પ્રવીણચંદ્ર પરીખ
મિરાશી, વાસુદેવ વિષ્ણુ
મિરાશી, વાસુદેવ વિષ્ણુ (જ. 13 માર્ચ 1893, કુવળે, જિ. રત્નાગિરિ; અ. 3 એપ્રિલ 1985; નાગપુર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રાચ્યવિદ્યા-પંડિત. પિતા વિષ્ણુ ધોંડદેવ. માતા રાધાબાઈ. 1910માં મૅટ્રિક થયા પછી કોલ્હાપુરની રાજારામ કૉલેજ અને પુણેની ડેક્કન કૉલેજમાં અભ્યાસ કરી સંસ્કૃત વિષય સાથે બી. એ. (1914) અને એમ. એ. (1916) થતાં મુંબઈની…
વધુ વાંચો >મિશ્ર કેશવપ્રસાદ
મિશ્ર, કેશવપ્રસાદ (જ. ઈ. સ. 1885; અ. ઈ. સ. 1951) : કાશીના પંડિત. આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી હિંદી સાહિત્યજગતમાં પ્રવેશ્યા. પોતે ભાષા, વ્યાકરણ અને સાહિત્યશાસ્ત્રના પંડિત તરીકે ખ્યાતિ પામ્યા હતા. કાશીની નાગરી પ્રચારિણી પત્રિકાના સંપાદક તરીકે અને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના હિંદી વિભાગના અધ્યક્ષપદે રહીને હિંદી સાહિત્યની અનુપમ સેવા બજાવી. એમની…
વધુ વાંચો >મિશ્નહ
મિશ્નહ : યહૂદી ધર્મનો હિબ્રૂ ભાષામાં લખાયેલો ધર્મગ્રંથ. મિશ્નહનો અર્થ પુનરાવર્તન થાય છે. ઈ. સ. 220માં રચાયેલા આ ગ્રંથમાં યહૂદી પ્રજામાં ઉત્સવો અને વ્રતો, પ્રાર્થનાઓ, કૃષિધારાઓ, ગરીબોના અધિકારો, સ્ત્રીઓ સંબંધી એટલે કે લગ્ન અને છૂટાછેડાના કાયદાઓ, દીવાની અને ફોજદારી કાયદાઓ તેમજ ક્રિયાકાંડની ઝીણામાં ઝીણી વિગતોનું વિસ્તૃત વર્ણન છે. લૂઇસ બ્રાઉને…
વધુ વાંચો >મુકુંદદાસ
મુકુંદદાસ (જ. 1648, સૂરત; અ. 1718, ઉદયપુર, રાજસ્થાન) : પ્રણામી પંથના સંત કવિ. પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ કુંવરબાઈ. વૈષ્ણવ શ્રેષ્ઠી પરિવારમાં જન્મ થયો હોવા છતાં બાળપણથી જ વિરક્તવૃત્તિ ધરાવતા મુકુંદદાસે સ્થાનિક પાઠશાળામાં સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ વેદો, ઉપનિષદો, પુરાણો અને દર્શનશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી સૂરતના વિદ્વાનોમાં પંકાયા.…
વધુ વાંચો >મુખમંડપ
મુખમંડપ : મંદિરના ગર્ભગૃહ અથવા મંડપની પ્રવેશચોકી. તેને અર્ધમંડપ કે શૃંગારચોકી પણ કહેવામાં આવે છે. ‘સમરાંગણ સૂત્રધાર’માં એને ‘પ્રાગ્રીવ’ કે ‘પ્રાગ્ગ્રીવ’ નામે ઓળખાવેલ છે. એની રચના ગર્ભગૃહની સંમુખ થાય ત્યારે તેના તલમાનનું પ્રમાણ ગર્ભગૃહ જેટલું કે તેનાથી ઓછું રખાય છે. મોટાં મંદિરોમાં તેનું પ્રમાણ ગર્ભગૃહથી ત્રીજા ભાગનું અર્થાત્ 3 :…
