરની અપાર શ્રદ્ધાને લઈને માલિકે તેમને દાસીપણામાંથી મુક્ત કર્યાં હતાં. તે પછી…
વધુ વાંચો >રામકૃષ્ણ મિશન
રામકૃષ્ણ મિશન (સ્થાપના 1 મે 1897) : રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોમાં ઊંડી આસ્થા ધરાવનારા અને તે ઉપદેશોને આમજનતા સુધી પહોંચાડી શકે તેમજ સંતપ્ત, દુ:ખી અને પીડિત માનવજાતની નિ:સ્વાર્થ સેવા કરી શકે એવા સાધુઓ અને સંન્યાસીઓનું સ્વામી વિવેકાનંદે સ્થાપેલું સંગઠન. તેઓ આ સંગઠન દ્વારા વેદાંતદર્શનના ‘तत्वमसि’ સિદ્ધાંતને વ્યાવહારિક રૂપ આપવા માગતા હતા.…
વધુ વાંચો >રામચરણ
રામચરણ (જ. 1719, સૂરસેન, રાજસ્થાન; અ. 1798) : રામસનેહી સંપ્રદાયના સ્થાપક સંત. પૂર્વ કાળનું નામ રામકૃષ્ણ. વૈશ્ય પરિવારમાં જન્મ. મોટા થયે જયપુરના દરબારમાં નોકરી લીધી. 21મે વર્ષે એક ઘટનાથી જીવનપલટો આવ્યો. સ્વપ્નમાં પોતે નદીમાં તણાતા હતા ત્યારે કોઈ સાધુએ બચાવી લીધાનું દૃશ્ય જોયું. ઘર છોડી એ સાધુને શોધવા નીકળી પડ્યા.…
વધુ વાંચો >રામચરણદાસ
રામચરણદાસ (ઈ. સ. 1760–1835) : શૃંગારી રામોપાસનાના વ્યાપક પ્રચારક મહાત્મા. પ્રતાપગઢ જિલ્લાના એક કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. યુવાનીમાં થોડો સમય એ વિસ્તારના કોઈ રાજપરિવારમાં નોકરી કરી પછી વિરક્ત થઈ અયોધ્યા ચાલ્યા ગયા અને ત્યાં મહાત્મા બિંદુકાચાર્યના સાધક શિષ્ય તરીકે રહ્યા. ગુરુની સાથે ચિત્રકૂટ અને મિથિલાની યાત્રા કરી. શૃંગારી સાધનાનાં રહસ્યો…
વધુ વાંચો >રામતીર્થ, સ્વામી
રામતીર્થ, સ્વામી (જ. 22 ઑક્ટોબર 1873, મુરાલીવાલા, જિ. ગુજરાનવાલા, પંજાબ; અ. 17 ઑક્ટોબર 1906, ટિહરી) : આધુનિક કાલના આદર્શ સંન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતી વિદ્વાન. મૂળ નામ તીર્થરામ. પિતા હીરાનંદ ગોસ્વામી ગરીબ પુરોહિત હતા. તીર્થરામ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું, તેથી મોટાભાઈની દેખરેખ નીચે ઊછર્યા. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો શાળા…
વધુ વાંચો >રામદાસ (ગુરુ)
રામદાસ (ગુરુ) (જ. 1534; અ. 1581) : અમૃતસરનો પાયો નાખનાર શીખોના ચોથા ગુરુ. મૂળ નામ જેઠા. લાહોર પાસે ચુનેમંડી ગામે ખત્રી જાતિના સોધિ કુટુંબમાં જન્મ. પિતા હરિદાસ, માતા દયાકુંવરી. બાર વર્ષની વયે માતાપિતાનું અવસાન થતાં દાદી પાસે ઊછર્યા. નાનપણથી સાધુસંતોનાં દર્શન કરવા અને કથાવાર્તા સાંભળવા જતા. એક વાર શીખોના ગુરુ…
વધુ વાંચો >રામાનંદ
રામાનંદ (જ. આશરે 1299, પ્રયાગ; અ. 1411 બનારસ) : ઉત્તર ભારતમાં ભક્તિ-આંદોલનના પ્રવર્તક સંત. પ્રયાગના કાન્યકુબ્જ બ્રાહ્મણ-પરિવારમાં જન્મ. પિતા પુષ્પસદન શર્મા, માતા સુશીલાદેવી. બચપણથી વિચારશીલ અને ભગવત્-પરાયણ. યુવાવસ્થામાં દક્ષિણ ભારતમાં જઈ શ્રી-સંપ્રદાયના ગુરુ સ્વામી રાઘવાનંદ પાસે દીક્ષા લીધી. થોડા સમયમાં તેઓ શ્રી-સંપ્રદાયના પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાવા લાગ્યા. તેમણે ભારતભરમાં પર્યટન…
વધુ વાંચો >રામાનુજાચાર્ય
રામાનુજાચાર્ય (જ. 1017, પેરુમ્બુદુર અથવા ભૂતપુરી, તમિલનાડુ; અ. 1137) : વેદાંતમાં વિશિષ્ટાદ્વૈતના સ્થાપક આચાર્ય. વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય રામાનુજ થયા. તેમનાં માતા કાંતિમતી યામુનાચાર્યનાં પુત્રી હતાં અને તેમના પિતાનું નામ કેશવ યજ્વન્ હતું. યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા. રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું;…
વધુ વાંચો >રાવણ
રાવણ : રામાયણના સમયનો લંકાનો રાજા અને રામકથાનો પ્રતિનાયક. વિશ્રવણ તથા કૈકસી કે કેશિનીનો પુત્ર. પુલસ્ત્યનો પૌત્ર અને સુમાલિનો દૌહિત્ર. વાલ્મીકિ રામાયણ, મહાભારત, કૂર્મપુરાણ, પદ્મપુરાણ, દશાવતારચરિતમ્, આનંદ રામાયણ અને ‘રાવણવધ’ જેવી કૃતિઓમાં તેના ઉલ્લેખો મળે છે. પદ્મપુરાણ અનુસાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ્યા હતા. ‘દેવી…
વધુ વાંચો >