પ્રવીણચંદ્ર પરીખ
બાલુસ્ટર
બાલુસ્ટર : વેદિકા-સ્તંભ અથવા કઠેડાની થાંભલીઓ. આમાં સરખા માપની થાંભલીઓની હરોળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેનાથી કઠેડા કે શીર્ષિકા(coping)ને આધાર મળી રહે છે. સીડીનાં પગથિયાંના એક કે બે છેડે, મોટી બારીઓમાં, અગાશી કે ઝરૂખાના અગ્રભાગમાં કરવામાં આવતા કઠેડાઓમાં બાલુસ્ટરનો પ્રયોગ થતો જોવામાં આવે છે. પિત્તળ કે લોખંડ જેવી…
વધુ વાંચો >બાલ્ટિક ભાષાઓ
બાલ્ટિક ભાષાઓ : બાલ્ટિક સમુદ્રના પૂર્વકિનારાના પ્રદેશોમાં બોલાતી ભાષાઓ. મૂળમાં ભારત-યુરોપીય ભાષાસમુદાયની એક શાખારૂપ આ ભાષાઓમાં વર્તમાનમાં બોલાતી લિથુઆનિયન અને લૅટ્વિયન ઉપરાંત કાળબળે લુપ્ત થયેલી જૂની પ્રશિયન, યોત્વિન્જિયન, ક્યુરોનિયન, સેલોનિયન, અર્ધગેલ્લિયન ભાષાઓનો પણ સમાવેશ થતો હતો. આ પૈકી લિથુઆનિયન, લૅટ્વિયન અને જૂની પ્રશિયન ત્રણેયનાં લિખિત પ્રમાણો ચૌદમી સદીથી પ્રાપ્ત થયાં…
વધુ વાંચો >બાહલિક (રાજા)
બાહલિક (રાજા) : કુરુવંશનો એક પ્રતાપી રાજા. તે બાહલિક દેશના રાજા પ્રતીપ અને રાણી સુનંદાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. જરાસંધનો મિત્ર હોઈને તે મથુરા પરના આક્રમણ વખતે જરાસંધની સહાયતામાં રહ્યો હતો. જરાસંધે તેને દક્ષિણ પ્રવેશદ્વાર અને ગોમાંતકથી દક્ષિણના પ્રદેશનો અધિપતિ બનાવ્યો હતો. તેની બહેનો રોહિણી અને પૌરવીનાં લગ્ન યાદવનેતા વસુદેવ…
વધુ વાંચો >બિંદુ
બિંદુ : શબ્દ-સાધનામાં સંસારમાં વ્યાપ્ત અનાહત નાદને પિંડમાં પણ માનેલો છે. નાદથી પ્રકાશ થાય છે અને પ્રકાશનું વ્યક્ત રૂપ બિંદુ છે, જે તેજનું પ્રતીક છે. બિંદુના ત્રણ પ્રકાર છે : ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા. નાદ અને બિંદુની આ ક્રીડા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પિંડમાં એ બિંદુ વીર્યબિંદુના રૂપમાં હોય છે અને…
વધુ વાંચો >બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ
બિંબટંક-આહત સિક્કા પદ્ધતિ : ભારતના સહુથી પ્રાચીન સિક્કા પાડવાની પદ્ધતિ. આ પદ્ધતિનો કંઈક ખ્યાલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કૂટ-રૂપકારકના સંદર્ભમાં આપેલો છે. એમાં જણાવ્યા પ્રમાણે પહેલાં ધાતુને ભઠ્ઠીમાં મૂષા (ધાતુ ગાળવાની કુલડી)માં ઓગાળવામાં આવતી ને વિવિધ ક્ષાર વડે શુદ્ધ કરવામાં આવતી. પછી એના ઠરેલા ગઠ્ઠાને અધિકરણી (એરણ) પર મુષ્ટિકા (હથોડી) વડે ટીપીને…
