પ્રવીણચંદ્ર પરીખ
રઘુ
રઘુ : અયોધ્યાનો ઇક્ષ્વાકુ વંશનો પ્રસિદ્ધ રાજા. પૌરાણિક અનુશ્રુતિ મુજબ રાજા દિલીપને દિવ્ય નંદિની ગાયની સેવા કરવાના ફળરૂપે આ પુત્ર પ્રાપ્ત થયો હતો. તે બચપણથી જ ઘણો પ્રભાવશાળી હતો અને કિશોરવયે તેણે પિતાએ કરેલા અશ્વમેધમાં યજ્ઞના ઘોડાની રક્ષા કરવાની જવાબદારી સંભાળી હતી. દિલીપ પછી રાજગાદીએ આવતાં તેનો પ્રતાપ વધ્યો. તેણે…
વધુ વાંચો >રણથંભોર
રણથંભોર (જિ. જયપુર, રાજસ્થાન) : ઐતિહાસિક દુર્ગ. સવાઈ માધોપુર નગરથી 10 કિલોમીટર અને અલ્વરથી 37 કિલોમીટર દૂર ગાઢ જંગલો વચ્ચે આ દુર્ગ આવેલો છે. સીધી ઊંચી પહાડી પર લગભગ 15 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ દુર્ગને ફરતી ત્રણ કુદરતી ખાઈઓ છે, જેમાં જળ વહ્યા કરે છે. આ કિલ્લો દુર્ગમ છે અને…
વધુ વાંચો >રતિ
રતિ : પ્રેમ અને સૌંદર્યના દેવતા કામદેવની પત્ની. રતિનો ઉલ્લેખ પ્રાચીન કાળથી વેદ, શતપથ બ્રાહ્મણ અને ઉપનિષદોમાં પણ મળે છે. પરંપરામાં એને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી ગણવામાં આવે છે. પૌરાણિક પરંપરામુજબ તે દક્ષની પુત્રી અને શતપથ બ્રાહ્મણ અનુસાર એ ગંધર્વ કન્યા હોવાનું મનાય છે. જોકે દક્ષ અને ગંધર્વ આ બંને જાતિઓ…
વધુ વાંચો >રથ-મંદિરો
રથ-મંદિરો : મહાબલિપુરમમાં આવેલા એક ખડકમાંથી કોરેલાં મંદિરો. આ મંદિરો ચિંગલપેટ વિસ્તારમાં આવેલાં છે. તેમની રચના ઈ. સ. 630થી 678 દરમિયાન પલ્લવ વંશના રાજા નરસિંહવર્માએ કરાવી હતી. આ ભવનોની બાહ્ય રૂપરેખા રથાકાર હોઈ તેમને ‘રથ’ની સંજ્ઞા અપાઈ છે. તેમને કોઈ શોભાયાત્રાની સ્મૃતિ રાખવા પ્રતીકરૂપે કંડારવામાં આવેલાં હોવાની સંભાવના છે. જોકે…
વધુ વાંચો >રફાળેશ્વર
રફાળેશ્વર : સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલ સુપ્રસિદ્ધ શિવાલય. આ મંદિર મોરબીથી 9 કિમી. દૂર આવેલું છે. તેના શિલાલેખ અનુસાર વિ. સં. 2002(ઈ. સ. 1946)માં મહારાજા લખધીરસિંહજી ઠાકોરે જીર્ણોદ્ધાર કરાવી મંદિર-સંકુલમાં રફાળેશ્વર, હાટકેશ્વર, વાઘેશ્વર અને ભીમનાથની પુન:પ્રતિષ્ઠા અને શ્રી લખધીરેશ્વર, શ્રી ગદાધર, મહાકાળી તથા ભૈરવનાથની પ્રતિષ્ઠા પોતાના વરદ હસ્તે કરાવી હતી.…
વધુ વાંચો >રસિયા
રસિયા : વ્રજનાં લોકગીતોમાં ધ્રુપદ-ઘરાનાની વિશિષ્ટ ગાયકી. રસિયા એ ધ્રુપદ શૈલીનો શાસ્ત્રીય સંસ્કાર મનાય છે. હિંદુસ્તાની સંગીતને વ્રજભાષા અને સ્વામી હરિદાસજી તરફથી રસિયાની શાસ્ત્રીય અને લોકગીત બંને સ્વરૂપ પ્રાપ્ત થયાં હોવાનું પ્રતીત થાય છે. ‘આઇન-એ અકબરી’માં દેશી અને માર્ગી એવાં બે પ્રકારનાં ગીતોનો ઉલ્લેખ છે. એમાં દેશી શૈલીમાં મુખ્યત્વે ધ્રુપદનો…
વધુ વાંચો >રંગ અવધૂત
રંગ અવધૂત (જ. 21 નવેમ્બર 1898, ગોધરા; અ. 19 નવેમ્બર 1968, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : નારેશ્વરના લોકપ્રિય અવધૂતી સંત. મૂળ નામ પાંડુરંગ. ગોધરામાં સ્થિર થયેલા મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ વતની રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકાના દેવળ ગામના. પિતાનું નામ વિઠ્ઠલ વળામે અને માતાનું નામ રુક્મિણી. પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન…
વધુ વાંચો >રંગમંડપ
રંગમંડપ : ગુજરાતનાં સોલંકીકાલીન મંદિરોમાં ગર્ભગૃહની સંમુખ કરાતો સ્તંભાવલિયુક્ત મંડપ. તેને ‘સભામંડપ’ને નામે પણ ઓળખવામાં આવે છે. મહામંદિરોમાં મંડપને ચારેય બાજુ પૂર્ણ દીવાલોથી આચ્છાદિત કરવામાં આવે ત્યારે તેને ‘ગૂઢમંડપ’ કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ, મંડપના તલમાન(ground plan)માં ત્રણે બાજુ વિસ્તાર કરવામાં આવે ત્યારે તેને ‘મહામંડપ’ કહે છે. તલમાનની દૃષ્ટિએ મંડપની દીવાલ…
વધુ વાંચો >રંભા
રંભા : કશ્યપ અને પ્રાધાની કન્યા. એક અતિ સુંદર અપ્સરા. તે કુબેરની સભામાં નૃત્ય દ્વારા મનોરંજન કરાવતી હતી. કુબેરના પુત્ર નલ-કુબેર સાથે એ પત્ની રૂપે રહેતી હતી. રાવણે એનો ઉપહાસ કરતાં રંભાએ રાવણને શાપ આપેલો કે તે કોઈ પણ સ્ત્રીને એની ઇચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેણે તેના પ્રાણ ગુમાવવા…
વધુ વાંચો >રાગાનુરાગ સંબંધ રૂપા ભક્તિ
રાગાનુરાગ સંબંધ રૂપા ભક્તિ : અનુરાગ દ્વારા ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવનારી ભક્તિ. રૂપ ગોસ્વામીએ ગૌણી ભક્તિના એક પેટા-પ્રકારમાં આ ભક્તિ પ્રકારને મૂકી છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ પરત્વે ચાર પ્રકાર પ્રવર્તે છે : (1) દાસ્ય, (2) સખ્ય, (3) વાત્સલ્ય અને (4) દામ્પત્ય. હનુમાનનો રામચંદ્ર સાથે દાસ્ય-સંબંધ છે. સુદામા,…
વધુ વાંચો >