નૃત્યકલા

શાહ, વાજિદઅલી

શાહ, વાજિદઅલી (જ. 1822, લખનઉ; અ. 1887, કોલકાતા) : ઉચ્ચકક્ષાના સંગીતકાર, નૃત્યકાર, કવિ, બંદિશકાર અને અવધના નવાબ. 1847માં તેઓ અવધની ગાદીએ આવ્યા અને 1856માં કંપની સરકારે તેમને પદચ્યુત કર્યા. આ નવ વર્ષના ગાળામાં તેમણે ઘણા ભોગ  ભોગવ્યા, રંગ લૂંટ્યા અને જે ઐયાશી કરી હતી તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમને…

વધુ વાંચો >

શિયરર, મોઇરા

શિયરર, મોઇરા (જ. 17 જાન્યુઆરી 1926, સ્કૉટલૅન્ડ) : વિશ્વપ્રસિદ્ધ બૅલે નર્તકી. સેડ્લર્સ વેલ્સ અને રૉયલ બૅલેમાં તેમણે બૅલે-નર્તનનો અભ્યાસ કર્યો. 1941માં તેઓ ‘ઇન્ટરનૅશનલ બૅલે કંપની’માં નર્તકી તરીકે જોડાયાં. હવે તેમણે ‘કોપેલિયા’ અને ‘ગીઝાલે’ તથા ચાઇકૉવ્સ્કીના બૅલે ‘સ્વાન લેઇક’ અને ‘સ્લીપિન્ગ બ્યૂટી’માં પ્રમુખ ‘સ્લીપીન્ગ બ્યૂટી’ બૅલેમાં મુખ્ય નર્તકી તરીકે મોઇરા શિયરર,…

વધુ વાંચો >

સચિન શંકર

સચિન શંકર (જ. 24 સપ્ટેમ્બર 1924, બનારસ; અ. 10 મે 2005) : નૃત્યકલાના પ્રસિદ્ધ કલાકાર ને તજ્જ્ઞ. વિદ્યા અને કલાને વરેલ શંકર પરિવારમાં આ આધુનિક નૃત્ય-નાટિકાના રચયિતાનો જન્મ થયો હતો. ગૌર પડછંદ દેહાકૃતિ પિતા જિતેન્દ્ર શંકર અને નકશીદાર સૌમ્ય ચહેરો માતા કાલીદેવી તરફથી તેમને વારસામાં મળ્યાં હતાં. તેમને પોતાના વિશાળ…

વધુ વાંચો >

સિતારાદેવી

સિતારાદેવી (જ. 22 ઑક્ટોબર 1922, કોલકાતા) : ભારતીય ચલચિત્રનાં અભિનેત્રી અને વિખ્યાત ભારતીય શાસ્ત્રીય નર્તકી. તેમનો જન્મ ધનતેરસને દિવસે થયો હોવાથી બધાં તેમને લાડમાં ‘ધન્નો’ કહેતાં. બાળપણથી તે શેતાન અને નટખટ હતાં. નેપાળી રાજ્યના દરબારી સંગીતકાર તથા પારંપરિક કથાકાર-કથકનર્તક સુખદેવ મહારાજ તેમના પિતા. તેમણે કોલકાતામાં રાધાકૃષ્ણ નૃત્ય-મંદિરની સ્થાપના કરી હતી.…

વધુ વાંચો >

સિંઘ સિંઘજિત

સિંઘ, સિંઘજિત (જ. 3 નવેમ્બર 1932, ઇમ્ફાલ, મણિપુર) : જાણીતા મણિપુરી નૃત્યકાર ને મૃદંગવાદક. ઇમ્ફાલ શહેરના રાજવી કુટુંબમાં જન્મ્યા હોવા છતાં સિંઘજિતને માતામહની જેમ મંદિરમાં ઉત્કૃષ્ટ મૃદંગવાદક બનવાની આકાંક્ષા હતી, તેથી આઠ વર્ષની ઉંમરે તેની તાલીમ લેવાની શરૂઆત કરી. મણિપુરમાં સંકીર્તન અથવા મૃદંગ સાથે નૃત્ય કરવું એ મંદિરના પ્રાંગણ સુધી…

