પંજાબી સાહિત્ય

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

કરુણાદિ છોટોં માંગ્રો

કરુણાદિ છોટોં માંગ્રો (1978) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. પંજાબી ભાષાના આધુનિક અગ્રણી કવિ જશવંતસિંહના આ કાવ્યસંગ્રહને 1979નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. જશવંતસિંહની એક વિશેષતા એ છે કે એમની કવિતામાં ચિંતનનું પ્રાધાન્ય છે. એમની કવિતાને દાર્શનિક કવિતા કહી શકાય. આધુનિક જીવનની વિષમતા, છીછરી જીવનર્દષ્ટિ, વ્યક્તિત્વની શોધમાં સાંપડતી નિષ્ફળતા વગેરેનું…

વધુ વાંચો >

કંબ દિ કલાઈ (1950)

કંબ દિ કલાઈ (1950) : પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. આધુનિક પંજાબી સાહિત્યના નિર્માતા, કવિ-નાટકકાર, નવલકથાકાર અને ગદ્યકાર ભાઈ વીરસિંહના આ કાવ્યસંગ્રહનું 1950માં પ્રકાશન થતાં આધુનિક પંજાબી કવિતામાં એક નવો વળાંક આવ્યો. સંગ્રહમાં અનેક મુક્તકો છે અને પંજાબી કવિતાસાહિત્યમાં મુક્તકનો આ પ્રથમ પ્રયોગ છે. પંજાબી કવિતામાં આ સ્વરૂપને પ્રચલિત કરવાનો યશ વીરસિંહને…

વધુ વાંચો >

કંવલ, જશવંતસિંહ

કંવલ, જશવંતસિંહ (જ. 1919, ધુદિકે, જિ. મોગા, પંજાબ) : પંજાબના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમની નવલકથા ‘તૌશાલી દી હંસો’ માટે તેમને 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી. ખેતીનો વ્યવસાય અપનાવવાની સાથે સામાજિક કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવી છે. તેમણે દેશ-વિદેશનો લાંબો પ્રવાસ ખેડ્યો…

વધુ વાંચો >

કાગઝ તે કૅન્વાસ

કાગઝ તે કૅન્વાસ (1970) : પંજાબનાં કવયિત્રી અમૃતા પ્રીતમનો કાવ્યસંગ્રહ. તેને 1981માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહમાં અમૃતા પ્રીતમ તેમનાં અગાઉનાં કાવ્યો કરતાં જુદો વળાંક લે છે. તે લોકબિંબો અને રૂઢિપ્રયોગોને સ્થાને આધુનિક બિંબો અને રૂઢિપ્રયોગો તથા લોકઢાળ અને પ્રણાલીગત છંદોને બદલે મુક્ત છંદોનો ઉપયોગ કરે છે. નિરાશાવાદ સુધી…

વધુ વાંચો >

કાચ દે વસ્તર

કાચ દે વસ્તર : સોહનસિંઘ મીશાનો પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું. કાવ્યો મહદંશે શહેરી નિમ્ન મધ્યમ વર્ગના વિશ્વને સ્પર્શે છે, આ વર્ગના લોકો તેમની શ્રદ્ધા અને માન્યતાઓને વસ્ત્રોની જેમ પહેરે છે અને પોતાને ઢંકાયેલા તથા રક્ષાયેલા માને છે; પરંતુ આ વસ્ત્રો જાણે…

વધુ વાંચો >

કાલ આજ તે ભાલક (1972)

કાલ, આજ તે ભાલક (1972) : પંજાબી લેખક હરચરણસિંઘનું 1973માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિકપ્રાપ્ત નાટક. પ્રવર્તમાન રાજકીય ભ્રષ્ટાચાર વિશે ગંભીર કટાક્ષવાળું હળવું પ્રહસન. પથભ્રષ્ટ ધાર્મિક ઉપદેશક મહંત ચરણદાસની તમામ ઇચ્છાઓ સ્વપ્નમાં પરિપૂર્ણ થાય છે. તે પ્રધાન બને છે અને ભૌતિક આનંદની તેની એષણા સંતોષે છે. આ નાટકની પશ્ચાદભૂમિકામાં નાટ્યલેખકે લોકનાટ્ય…

વધુ વાંચો >

કિસ પેહ ખોલો ગાંઠડી

કિસ પેહ ખોલો ગાંઠડી (1985) : પંજાબી સાહિત્યકાર કરતારસિંહ દુગ્ગલની આત્મકથા. પંજાબી ભાષાના ચરિત્રાત્મક સાહિત્યમાં શૈલીની દૃષ્ટિએ તે નવી જ ભાત પાડે છે. તેમાં અનિવાર્ય રીતે લેખક, તેમનાં સુખદુ:ખ, તેમની સિદ્ધિઓ, તેમની યાતનાઓ – ટૂંકમાં વ્યક્તિ અને કલાકાર તરીકે તેમના ઘડતરમાં જે જે પરિબળો, ઘટનાઓ, અનુભવો વગેરેએ ભાગ ભજવ્યો છે…

વધુ વાંચો >

કિસ્સાકાવ્ય

કિસ્સાકાવ્ય : વિશિષ્ટ પંજાબી કાવ્યપ્રકાર. પંજાબી લોકકથાઓને, વિશેષત: કરુણાન્ત પ્રેમકથાઓને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરતો આ કાવ્યપ્રકાર છે. એ કથાઓમાં મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર, કરુણ તથા શાન્તરસ હોય છે અને ક્યારેક ભયાનક રસનું પણ નિરૂપણ થયેલું હોય છે. એમાં વિશેષ કરીને એક છંદ પ્રયોજાતો હોય છે. તેનું મૂળ પવિત્ર કુરાનમાં ઉત્તમ કિસ્સા…

વધુ વાંચો >

કુડી કાહની કરદી ગઈ

કુડી કાહની કરદી ગઈ (1943) : પંજાબી લેખક કરતારસિંહ દુગ્ગલની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંના વસ્તુનિરૂપણની નવ્યતાને કારણે એ પુસ્તકના પ્રકાશને ઊહાપોહ મચાવેલો. પંજાબી સાહિત્યમાં આ પુસ્તક દ્વારા પહેલી જ વાર પ્રકૃતિવાદ અને જાતીય સંબંધોનું મુક્ત નિરૂપણ દાખલ થયું. પછી અનેક લેખકોએ તેનું અનુસરણ કર્યું. થોડા સમય પછી દુગ્ગલે સ્વીકાર્યું કે…

વધુ વાંચો >