પ્રવીણચંદ્ર પરીખ

બ્રહ્માણી (માતૃકા)

બ્રહ્માણી (માતૃકા) : સપ્તમાતૃકાઓ પૈકીની એક માતૃકા. આ માતૃકાની ગુજરાતમાં અનેક જ્ઞાતિઓની કુળદેવતા તરીકે પૂજા થતી જોવામાં આવે છે અને તેનાં સ્વતંત્ર મંદિરો પણ ક્યાંક ક્યાંક નજરે પડે છે. સાધારણ રીતે બ્રહ્માની પૂજા થતી નથી પરંતુ બ્રહ્માણીની પૂજા થાય છે. આ દેવીનું સ્વરૂપ બ્રહ્માજીને મળતું હોય છે. તેમને ચાર મુખ…

વધુ વાંચો >

બ્રાહ્મી લિપિ

બ્રાહ્મી લિપિ : પ્રાચીન ભારતની સર્વાંગપૂર્ણ વિકસિત લિપિ. આ લિપિના પ્રાચીનતમ નમૂનાઓ મૌર્ય સમ્રાટ અશોક(ઈ.પૂ. 268–ઈ.પૂ. 231)ના અભિલેખોમાં મળે છે. જૈન આગમગ્રંથ ‘સમવાયંગસૂત્ર’ (ઈ.પૂ. ત્રીજી સદી) અને ‘પણ્ણવણાસૂત્ર’(ઈ.પૂ. બીજી સદી)માં અઢાર લિપિઓની સૂચિ અપાઈ છે. તેમાં તેમજ બૌદ્ધ ગ્રંથ ‘લલિતવિસ્તર’(ઈ.સ. ત્રીજી સદી)માં અપાયેલ 64 લિપિઓની સૂચિમાં પ્રથમ નામ બ્રાહ્મી લિપિનું…

વધુ વાંચો >

ભક્ત જલારામ

ભક્ત જલારામ (જ. 4 નવેમ્બર 1799, વીરપુર; અ. 23 ફેબ્રુઆરી 1881, વીરપુર) : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સદાવ્રતી સંત. પિતા પ્રધાન ઠક્કર, માતા રાજબાઈ. જલારામને નાનપણથી જ રામનામસ્મરણ, સંતસેવા તરફ વિશેષ ખેંચાણ હતું. તેમનાં લગ્ન આટકોટના પ્રાગજી ઠક્કરનાં પુત્રી વીરબાઈ સાથે થયાં હતાં. લગ્ન પછી પિતાની દુકાને બેસવા લાગ્યા, પણ સાધુ-સંતો દુકાને…

વધુ વાંચો >

ભક્તમાલ

ભક્તમાલ (1658) : રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તકવિ નાભાજી કે નાભાદાસનો પ્રસિદ્ધ ગ્રંથ. હિંદીના ચરિત્રસાહિત્યનો પ્રથમ ગ્રંથ. રામાનંદ સંપ્રદાયના ગુરુ અગ્રદાસની આજ્ઞાથી નાભાજીએ આ ગ્રંથની રચના કરી હતી. વ્રજભાષામાં લખાયેલો આ ગ્રંથ 198 છપ્પય (ષટ્પદીઓ) અને કેટલાક દોહાઓ ધરાવે છે. ગ્રંથ સૂત્ર રૂપે લખાયો હોઈ તે ભાષ્ય કે ટીકાઓની સહાય વિના…

વધુ વાંચો >

ભક્તિભાવના

ભક્તિભાવના : જગતના તમામ ધર્મોમાં ઇષ્ટદેવ પ્રત્યે સેવાતો ભક્તિભાવ. પૂજા, પ્રાર્થના, ભજન, કીર્તન અને જુદાં જુદાં વ્રતો તેમજ ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે. દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્વ માનવામાં આવે છે. આ દિવ્ય અને અલૌકિક તત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દૃષ્ટિગોચર થતું…

