પ્રવીણચંદ્ર પરીખ

બેઝમેન્ટ

બેઝમેન્ટ : ભવનનો છેક નીચેનો એવો માળ જે જમીનમાં અંશત: કે પૂરેપૂરો આવેલો હોય. ક્યારેક જમીનના સ્તરેથી પણ એ શરૂ થતો હોય તો તે ઉપલા બધા મજલાઓથી ઓછી ઊંચાઈ ધરાવતો હોય છે. આંતરિક રચના પરત્વે તે તેની ઉપરના મુખ્ય મજલા સાથે સંલગ્ન હોય છે. ‘બેઝમેન્ટ’ સેલરથી ભિન્ન છે. બેઝમેન્ટનો ઉપયોગ…

વધુ વાંચો >

બૅનરજી, રાખાલદાસ

બૅનરજી, રાખાલદાસ (જ. 12 એપ્રિલ 1885, બહેરામપુર, જિ. મુર્શિદાબાદ; અ. 1930, કલકત્તા) : ભારતીય પુરાતત્વવેત્તા, ઇતિહાસકાર અને સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરમાં, ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. 1905માં બી.એ. અને 1909માં એમ.એ. થયા. શરૂઆતમાં કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્વ…

વધુ વાંચો >

બેયૉન મંદિર

બેયૉન મંદિર : પ્રાચીન કંબુજદેશ(કંબોડિયા)ના પાટનગર અંગકોરથોમમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. કંબુજસમ્રાટ જયવર્મા 7મા(1181–1218)એ રાજધાની અંગકોર-થોમ વસાવી તેને ફરતો કિલ્લો, કિલ્લાને ફરતી ખાઈઓ, કિલ્લામાં પ્રવેશવા માટેનાં પાંચ પ્રવેશદ્વારો, નગરની વીથિઓની આંતરિક રચના વગેરેનું ગણતરીપૂર્વકનું આયોજન કરેલું હોવાથી એ તત્કાલીન જગતનું એક નમૂનેદાર નગર બન્યું હતું. આ નગરની મધ્યમાં એ વખતે…

વધુ વાંચો >

બેલુરનું ચેન્નાકેશવ મંદિર

બેલુરનું ચેન્નાકેશવ મંદિર (ઈ. 1174) : કર્ણાટક રાજ્યના બેલુર(જિ. હસન)માં આવેલું ચેન્નાકેશવ નામનું પ્રસિદ્ધ મંદિર. હોયસળ શૈલીએ બંધાયેલ મંદિર ઊંચા પ્રાકાર વચ્ચે નિર્મિત છે. મંદિરનું તલદર્શન અષ્ટભદ્રાકૃતિ સ્વરૂપનું છે. ઊંચા સુશોભિત પીઠ પર પૂર્વાભિમુખ ઊભેલ મંદિરનું પીઠ સહિતનું તલમાન 58 × 50 મીટરનું છે અને તે ગર્ભગૃહ, અંતરાલ, વિમાન (મંડપ) અને…

વધુ વાંચો >

બોધિગયા (બુદ્ધગયા)

બોધિગયા (બુદ્ધગયા) : બિહાર રાજ્યના ગયા જિલ્લાનું ગામ અને પવિત્ર સ્થાનક. ભૌગોલિક સ્થાન : તે 24o 42´ ઉ. અ. અને 84o 59´ પૂ. રે. પ્રાચીન કાળમાં નિરંજના (હાલમાં ફલ્ગુ) નામે ઓળખાતી નદીના કાંઠે આવેલા આ સ્થળે બોધિવૃક્ષની નીચે ભગવાન ગૌતમ બુદ્ધને સંબોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ વૃક્ષ 2,600 વર્ષથી આજે…

વધુ વાંચો >

બોધિવૃક્ષ (શિલ્પ વિધાન)

બોધિવૃક્ષ (શિલ્પ વિધાન) : બુદ્ધની પ્રતિમાના સર્જન પહેલાં પ્રચલિત પૂજાનું મહત્વનું પ્રતીક. બૌદ્ધ સંપ્રદાયોમાં બોધિવૃક્ષને ‘જ્ઞાનવૃક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. જે વૃક્ષ નીચે બેસીને ગૌતમને બોધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં તેઓ બુદ્ધ થયા એ વૃક્ષને ‘બોધિવૃક્ષ’ કહેવામાં આવે છે. પ્રતીક તરીકે એ એક ચૈત્યનું સ્વરૂપ ધરાવે છે. એને ફરતી વેદિકા રચી તેની…

વધુ વાંચો >

બૌદ્ધ-સંગીતિ

બૌદ્ધ-સંગીતિ : બૌદ્ધ મહાસ્થવિરો(થેરો)ની ચાર મહાસભાઓ. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી રાજગૃહ(આધુનિક રાજગિરિ)માં પ્રથમ સંગીતિ મળી જેમાં બુદ્ધના મુખ્ય શિષ્ય મહાકશ્યપ અધ્યક્ષ હતા. બુદ્ધે પોતાના ઉપદેશોને લિપિબદ્ધ કરાવ્યા નહોતા આથી આ મહાસભા સમક્ષ એમના ત્રણ મુખ્ય શિષ્યો – મહાપંડિત મહાકશ્યપ, સહુથી વયોવૃદ્ધ ઉપાલિ અને સૌથી પ્રિય શિષ્ય આનંદે બુદ્ધના ઉપદેશોનું સમૂહગાન…

વધુ વાંચો >

બૌધાયન

બૌધાયન (ઈ. પૂ. 600થી ઈ. પૂ. 300) : કૃષ્ણ યજુર્વેદ શાખાના પ્રવર્તક આચાર્ય. તેઓ દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીના અંતર્વર્તી ક્ષેત્રમાં રહેતા હતા. આ શાખાના ઘણા બ્રાહ્મણો આજે પણ આ વિસ્તારમાં રહે છે. પ્રસિદ્ધ વેદભાષ્યકાર સાયણાચાર્ય આ શાખાના હતા. તેમણે રચેલાં શ્રોતસૂત્ર, ધર્મસૂત્ર અને ગૃહ્યસૂત્ર વિખ્યાત છે. ‘શ્રૌતસૂત્ર’માં કૃષ્ણ યજુર્વેદને લગતાં…

વધુ વાંચો >

બ્રહ્મચર્યાશ્રમ

બ્રહ્મચર્યાશ્રમ : વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું કેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેનાં અવતરણો ઉપયોગી થશે. : ‘બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ,…

વધુ વાંચો >

બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા

બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા : ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના સંગ્રહાલયમાં સુરક્ષિત જૈન પરંપરાની બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા. યક્ષોનાં વર્ણન વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. તેમને ભૂત, કિન્નર, રાક્ષસ, ગંધર્વ, નાગ અને દાનવની શ્રેણીમાં મૂકવામાં આવે છે. પ્રાચીન ભારતમાં એમની પૂજા-ઉપાસના વ્યાપક પ્રમાણમાં થતી હતી. જૈન પરંપરામાં યક્ષ અને…

વધુ વાંચો >