પત્રકારત્વ

સન્ડે ઑબ્ઝર્વર

સન્ડે ઑબ્ઝર્વર : લંડનથી પ્રકાશિત અંગ્રેજી અખબાર. પ્રારંભ 4-12-1791. આ અખબારની શરૂઆત અને તેનાં પ્રારંભનાં વર્ષો રસપ્રદ છે. ડબ્લ્યૂ. એસ. બોર્ન નામના એક ઉત્સાહીને અખબાર શરૂ કરવાનો ચસકો લાગ્યો અને તેમણે 100 પાઉન્ડ ઉછીના લીધા. 4 ડિસેમ્બર, 1791ના રોજ ‘સન્ડે ઑબ્ઝર્વર’નું પ્રકાશન શરૂ થયું. તે દિવસે રવિવાર હતો. બોર્ને તેમના…

વધુ વાંચો >

સમકાલીન (1984થી 2005)

સમકાલીન (1984થી 2005) : ગુજરાતી અખબાર, મુંબઈ. સ્થાપક-તંત્રી : હસમુખ ગાંધી. પ્રારંભ : 14-1-1984. લગભગ 20 વર્ષ ચાલ્યા બાદ ‘સમકાલીન’ 7-8-2005ના રોજ બંધ પડ્યું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જૂથના આ ગુજરાતી અખબારનો પ્રારંભ ભારે રોમાંચક અને ઉત્સાહજનક હતો. ’80ના દાયકામાં મુંબઈમાં 30 લાખ જેટલા ગુજરાતીઓ હતા. એક માન્યતા પ્રમાણે ગુજરાતના મુખ્ય શહેર…

વધુ વાંચો >

સમભાવ

સમભાવ : ગુજરાતી અખબાર. પ્રારંભ : 12 માર્ચ 1986. પીઢ પત્રકાર ભૂપત વડોદરિયાના તંત્રીપદ હેઠળ 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં શરૂ થયેલું આ અખબાર હાલ (2005-06) આમ તો ‘મેટ્રો સમભાવ’ના નામથી ઓળખાય છે. એક નાના દૈનિકથી પ્રારંભ કરનાર આ સમાચાર-પત્ર 20 વર્ષના ગાળામાં એક મોટા અખબારી જૂથ તરીકે પ્રસ્થાપિત થયું છે. ‘સમભાવ…

વધુ વાંચો >

સમાચાર

સમાચાર : સાંપ્રત ઘટના વિશેની માહિતી. ઘણુંખરું સામાજિક મહત્ત્વની તથા વ્યક્તિગત સંવેદનોને સ્પર્શતી ઘટનાનું વર્ણન તથા વિવરણ. સમાચારનું મૂળ ઘટના છે; પરંતુ પ્રત્યેક ઘટના સમાચાર નથી. જે ઘટનાનો અહેવાલ છાપામાં પ્રસિદ્ધ થાય તેને સમાચાર કહેવાય. સમાચારનો અંગ્રેજી શબ્દ ‘ન્યૂઝ’ (NEWS) ચારેય દિશાઓ માટેના અંગ્રેજી શબ્દોના પ્રથમ અક્ષરથી બનેલો છે, એટલે…

વધુ વાંચો >

સમાલોચક

સમાલોચક : ઈ. સ. 1896માં પ્રકાશિત થયેલું નોંધપાત્ર સામયિક. ઈ. સ. 1913 સુધી ત્રૈમાસિક રહ્યા પછી એ માસિક રૂપે પ્રગટ થવા લાગ્યું હતું. આ માસિકની સ્થાપના પાછળ ‘સરસ્વતીચંદ્ર’ના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રેરણા અને માર્ગદર્શન રહ્યાં છે. પુસ્તક પ્રકાશન અને વિક્રેતા એન. એમ. ત્રિપાઠીની કંપની દ્વારા આ સામયિક પ્રકાશિત થતું હતું.…

વધુ વાંચો >

સયાજીવિજય

સયાજીવિજય : વડોદરાનું સૌપ્રથમ ગુજરાતી સાપ્તાહિક. 1890માં મુંબઈથી વડોદરા આવેલા શ્રી દામોદર સાંવળારામ પદેએ વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સહાનુભૂતિ અને સહકારથી ‘સયાજીવિજય’ શરૂ કર્યું અને એક જ વર્ષમાં સંગીન પાયા પર મૂકી દીધું. આ સાપ્તાહિકમાં મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી – એમ ત્રણ વિભાગ આવતા. સમય જતાં એ અઠવાડિયામાં બે વખત…

વધુ વાંચો >

સરસ્વતી (સામયિક) (1890)

સરસ્વતી (સામયિક) (1890) : સિંધી સાહિત્યના પ્રકાશનનો ધારાવાહિક રૂપે પાયો નાખનાર સામયિક. અંગ્રેજ સરકારના શિક્ષણ ખાતા તરફથી સિંધમાં પત્રકારત્વના પ્રારંભિક કાળમાં ‘સિંધસુધાર’ નામના સાપ્તહિકનો પ્રારંભ થયો હતો. તેમાં શૈક્ષણિક બાબતો ઉપરાંત અન્ય સરકારી કામગીરી પ્રગટ કરાતી. તે સમયે ‘સુધારસભા’ નામે પ્રબુદ્ધ ગણની એક સંસ્થા સ્થપાઈ. તેણે અંગ્રેજીમાં ‘સિંધ ટાઇમ્સ’ નામક…

વધુ વાંચો >

સહાય, એસ.

સહાય, એસ. (જ. 1925; અ. 12 ડિસેમ્બર 1999, નવી દિલ્હી) : પીઢ પત્રકાર. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1955માં આશરે 30 વર્ષની ઉંમરે દિલ્હીમાં અંગ્રેજી અખબાર ‘ધ સ્ટેટ્સમૅન’માં જોડાયા હતા. આ જ અખબારમાં તેમણે 20 વર્ષની દીર્ઘ કારકિર્દી દરમિયાન વિવિધ હોદ્દાઓ પર રહી ફરજ બજાવી હતી. 1975માં તેઓ તંત્રી બન્યા…

વધુ વાંચો >

સંજ્ઞા

સંજ્ઞા : ઈ. સ. 1966માં પ્રકટ થયેલું જ્યોતિષ જાનીનું ત્રૈમાસિક. ઈ. સ. 1969થી ઈ. સ. 1971 સુધી એનું પ્રકાશન અટકી પડ્યું હોવા છતાં તંત્રીની સંપાદનનીતિ-રીતિ અને સાહસિક અભિગમને કારણે એ જ્યારે પુન: આરંભાયું ત્યારે એટલા જ ઉમળકાથી વાચકોનો આવકાર પામ્યું હતું. ઈ. સ. 1977માં એ બંધ થયું. આ દરમિયાન એના…

વધુ વાંચો >

સંદેશ

સંદેશ : અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય નગરોમાંથી પ્રગટ થતું ગુજરાતનું જૂનું દૈનિક. અમદાવાદમાં પ્રથમ દૈનિક વર્તમાનપત્ર નંદલાલ ચુનીલાલ બોડીવાળાએ 1921માં શરૂ કર્યું. એ વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય મહાસભાનું વાર્ષિક અધિવેશન મળ્યું, તે નિમિત્તે તેમણે ‘સ્વરાજ્ય’ નામે દૈનિક પત્રનો આરંભ કર્યો. ખર્ચને પહોંચી નહિ વળતાં તેમણે થોડા જ સમયમાં તેને સાપ્તાહિક બનાવ્યું.…

વધુ વાંચો >