પત્રકારત્વ
ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર
ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર (જ. 1928, દીના, જોરહાટ, જિ. શિવસાગર, આસામ) : અસમિયા લેખક. પિતા શચીનાથ ભટ્ટાચાર્ય ચાના બગીચામાં નોકરી કરતા હતા. જોરહાટ સરકારી શાળામાંથી 1941માં એમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને અનેક સ્કૉલરશિપો મેળવી. 1945માં કોટન કૉલેજમાંથી એમણે બી.એસસી.ની પદવી મેળવી. તે પછી કૉલકાતાનાં દૈનિકોમાં કામ કરતાં એમણે પત્રકારત્વની તાલીમ લીધી.…
વધુ વાંચો >ભારતીભૂષણ
ભારતીભૂષણ : ગુજરાતી સાહિત્યનું ત્રૈમાસિક. 1887માં બાળાશંકર કંથારિયાએ તે શરૂ કરેલું. 1895 સુધીમાં તેના અઢાર અંક પ્રગટ થયા હતા. બાળાશંકરની ગઝલો અને ઊર્મિકાવ્યો ‘ભારતીભૂષણ’માં જ પ્રગટ થયેલાં. આ સામયિકમાં ધર્મ, ઇતિહાસ, રાજકારણ વગેરે વિષયો ઉપર લખાતા લેખો પણ છે. અનુવાદો પણ તેમાં પ્રગટ થતા. ‘મૃચ્છકટિક’નો કાન્તે કરેલો અનુવાદ ‘ભારતીભૂષણ’માં છપાયેલો.…
વધુ વાંચો >ભૂમિપુત્ર
ભૂમિપુત્ર (સ્થા. 1953) : સર્વોદય વિચારધારાને વરેલું વિચારપત્ર. 1951માં વિનોબાજીના ભૂદાન-ગ્રામદાન આંદોલનનો આરંભ થયો. એ આંદોલનને ગુજરાતમાં ઉપાડી લેનાર કાર્યકરો શરૂમાં કોઈ પ્રસ્થાપિત મંડળ વિના જ કામ કરતા હતા. દર મહિને સાતમી તારીખે મળતી કાર્યકરોની ‘સપ્તમી સભા’ દ્વારા ગુજરાતના સમગ્ર કામનું સંયોજન થતું હતું. આ કાર્યકરોના આંદોલનને વેગ આપવા તેમના…
વધુ વાંચો >મનીષા
મનીષા : ગુજરાતી સામયિક. છઠ્ઠા દાયકાના પ્રારંભે પાશ્ચાત્ય સાહિત્યના સંસર્ગે આધુનિક સાહિત્યની વિભાવનાને વ્યક્ત કરવા સુરેશ જોષીએ વિવિધ સામયિકોનો પ્રારંભ કરીને આધુનિક સાહિત્યિક પત્રકારત્વની કેડી કંડારી હતી. ‘મનીષા’ તે પૈકીનું પ્રારંભનું એક માસિક. તે માત્ર સાહિત્ય પૂરતું સીમિત નહોતું. જૂન 1954માં એ શરૂ થયું. રસિક શાહ, સુરેશ જોષીના સાથી તંત્રી…
વધુ વાંચો >મરે, જૉન મિડલ્ટન
મરે, જૉન મિડલ્ટન (જ. 1889; અ. 1957) : અંગ્રેજ પત્રકાર અને વિવેચક. ઉચ્ચ શિક્ષણ ઑક્સફર્ડની બ્રેસેનૉઝ કૉલેજમાં પ્રાપ્ત કર્યું. કૉલેજકાળ દરમિયાન સાહિત્ય અને પત્રકારત્વ તરફની તેમની અભિરુચિ ધ્યાન ખેંચે તેવી હતી. અભ્યાસકાળ દરમિયાન જ તેઓ ‘રિધમ’ના તંત્રીપદે નિમાયા. પાછળથી 1919થી 1921 સુધી ‘ઍથેનિયમ’નું તંત્રીપદ સંભાળ્યું. 1923માં તેવા જ સાહિત્યિક સામયિક…
વધુ વાંચો >મરો, એડ્વર્ડ આર.