વધુ વાંચો >

સિંહ ગુરુ બિપિન

સિંહ, ગુરુ બિપિન (જ. 23 ઑગસ્ટ 1918, સિંગારી, જિલ્લો કચાર, આસામ; અ. 9 જાન્યુઆરી 2000, આસામ) : મણિપુરી નૃત્યશૈલીના અગ્રણી કલાકાર. પિતા પુખરમ્બમ્ લૈખોમસના સિંહ અચ્છા કવિ અને કલાકાર હતા. માતા ઇન્દુબાલા દેવી રાસલીલામાં નૃત્ય કરતાં. થોક ચોમ ગિરક પ્રખ્યાત મૃદંગવાદક હતા. તે બિપિન સિંહ સાથે એક જ ઘરમાં રહેતા…

વધુ વાંચો >

સુધારાણી રઘુપતિ

સુધારાણી રઘુપતિ (જ. 21 માર્ચ 1944, પોલ્લાચી, બૅંગલુરુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત નૃત્યાંગના. માતાનું નામ શકુંતલા. પિતાનું નામ હ. લ. જગન્નાથ. સુધારાણીએ કુમળી વયથી જ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન નૃત્યાચાર્યો કીટ્ટપ્પા પિલ્લૈ, યુ. એસ. કૃષ્ણરાવ અને મૈલાપોર ગૌરી અમ્મા પાસેથી નૃત્યનાં ઉચ્ચતમ તત્ત્વોની તાલીમ લીધી. વળી કર્ણાટકી સંગીતના વિખ્યાત વાયોલિનવાદક ટી. ચૌદિયા…

વધુ વાંચો >

સેલી મૅરી (Sall’e Marie)

સેલી, મૅરી (Sall’e, Marie) (જ. 1707; અ. 27 જુલાઈ 1756, પૅરિસ, ફ્રાંસ) : ફ્રેંચ પ્રયોગશીલ નર્તકી અને પ્રથમ મહિલા કૉરિયૉ-ગ્રાફર. તેમનું નૃત્ય જીવંત અને નાટ્યાત્મક અભિવ્યક્તિ ધરાવતું હતું. વળી તેમણે કૉરિયૉગ્રાફ કરેલાં નૃત્યો પણ એ જ લક્ષણો માટે જાણીતાં હતાં. મૅરી સેલી બાળપણમાં ઇંગ્લૅન્ડમાં નૃત્યના જલસા કર્યા પછી સેલીએ નર્તક…

વધુ વાંચો >

હમ્ફ્રી ડોરિસ (Humphrey Doris)

હમ્ફ્રી, ડોરિસ (Humphrey, Doris) (જ. 17 ઑક્ટોબર 1895, ઑર્ક પાર્ક, ઇલિનોઇ, અમેરિકા; અ. 29 ડિસેમ્બર 1958, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અગ્રેસર અને પથદર્શક આધુનિક અમેરિકન નૃત્યકાર અને કોરિયોગ્રાફર. શિકાગોમાં અનેક પ્રકારનાં નૃત્યો શીખ્યા પછી હમ્ફ્રી 1917માં લોસ એન્જેલિસની ‘ડેનીશોન સ્કૂલ’માં વિદ્યાર્થી તરીકે જોડાયાં. બીજે જ વર્ષે તેઓ આ ડાન્સ કંપનીનાં…

વધુ વાંચો >

હોમ હાન્યા (Holm Hanya)

હોમ, હાન્યા (Holm, Hanya) (જ. 3 માર્ચ 1893, જર્મની; અ. 3 નવેમ્બર 1992, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : જર્મન–અમેરિકન આધુનિક નર્તકી અને કૉરિયોગ્રાફર. મૂળ નામ જોહાના એકર્ટ કુન્ટ્ઝ (Johanna Eckert Kuntce). ફ્રેન્કફર્ટની અને હેલેરો ખાતે ડેલ્ક્રોઝની ઇન્સ્ટિટ્યૂટમાં નૃત્યનો અભ્યાસ કર્યા પછી હોમ ડ્રેસ્ડન ખાતેની મૅરી વિગ્મૅન્સ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટમાં થોડા સમય માટે…

વધુ વાંચો >