પત્રકારત્વ

સંપાદન (પત્રકારત્વ)

સંપાદન (પત્રકારત્વ) : જે તે પત્રનાં નીતિધોરણને લક્ષમાં લઈને સમાચાર, લેખ, ભાષા, તસવીરો આદિ સામગ્રીમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. આ કામગીરી કરનાર વ્યક્તિને સંપાદક અથવા તંત્રી તરીકે ઓળખવામાં આવે છે. પત્રકારત્વમાં સંપાદનની કામગીરી સૌથી વધુ જવાબદારીવાળી હોય છે. પત્રકારત્વમાં થોડાં વર્ષ પહેલાં સંપાદનની કામગીરી મુખ્યત્વે અખબાર, સામયિકો…

વધુ વાંચો >

સંસ્કૃતિ (સામયિક)

સંસ્કૃતિ (સામયિક) : 26 જાન્યુઆરી, 1947થી ઑક્ટોબર-ડિસેમ્બર 1984 સુધી કવિ શ્રી ઉમાશંકર જોશીના તંત્રીપદે ચાલેલું ગુજરાતી સામયિક. આ સામયિકની શરૂઆત માસિક તરીકે થઈ ને પછી તે 1980થી ઉમાશંકરે જ 1984માં બંધ કર્યું ત્યાં સુધી ત્રૈમાસિક રહેલું. સાહિત્ય ઉપરાંત ધર્મ, કેળવણી, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિ અનેક ક્ષેત્રોને આવરી લેતું આ સામયિક…

વધુ વાંચો >

સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert)

સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert) (જ. 23 સપ્ટેમ્બર 1901, ઝિઝકોવ, પ્રાગ, ઑસ્ટ્રિયા-હંગેરી (હવે ઝેક રિપબ્લિક); અ. 10 જાન્યુઆરી 1986, પ્રાગ, ઝેક) : ઝેકોસ્લોવાક કવિ અને પત્રકાર. જેરોસ્લાવ સાઇફર્ટને તેમની ‘તાજગીપૂર્ણ, ઇન્દ્રિયજન્ય અનુભવ કરાવતી, નવીનતાથી સમૃદ્ધ કવિતાઓ માટે’ 1984નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ઝેકોસ્લોવાક…

વધુ વાંચો >

સાગર

સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…

વધુ વાંચો >

સાધુ સિંગ ‘હમદર્દ’

સાધુ સિંગ ‘હમદર્દ’ (જ. 1918, પડ્ડી, મોટ્ટવાલી જિ. જાલંધર, પંજાબ) : પંજાબી કવિ, પત્રકાર, નવલકથાકાર અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી અકાલી રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લીધો અને પત્રકારત્વક્ષેત્રે પ્રવેશ કર્યો. ‘વિહાર’, ‘સુધાર’, ‘ખાલસા અને ખાલસા’, ‘ઍડવૉકેટ’ (અઠવાડિક) તથા દૈનિક ‘અજિત’ના સહસંપાદક નિમાયા. આઝાદી…

વધુ વાંચો >

સાધુ હીરાનંદ

સાધુ હીરાનંદ (જ. 23 માર્ચ 1863, હૈદરાબાદ; અ. 14 જુલાઈ 1893, બાન્કીપુર, બિહાર) : સિંધી કેળવણીકાર, સંત અને સમાજસેવક. પિતા શૌકીરામ આડવાણીના બીજા પુત્ર અને સાધુ નવલરામના ભાઈ. તેઓ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે કોલકાતા ગયા. 13 ઑક્ટોબર 1883ના રોજ કૉલેજમાં તેમણે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને આવરી લઈ આદર્શોન્મુખ શ્રમયુક્ત…

વધુ વાંચો >

સાનૂ એમ. કે.

સાનૂ, એમ. કે. (જ. 27 ઑક્ટોબર 1928, અલ્લેપ્થેય, કેરળ) : મલયાળી લેખક. તેમણે મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી મહારાજની કૉલેજ, એર્નાકુલમ્માં મલયાળમના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેઓ અઠવાડિક ‘કુમકુમ’ના સંપાદક; કેરળ પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના પ્રમુખ; કેરળ સાહિત્ય અકાદમી, ત્રિસ્સુરના પ્રમુખ તથા 1987-1991 દરમિયાન એર્નાકુલમના ધારાસભ્ય રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 19…

વધુ વાંચો >

સાને ગુરુજી

સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત…

વધુ વાંચો >

સાબરમતી (સામયિક)

સાબરમતી (સામયિક) : વિદ્યાર્થીઓ દ્વારા ચાલેલું 1922થી 1929 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠનું શરૂઆતનું સામયિક. એ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલન સમયે કરી. 1922માં હિંસાને કારણે આ આંદોલન ગાંધીજીએ પાછું ખેંચ્યું અને અંગ્રેજ સરકારે એ જ વર્ષે ‘નવજીવન’ સાપ્તાહિકના લેખો બદલ એમને છ વર્ષની જેલ કરવામાં આવી. તે સમયે વિદ્યાપીઠના…

વધુ વાંચો >

સામયિકો

સામયિકો : નિયત સમયે પ્રકાશિત થતાં પત્રો. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશે’ ‘સામયિક’ એટલે ‘નિયતકાલીન / નિયત સમયે પ્રકટ થતું છાપું’ એવી વ્યાખ્યા કરી છે. અંગ્રેજીમાં તેને મૅગેઝિન અથવા ‘પિરિયૉડિકલ’ કહે છે. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’માં મૅગેઝિન અથવા પિરિયૉડિકલની વ્યાખ્યા નિબંધ, લેખ, વાર્તા, કવિતા વગેરેના પ્રકાશિત સંગ્રહ એ રીતે આપવામાં આવી છે તો ‘કોલંબિયા…

વધુ વાંચો >