વધુ વાંચો >બીબી અજાણીની દરગાહ
બીબી અજાણીની દરગાહ (દાંડી) : ગુજરાત રાજ્યમાં દાંડીના દરિયાકિનારે આવેલી બીબી અજાણી(હાજિયાણી)ની દરગાહ. તે ‘માઇસાહેબા મજાર’ તરીકે જાણીતી છે. આ સ્થાનક દાઉદી વહોરા કોમનું છે. અસલમાં આ મુઘલકાલીન દરગાહ છે; પરંતુ તેનું મકાન ઈ. સ. 1792માં (હિ. સં. 1207) બનાવવામાં આવેલું અને તેનું સમારકામ ઈ. સ. 1967(હિ. સં. 1382)માં કરવામાં…
વધુ વાંચો >બુદ્ધ (વૈદિક પ્રતીક)
બુદ્ધ (વૈદિક પ્રતીક) : બુદ્ધના લોકોત્તર રૂપનું વૈદિક પ્રતીક. બુદ્ધના માનુષી રૂપ – ગૌતમ બુદ્ધ વિશે સાહિત્યે ગમે તેવાં વર્ણનો કર્યાં હોય પણ બુદ્ધના લોકોત્તર રૂપનો આધાર તો વૈદિક પ્રતીક છે. ‘લલિત વિસ્તર’માં બુદ્ધની જીવનલીલાનાં વર્ણનનો વિસ્તાર એ ધર્મના લોકોત્તરવાદી આચાર્યોએ વૈદિક પ્રતીકોના આધારે કર્યો છે. દા. ત., તુષિત સ્વર્ગનો…
વધુ વાંચો >બુધ (મૂર્તિવિધાન)
બુધ (મૂર્તિવિધાન) : હિંદુ ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાંના નવ ગ્રહ તરીકે જાણીતા ગ્રહો પૈકીનો એક. ગ્રહો કેટલાંક મંદિરોમાં પૂજાતા હોવાથી ત્યાં એમની મૂર્તિઓ જોવામાં આવે છે. બુધને સામાન્યપણે ચંદ્રનો પુત્ર ગણવામાં આવે છે. તેની મૂર્તિ સિંહાસન પર બેઠેલી હોય છે. તેને પીળાં પુષ્પોનો હાર, સોનાના અલંકારો પહેરાવાય છે. બુધના શરીનો વર્ણ…
વધુ વાંચો >બુદ્ધિસાગરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ (જ. 31 જાન્યુઆરી 1874, વિજાપુર; અ. 9 જૂન 1925, વિજાપુર) : જૈન ધર્મના સુપ્રસિદ્ધ કવિ, લેખક, શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ તપસ્વી આચાર્ય. દીક્ષા પૂર્વેનું નામ બેચરદાસ શિવાભાઈ પટેલ. જ્ઞાતિએ કડવા પાટીદાર. વિજાપુરની ગ્રામશાળામાં ગુજરાતી છ ચોપડી સુધી અભ્યાસ. ધીમે ધીમે સ્વપ્રયત્ને સંસ્કૃત અને પ્રાકૃત શીખ્યા. પિતૃપક્ષે શિવપૂજક અને માતૃપક્ષે વૈષ્ણવ ધર્મના…
વધુ વાંચો >બુલંદ દરવાજો
બુલંદ દરવાજો : ફતેહપુર સિક્રીનાં પ્રસિદ્ધ ભવનોમાં સહુથી ઊંચી અને ભવ્ય ઇમારત. તેને ત્યાંની જામી મસ્જિદના શાહી દરવાજાનું રૂપ આપવામાં આવ્યું છે અને તે દરવાજો શેખ સલીમ ચિશ્તીની દરગાહની બરાબર સમ્મુખ કરવામાં આવેલો છે. મુઘલ બાદશાહ અકબરે ગુજરાતવિજય કર્યો તેના સ્મારક રૂપે આ દક્ષિણ દરવાજો નવીન પદ્ધતિએ 1602માં કરાવ્યો હતો.…
વધુ વાંચો >