મરો, એડ્વર્ડ આર. (જ. 27 એપ્રિલ 1908, પોલ ક્રિક, ન્યૂ કૅરોલિના; અ. 23 એપ્રિલ 1965) : અમેરિકાના પ્રસારણકર્તા (broadcaster). ટેલિવિઝન-પત્રકારત્વના ક્ષેત્રે તેમણે એકલે હાથે પ્રામાણિકતા તેમજ નિષ્ઠા દાખલ કરી. તેમની કારકિર્દી જવાબદારીપૂર્ણ તથા ચોકસાઈપૂર્ણ પત્રકારત્વના જીવંત નમૂનારૂપ હતી. 1930માં વૉશિંગ્ટન સ્ટેટ કૉલેજમાંથી સ્નાતક થયા પછી, તેઓ નૅશનલ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ…
વધુ વાંચો >મર્ઝબાન, ફરદૂનજી
મર્ઝબાન, ફરદૂનજી (જ. 28 માર્ચ 1787, સૂરત; અ. 26 માર્ચ 1847, દમણ) : ભારતની તમામ ભાષાઓમાં વિદ્યમાન જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક. પિતા મોબેદ મર્ઝબાનજી હાઉસ મુનઅજ્જમ. ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ લીધી. મોફતી જહાહોદ્દીન બિન નસરોલ્લા નામના…
વધુ વાંચો >મડૉર્ક, (કીથ) રૂપર્ટ
મડૉર્ક, (કીથ) રૂપર્ટ (જ. 1931, મેલ્બૉર્ન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : સમૂહ-માધ્યમોના નામાંકિત માંધાતા. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; પછી 2 વર્ષ ‘ડેલી એક્સપ્રેસ’માં કાર્ય કર્યું. 1952માં ઑસ્ટ્રેલિયા પાછા ફર્યા. પોતાના પિતાના અવસાન પછી, ‘ધ ન્યૂઝ ઇન ઍડિલેઇડ’ તેમને વારસામાં મળ્યું. તેમણે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, હૉંગકૉંગ તથા બ્રિટનમાં અખબારો તથા સામયિકોનાં પ્રકાશનોનું મોટું…
વધુ વાંચો >‘મર્યાદા’-પત્રિકા
‘મર્યાદા’-પત્રિકા : 20મી સદીની પહેલી પચ્ચીસીની શિર્ષસ્થ હિંદી માસિક પત્રિકા. નવેમ્બર 1910માં કૃષ્ણકાંત માલવિયે અભ્યુદય કાર્યાલય, પ્રયાગથી એને પ્રથમ પ્રકાશિત કરી. એના પ્રથમ અંકનો પ્રથમ લેખ ‘મર્યાદા’ પુરુષોત્તમદાસ ટંડને લખ્યો હતો. આ માસિક પત્રિકાને શરૂઆતથી જ હિંદીના દિગ્ગજ વિદ્વાનો, લેખકો તેમજ કવિઓનો સહકાર પ્રાપ્ત થયો. પ્રથમ અંકમાં સર્વશ્રી મૈથિલીશરણ ગુપ્ત,…
વધુ વાંચો >મલયાલા મનોરમા
મલયાલા મનોરમા : મલયાળમ ભાષાનું દૈનિક વર્તમાનપત્ર. કેરળમાં કોટ્ટાયમ્, કુણ્ણૂર, કોચી, કોઝિકોડ, કોલ્લમ, તિરુવનંતપુરમ્, ત્રિશૂર અને પાલક્કાડથી પ્રગટ થતું આ અખબાર ભારતમાં પ્રથમ ક્રમે છે, એટલે કે સૌથી વધુ ફેલાવો ધરાવે છે. ભારતીય ભાષામાં પ્રગટ થતાં અખબારોમાં પણ ફેલાવાની ર્દષ્ટિએ તેનો ક્રમ પ્રથમ છે. 1999માં તેનો દૈનિક ફેલાવો સાડા અગિયાર…
વધુ વાંચો >