પત્રકારત્વ

લાલ ‘પુષ્પ’

લાલ ‘પુષ્પ’ (જ. 1 જાન્યુઆરી 1935, લાડકાણા, સિંધ) : સિંધી સાહિત્યકાર. લાલ ‘પુષ્પ’ના નામે પ્રસિદ્ધ સિંધી સાહિત્યકારનું પૂરું નામ છે લાલ ભગવાનદાસ રીઝવાણી. ‘પુષ્પ’ તેમનું ઉપનામ છે. સિંધીમાં વ્યાવસાયિક સાહિત્યકાર બની રહેવું અસંભવ હોવા છતાં, મુંબઈમાં સ્થિર થયેલા લાલ ‘પુષ્પે’, એમ.એ. થઈને ટૂંકા ગાળામાં જ, સરકારી નોકરીનો ત્યાગ કરી પોતાનું…

વધુ વાંચો >

લાહકર, સત્યવ્રત ભૂયા

લાહકર, સત્યવ્રત ભૂયા (જ. 1 માર્ચ 1922, ગૌહત્તી, આસામ) : આસામી પત્રકાર અને લેખક. 1942માં ભારતીય લશ્કર અકાદમીનો નિમણૂક-પત્ર મળ્યો અને લશ્કર(પાયદળ)માંથી મેજરપદેથી નિવૃત્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ દરજ્જામાં લશ્કરી સેવા બજાવી હતી. તેમણે કલ્યાણ-અધિકારી તથા મદદનીશ પૉલિટિકલ ઑફિસર તરીકે પણ કામગીરી કરી હતી. 1953–54 દરમિયાન નેફામાં મૅજિસ્ટ્રેટ તરીકે…

વધુ વાંચો >

લિપમૅન, વૉલ્ટર

લિપમૅન, વૉલ્ટર (જ. 23 સપ્ટેમ્બર 1889, ન્યૂયૉર્ક શહેર; અ. 14 ડિસેમ્બર 1974, ન્યૂયૉર્ક શહેર) : વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ ધરાવનાર અમેરિકન પત્રકાર અને રાજકીય લેખક. તેમણે હાર્વર્ડમાં અભ્યાસ કર્યો અને 1909માં સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વિલિયમ જેમ્સ અને જ્યૉર્જ સાંતાયાના જેવા ચિંતકોના ચિંતનથી તેઓ પ્રભાવિત થયા હતા. પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે કારકિર્દીનો આરંભ…

વધુ વાંચો >

લિંબાલે, શરણકુમાર

લિંબાલે, શરણકુમાર (જ. 1 જૂન 1956, હન્નુર, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેઓ એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે વાય.સી.એમ. ઓપન યુનિવર્સિટીમાં મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. તેઓ સોલાપુર દૂરદર્શન ખાતે ઉદ્ઘોષક પણ રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉત્પાત’ (1982) અને…

વધુ વાંચો >

લૂસ, ક્લેર બૂથ

લૂસ, ક્લેર બૂથ (જ. 10 એપ્રિલ 1903, ન્યૂયૉર્ક; અ. 1987, ન્યૂયૉર્ક) : અમેરિકન મહિલા-નાટ્યકાર, પત્રકાર તથા રાજકારણી અને ઉચ્ચ સરકારી અધિકારી. ગાર્ડન સિટી અને ટેરીટાઉનમાં ઘેર બેઠાં શિક્ષકોની દેખરેખ હેઠળ શિક્ષણ મેળવ્યું. ‘વોગ’ અને ‘વૅનિટી ફેર’ નામનાં સામયિકોનાં તેઓ અનુક્રમે સહતંત્રી અને તંત્રી હતાં. જ્યૉર્જ ટટલ બ્રોકૉ સાથે લગ્નવિચ્છેદ થયા…

વધુ વાંચો >

લે’ સ્ટ્રેન્જ રૉજર (સર)

લે’ સ્ટ્રેન્જ રૉજર (સર) (જ. 17 ડિસેમ્બર 1616, હન્સ્ટેન્ટન, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 11 ડિસેમ્બર 1704, લંડન) : અંગ્રેજ પત્રકાર અને અનુવાદક. સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના અત્યંત ચર્ચાસ્પદ પત્રકાર તરીકે એ સમયના વિવાદોને લગતી પુસ્તિકાઓ તથા પત્રિકાઓ લખીને બહાર પાડી હતી. તેમણે કેટલાક અનુવાદો પણ કર્યા છે. દેશમાંના પ્રજાકીય સ્વાતંત્ર્ય માટેના આંતરવિગ્રહ…

વધુ વાંચો >

લોકસત્તા-જનસત્તા

લોકસત્તા-જનસત્તા : વડોદરાનું એક જમાનાનું પ્રભાવશાળી અખબાર, જે આજેય ચાલુ છે. તેનો પ્રારંભ બીજી ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સ્થાપક બાહોશ પત્રકાર-તંત્રી રમણલાલ શેઠ. હાલ (2004) આ અખબાર વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટ એમ ત્રણ શહેરોમાંથી પ્રગટ થાય છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ના નામે ઓળખાય છે.…

વધુ વાંચો >

લોટવાળા, રણછોડદાસ ભવાનભાઈ

લોટવાળા, રણછોડદાસ ભવાનભાઈ (20મી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન) : ગુજરાતી ભાષાના આદિ પત્રકારોમાંના નોંધપાત્ર પત્રકાર. નિવાસ મુંબઈમાં. કેળવણી પણ ત્યાં જ. અંગ્રેજી શિક્ષણના પ્રભાવે સુધારાવાદી વિચારો પ્રત્યે આકર્ષાયા. સામે પક્ષે દેશની સ્વતંત્રતાના વિષયમાં પણ ઉગ્ર વિચારો ધરાવતા થયા. સુધારાવાદી વિચારોના પ્રસાર તથા રૂઢિવાદી ટીકાને ઉત્તર આપવાના હેતુથી તેમણે ‘આર્યપ્રકાશ’ નામે વર્તમાનપત્રનો…

વધુ વાંચો >

વડોદરિયા, ભૂપત

વડોદરિયા, ભૂપત (જ. 19 ફેબ્રુઆરી 1929, ધ્રાંગધ્રા) : ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે પાંચ દસકાથી પ્રવૃત્ત તંત્રી, પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર. પાળિયાદ(જિ. ભાવનગર)ના વતની આ લેખકનો જન્મ શ્રી સૌરાષ્ટ્ર દશા મોઢ વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. તેઓ ત્રણેક વર્ષના હતા ત્યારે જ પિતા છોટાલાલનું અવસાન થયું. માતા ચતુરાબહેને તેમનો ઉછેર…

વધુ વાંચો >

વરતમાન

વરતમાન : ગુજરાતનું આદિ વર્તમાનપત્ર. પ્રારંભ 4-4-1849 અથવા 2-5-1849. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરનાર ઍલેક્ઝાન્ડર ફૉર્બ્સના પ્રયાસોથી શરૂ થયેલા ગુજરાતના આ સૌપ્રથમ સમાચારપત્ર ‘વરતમાન’(વર્તમાન)નો એક પણ અંક આજે ઉપલબ્ધ નહિ હોવાથી તેને લગતી પૂરતી માહિતી મળતી નથી, અને તેથી જ તેનો પ્રારંભ ચોક્કસ કયા દિવસે…

વધુ વાંચો >