વધુ વાંચો >મુગટરામજી મહારાજ
મુગટરામજી મહારાજ (જ. 21 એપ્રિલ 1874, મંજુસર, તા. સાવલી; અ. 14 એપ્રિલ 1924, મંજુસર) : ગુજરાતના સિદ્ધકોટિના સનાતની સંતપુરુષ. પિતા આદિતરામ, માતા દિવાળીબા. નાદેરા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મામા દાજીરામ જાની સિદ્ધપુરુષ હતા અને મંજુસરના મહાત્મા તરીકે પંકાયા હતા. મુગટરામ મામા પાસે રહી ભણ્યા અને તેમને જ સદગુરુ માની તેમની ખૂબ…
વધુ વાંચો >મુઘલ સ્થાપત્ય
મુઘલ સ્થાપત્ય : મુઘલ શાસકો(1526–1707)ના રાજ્યાશ્રય અને પ્રોત્સાહનથી ભારતમાં નિર્માણ પામેલું સ્થાપત્ય. મુઘલ સમ્રાટો સ્થાપત્યપ્રેમી હતા અને તેમની પાસે અઢળક ખજાનો હતો તેથી તેમના શાસનકાલમાં સ્થાપત્યકલાની અભૂતપૂર્વ ઉન્નતિ થઈ. તેમણે ઈરાની અને ભારતીય શૈલીના સમન્વય દ્વારા મુઘલ સ્થાપત્યશૈલીનો વિકાસ કર્યો. બાબર સ્થાપત્યકલાનો ચાહક હતો. તેણે બંધાવેલી ઘણીખરી ઇમારતો નાશ પામી…
વધુ વાંચો >મુલતાનની મુસ્લિમ ઇમારતો
મુલતાનની મુસ્લિમ ઇમારતો : વિદેશી મુસ્લિમ સ્થાપત્યશૈલી અનુસાર સૈકાઓ સુધી બંધાયેલી ભવ્ય ઇમારતો. આ પ્રાંતમાં 8મી સદીમાં મોહમ્મદ બિન કાસિમ દ્વારા આધિપત્ય સ્થપાયા પછી અનેક સદીઓ સુધી મુસ્લિમ સ્થાપત્યો બંધાતાં રહ્યાં. ઊંચી પીઠ, મહેરાબદાર તોરણદ્વારો, વિશાળ ઊંચા ઘુંમટ, દીવાલોમાં મોટા ગોખલા, કળશયુક્ત બુરજો વગેરે મુલતાની ઇમારતોનાં લક્ષણ છે. આ ઇમારતો…
વધુ વાંચો >મેકણદાદા
મેકણદાદા (જ. આશરે 1664, ખોંભડી, તા. નખત્રાણા; અ. 10 ઑક્ટોબર, 1729, ધ્રંગ, તા. ભુજ) : કચ્છમાં નાથયોગીઓની પરંપરાના કાપડી પંથના માનવતાવાદી સંત. મૂળ નામ મોકાજી. પિતા હરધોળજી ખોઁભડીના ભાટી રાજપૂત. નાનપણથી વૈરાગ્યવૃત્તિના મોકાજીને સંસાર પ્રત્યે વિતૃષ્ણા જાગતાં સત્યશોધન માટે ઘર છોડ્યું. ગાંગોજી નામે કાપડી સંત પાસે દીક્ષા લેતાં ‘મેકરણ’ નામ…
વધુ વાંચો >મૅક્સમૂલર
મૅક્સમૂલર (જ. 6 ડિસેમ્બર 1823, ડીસાઉ, જર્મની; અ. 28 ઑક્ટોબર 1900, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ, તત્વચિંતક, ભારોપીય (Indo-European) ભાષાશાસ્ત્રી. પૂરું નામ મૅક્સમૂલર ફ્રેડરિક. પિતા વિલ્હેમ મૂલર કવિ. માતામહ એક નાના રજવાડાના દીવાન. 1836 સુધી વતન ડીસાઉમાં અને ત્યારબાદ 1841 સુધી લિપઝિગમાં રહી શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ લિપઝિગ યુનિવર્સિટીમાં ગ્રીક…
વધુ વાંચો >