પત્રકારત્વ
નૅશનલ જ્યૉગ્રાફિક
નૅશનલ જ્યૉગ્રાફિક : સમગ્ર બ્રહ્માંડ, ધરતી, સાગર અને આકાશ વિશેના માણસના જ્ઞાનને વધારતું અને પ્રસારતું વિશ્વનું લોકપ્રિય અંગ્રેજી માસિક-પત્ર. પૂરું નામ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક મૅગેઝિન’. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં 1888માં અમેરિકાના 33 અગ્રણીઓએ ‘ભૂગોળના જ્ઞાનના વર્ધન અને પ્રસારણ માટે’ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી’ની સ્થાપના કરી. એ જ વર્ષે સોસાયટીના મુખપત્ર રૂપે…
વધુ વાંચો >નૅશનલ હેરલ્ડ
નૅશનલ હેરલ્ડ : ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિક પત્રોમાંનું એક. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ લખનૌમાં તેની શરૂઆત કરી. લખનૌ પછી દિલ્હીમાંથી પણ તે પ્રગટ કરાયું. દેશના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલાં વર્તમાનપત્રોમાં ‘નૅશનલ હેરલ્ડ’નું સ્થાન પણ મહત્ત્વનું હતું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે પછી તે વખતના સંયુક્ત પ્રાંતની સરકારે અખબારો સામે સખ્તાઈભર્યું…
વધુ વાંચો >ન્યૂ જનરલ કૅટલૉગ
ન્યૂ જનરલ કૅટલૉગ : ડૅનિશ ખગોળવિદ લુડવિગ એમિલ ડ્રેયરે સંપાદિત કરેલ દૂર આકાશી પદાર્થોની યાદી (સૂચિ). NGC તરીકે તે વધુ પ્રચલિત છે. 1888માં પ્રસિદ્ધ કરેલ NGCમાં 8,000 પદાર્થોને આવરી લઈ તેમની માહિતી આપવામાં આવી છે. આ સાથે 1895 અને 1908માં NGC સાથે બીજા 5,000 પદાર્થોની બે પુરવણી તૈયાર કરવામાં આવી…
વધુ વાંચો >ન્યૂઝવીક
ન્યૂઝવીક : અમેરિકન વૃત્ત-સાપ્તાહિક. ‘ટાઇમ’ના વિદેશી સમાચારોના પ્રથમ સંપાદક ટૉમસ જે. સી. માર્ટિને ‘ટાઇમ’ સાથેની સ્પર્ધામાં 1933માં ‘ન્યૂઝ-વીક’ની સ્થાપના કરી. પહેલાં એ ‘ન્યૂઝ-વીક’ નામે પ્રગટ થયું પછી તેમાં થોડોક ફેરફાર કરી ‘ન્યૂઝવીક’ રખાયું (‘ન્યૂઝ’ અને ‘વીક’ બે શબ્દો ભેગા કરી દેવાયા.) ‘ટાઇમ’થી સ્વતંત્ર દેખાવા માટે ‘ન્યૂઝવીકે’ પ્રમાણમાં વધુ ધીરગંભીર સૂર…
વધુ વાંચો >ન્યૂયૉર્ક ટાઇમ્સ
ન્યૂયૉર્ક ટાઇમ્સ : અમેરિકાના ન્યૂયૉર્કથી પ્રસિદ્ધ થતું દૈનિક વર્તમાનપત્ર. વિશ્વનાં મહાન વર્તમાનપત્રોમાં તેની ગણના થાય છે. શરૂઆત 1851ના સપ્ટેમ્બરની 18મીએ થઈ. એ વખતે એનું નામ ‘ન્યૂયૉર્ક ડેઇલી ટાઇમ્સ’ હતું. હેન્રી જે. રેમન્ડ અને જ્યૉર્જ જોન્સ તેના પ્રકાશકો હતા. એ વખતે અમેરિકામાં જે અખબારો પ્રગટ થતાં હતાં તે ‘પેની પ્રેસ’ તરીકે…
વધુ વાંચો >પટેલ, ચીમનભાઈ સોમાભાઈ
પટેલ, ચીમનભાઈ સોમાભાઈ (જ. 19 જાન્યુઆરી 1918, સારસા; અ. 7 માર્ચ 1995, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર તથા પત્રમાલિક. જન્મ ચરોતરની કર્મઠ પાટીદાર જ્ઞાતિમાં. અભ્યાસ પૂરો કરી વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા; પણ, નોકરી સ્વભાવને અનુકૂળ નહિ આવતાં છોડી દઈને વેપારમાં પડ્યા. શબ્દરચના સ્પર્ધાઓના ધંધામાં આકર્ષણ જાગ્યું અને વર્તમાનપત્રનું મહત્ત્વ પણ સમજાયું.…
વધુ વાંચો >પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ
પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ (જ. 13 ઑક્ટોબર 1874, નાર, જિ. ખેડા; અ. 17 ઑક્ટોબર 1945, સોજિત્રા, જિ. ખેડા) : ગુજરાતના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય-સૈનિક, સમાજસુધારક, પત્રકાર. જન્મ ગરીબ પાટીદાર કુટુંબમાં. સોજિત્રામાં પ્રાથમિક અને વડોદરામાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. 1895માં વડોદરાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને માસિક રૂ. 20/-ના પગારથી શિક્ષક તરીકે વડોદરા રાજ્યની…
વધુ વાંચો >પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’
પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ (જ. 10 ઑગસ્ટ 1918, શેલાવી, જિ. મહેસાણા; અ. 24 મે 1977) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. 1936માં મૅટ્રિક. 1940માં અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.. 1942માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ.. 1956થી કેટલાંક વર્ષ આકાશવાણી,…
વધુ વાંચો >પત્રકારત્વ
પત્રકારત્વ પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે. ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિઅસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો તે પછી…
વધુ વાંચો >પરબ
પરબ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર. સપ્ટેમ્બર, 1960માં તેનો ત્રૈમાસિક તરીકે આરંભ. ‘પરબ’નો પ્રથમ અંક ‘કુમાર’ પ્રિન્ટરીમાં છપાયો હતો. પ્રારંભમાં તેના ચાર સંપાદકો હતા. સર્વશ્રી નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ભૃગુરાય અંજારિયા તથા યશવંત શુક્લ. કાકાસાહેબ કાલેલકરે ‘પરબ’ને આવકારતાં તેના પ્રથમ અંકમાં બહુ સચોટ રીતે લખ્યું હતું કે ‘ગુજરાતી ભાષાના આરોગ્ય,…
વધુ વાંચો >