પત્રકારત્વ

પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893)

પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893) : પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી કવિતાના પ્રકાશનના હેતુથી સ્થપાયેલું અને નવ વર્ષ ચાલેલું ત્રૈમાસિક. તેના સંપાદક-સંશોધક તરીકેની જવાબદારી હરગોવિંદદાસ કાંટાવાળા તથા નાથાશંકર શાસ્ત્રીએ ઉઠાવી હતી. આ ત્રૈમાસિકમાં પ્રગટ થયેલી કાવ્યોની સૂચિ અંકવાર નીચે પ્રમાણે છે : વર્ષ 1 : 1885 : (1) હારમાળા : લે. પ્રેમાનંદ; (2)…

વધુ વાંચો >

પ્રિયંવદા

પ્રિયંવદા : ગુજરાતના સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ નારીશિક્ષણના ઉદ્દેશથી ઈ. સ. 1885ના ઑગસ્ટથી શરૂ કરેલું માસિક. વાર્ષિક લવાજમ માત્ર એક રૂપિયો રાખીને શરૂ કરેલું ‘પ્રિયંવદા’ થોડા સમયમાં જ લોકપ્રિય બની ગયું. એના પ્રથમ અંકના પ્રથમ પાના પર માસિકનો ઉદ્દેશ સ્પષ્ટ રીતે સમજાવતાં લખ્યું છે, ‘‘ ‘પ્રિયંવદા’ પોતાની પ્રિય વદવાની રીતિથી…

વધુ વાંચો >

પ્રૂફરીડિંગ

પ્રૂફરીડિંગ : પ્રૂફ વાંચવું તે. છાપવા માટેના લખાણનું કંપોઝ રૂપે જે કાચું છાપપત્ર પ્રૂફ તૈયાર થયું હોય તે વાંચીને ભૂલો સુધારવા નિશાનીઓ દ્વારા સૂચના અપાતી હોય છે. સૂચના પ્રમાણે સુધારા-ઉમેરા કરી છાપવાજોગ છેવટનું છાપપત્ર તૈયાર કરવામાં આવે છે. ‘પ્રૂફ’ નામે ઓળખાતી આવી પ્રતિલિપિ વાંચીને સુધારનારને પ્રૂફરીડર કહે છે. આ કાર્ય…

વધુ વાંચો >

પ્રેસ કમિશન

પ્રેસ કમિશન : વર્તમાનપત્રોની કામગીરી અને એમના પ્રશ્નોમાં ઊંડે ઊતરી તે અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત કરવા સરકાર દ્વારા નીમવામાં આવતું પંચ. 1954માં ભારત સરકારે પ્રથમ અખબારી પંચ નીમેલું જેણે અખબારોની કામગીરી અંગેનો એક સર્વગ્રાહી અહેવાલ સરકારને સુપરત કરેલો. એણે જે ભલામણો કરી, એમાંની એક ભલામણ પ્રેસ કાઉન્સિલની રચનાને લગતી હતી.…

વધુ વાંચો >

પ્રેસ કાઉન્સિલ

પ્રેસ કાઉન્સિલ : વૃત્તપત્રો અને શાસન તેમજ લોકો વચ્ચે ન્યાયિક પદ્ધતિએ કાર્ય કરીને સમજફેર ઘટાડી સંવાદ સ્થાપવાના હેતુથી સરકારે સ્થાપેલી સંસ્થા. અખબારી સ્વાતંત્ર્યના રક્ષણ અને અખબારો તથા સમાચાર-સંસ્થાઓના ધોરણની જાળવણી તથા સુધારણાના હેતુથી 7 સપ્ટેમ્બર 1978ના રોજ સંસદે ધ પ્રેસ કાઉન્સિલ ઍક્ટ, 1978 તરીકે ઓળખાતો ખરડો પસાર કર્યો. એના હેતુઓમાં…

વધુ વાંચો >

ફાટક, નરહર રઘુનાથ

ફાટક, નરહર રઘુનાથ (જ. 15 એપ્રિલ 1883, જાંભળી, ભોર-રિયાસત; અ. 21 ડિસેમ્બર 1979, મુંબઈ) : મરાઠીના ઇતિહાસકાર, ચરિત્રલેખક, વાર્તાકાર, નવલકથાકાર તથા પત્રકાર. તેમનું શિક્ષણ ભોર, પુણે, અજમેર તથા ઇંદોરમાં થયેલું. 1917માં દર્શન વિષય સાથે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ એમ.એ.માં મરાઠી વિષય લઈને પ્રથમ વર્ગ મેળવી નાગપુરમાં શિક્ષક તરીકે નોકરી…

વધુ વાંચો >

ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક

ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક : ફાર્બસ ગુજરાતી સભાનું મુખપત્ર. 1936માં એપ્રિલ-જૂનના પ્રથમ અંક સાથે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ની શરૂઆત થઈ. એના પ્રથમ સંપાદક અંબાલાલ બુલાખીરામ જાની હતા. સામયિક શરૂ કરવા પાછળનું પ્રયોજન પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ અને ગુજરાતી સાહિત્યનાં સંશોધન, વિવેચન, વિશદીકરણ અને પ્રકાશનનું હતું. ગુજરાતની તે કાળની સંસ્કૃતિને…

વધુ વાંચો >

ફીચર સંસ્થા

ફીચર સંસ્થા : અખબારો અને સામયિકોને વિવિધ વિષયો અંગે લેખસામગ્રી (features) પૂરી પાડવાનું કામ કરતી સંસ્થા. દેશની બે પ્રમુખ સમાચાર-સંસ્થાઓ પી.ટી.આઇ. અને યુ.એન.આઇ. પણ ફીચર-સેવા ચલાવે છે. આમાં આર્થિક, રાજકીય, સામાજિક તથા વાણિજ્ય, વિજ્ઞાન અને રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રો ને વિષયોના નિષ્ણાતો અને પીઢ પત્રકારોની કલમે લખાયેલા ઘટના તથા વિષયની…

વધુ વાંચો >

ફૂલછાબ

ફૂલછાબ : રાજકોટ અને સૂરતથી પ્રગટ થતું દૈનિક. 1921ના ઑક્ટોબરની બીજી તારીખે સૌરાષ્ટ્રના રાણપુરમાં ‘ફૂલછાબ’ના પુરોગામી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકને અમૃતલાલ શેઠે શરૂ કર્યું હતું. એ પત્રનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓની જોહુકમીથી પ્રજાને મુક્ત કરાવવાની લડતને વેગ આપવાનો હતો. રાણપુર સૌરાષ્ટ્રમાં હોવા છતાં દેશી રજવાડાનો ભાગ નહિ, પરંતુ બ્રિટિશ શાસન હેઠળ…

વધુ વાંચો >

ફૈઝ અહમદ ફૈઝ

ફૈઝ અહમદ ફૈઝ (જ. 1911, સિયાલકોટ; અ. નવેમ્બર 1984, લાહોર) : ભારતીય પ્રગતિશીલ સાહિત્યકારોની પ્રથમ પંક્તિના કવિ, લેખક, પત્રકાર અને પ્રાધ્યાપક. તેમના પિતા ચૌધરી સુલતાન મોહમ્મદખાન સિયાલકોટના ખ્યાતનામ બૅરિસ્ટર અને સાહિત્યપ્રેમી જીવ હતા. ફૈઝ અહમદે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લાહોરમાં મેળવીને સરકારી કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. તે પછી અરબીમાં…

વધુ વાંચો >