વધુ વાંચો >

ભગવત રસિક

ભગવત રસિક (જ. ઈ. સ. 1738; અ. –) : વિરક્ત પ્રેમયોગી સાધુ. એમના પૂર્વજીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નિંબાર્ક સંપ્રદાયના ટટ્ટી સંસ્થાનના ગાદીપતિ સ્વામી લલિતમોહિનીદાસના તેઓ શિષ્ય હતા. નિર્ભીક, નિસ્પૃહ, સત્યવાદી અને ત્યાગી મહાત્મા તરીકે એમની ખ્યાતિ પ્રસરી હતી. ઈ. સ. 1802માં સ્વામી લલિતમોહિનીદાસનું નિધન થતાં તેમના મુખ્ય શિષ્ય…

વધુ વાંચો >

ભદ્ર

ભદ્ર : ગુજરાતનાં મંદિરોમાં ગર્ભગૃહની રચના અને તેના ઊર્ધ્વમાન પરત્વે વૈવિધ્ય આણવા અને મંદિરની દીવાલને મજબૂતાઈ આપવા માટે તેના બહારના ભાગમાં ત્રણે બાજુએ, મધ્યમાં કરવામાં આવતી નિર્ગમિત રચના. આ રચનાથી ગર્ભગૃહના નકશામાં તારાકૃતિ રચાય છે. ઊર્ધ્વદર્શનમાં ગર્ભગૃહની બહારની દીવાલમાં છેક નીચે જંઘા, તેની ઉપર મંડોવર અને મહામંદિરોમાં છેક શિખરના તળિયા(પાયચા)થી…

વધુ વાંચો >

ભરણી

ભરણી : ગુજરાતનાં પૂર્ણવિકસિત સોલંકીકાલીન મંદિરોની પછીતની બહારની દીવાલ(મંડોવર)નો ઉપરના ભાગમાં ઉદગમ અને શિરાવટી વચ્ચે કરવામાં આવતો અલંકૃત થર. આ થર દસમી સદી અને પછીનાં મહામંદિરોમાં જોવામાં આવે છે. દસમી સદીમાં ભરણી ચોરસ અને ક્યારેક બેવડી કરવામાં આવતી. ત્યારે તેના પર તમાલપત્રનું અંકન કરવાનો ચાલ શરૂ થયો નહોતો. પૂર્ણવિકસિત ભરણી…

વધુ વાંચો >

ભરથરી (ગાથા)

ભરથરી (ગાથા) : રાજા ભરથરીની લોકગાથા. આ લોકગાથા સારંગી વગાડીને ભિક્ષા માંગતા જોગીઓ દ્વારા મૂળ પ્રેમપૂર્વક ગાવામાં આવતી હોય છે. આ જોગીઓ કોઈને આખી ગાથા ગાઈ સંભળાવતા નથી કેમ કે, તેઓ એવી માન્યતા ધરાવે છે કે આખી ગાથા ગાઈ સંભળાવનાર અને એને સાંભળનારનો સર્વનાશ થાય છે. સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ રાજા…

વધુ વાંચો >

ભરહુતનો શિલ્પ-વૈભવ

ભરહુતનો શિલ્પ-વૈભવ : મધ્યપ્રદેશ(જિ. સતના)ના ભરહુત નામના સ્થળેથી 1873માં મેજર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમે એક બૌદ્ધ સ્તૂપના અવશેષો શોધી કાઢ્યા હતા. આ સ્તૂપના અવશેષો મુખ્યત્વે ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા, મ્યુનિસિપલ મ્યુઝિયમ, અલાહાબાદ અને સતના, વારાણસી તેમજ મુંબઈનાં મ્યુઝિયમોમાં સંગૃહીત છે. સ્તૂપ તો નષ્ટ થયો છે. પણ એની વેદિકા અને સ્તંભો પરનાં અંશમૂર્ત…

વધુ વાંચો >