નીતિન કોઠારી
રિપબ્લિક ઑફ ધ કૉંગો
રિપબ્લિક ઑફ ધ કૉંગો : કૉંગોનું વિભાગીકરણ થતાં કૉંગો – બ્રાઝવિલે તરીકે ઓળખાતો દેશ. ભૌગોલિક સ્થાન : 4 ઉ. અ.થી 5 દ. અ. અને 11 પૂ. રે.થી 19 પૂ. રે.ની વચ્ચે આવેલો દેશ. ઉપ-સહરાન આફ્રિકાના મધ્ય-પશ્ચિમ ભાગ કે જ્યાં વિષુવવૃત પસાર થાય છે ત્યાં સ્થિત છે. આ દેશની દક્ષિણે અને પૂર્વે ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ…
વધુ વાંચો >રુમાનિયા
રુમાનિયા પૂર્વ યુરોપમાં આવેલાં બાલ્કન રાજ્યો પૈકીનો મોટામાં મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે 43° 30´થી 48° 30´ ઉ. અ. અને 20° 00´થી 30° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2,37,500 ચોકિમી. જેટલો લગભગ ગોળાકાર વિસ્તાર આવરી લે છે. દેશના અગ્નિકોણને બાદ કરતાં બાકીની બધી જ દિશાઓમાં તે ભૂમિભાગોથી ઘેરાયેલો છે.…
વધુ વાંચો >રુરકી
રુરકી : ઉત્તરાંચલ રાજ્યના હરદ્વાર જિલ્લાનું તાલુકામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 29° 52´ ઉ. અ. અને 77° 5૩´ પૂ. રે.. તે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું છે. અહીં ફળદ્રૂપ જમીન છે તથા ઉપલી ગંગા નહેર પસાર થતી હોવાથી પાણીનો પૂરતો પુરવઠો મળી રહે છે. આ તાલુકામાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી…
વધુ વાંચો >રુવેન (Rouen)
રુવેન (Rouen) : ફ્રાન્સના પાટનગર પૅરિસની વાયવ્યમાં આવેલું શહેર તથા નદીનાળ બંદર. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 1° 05´ પૂ. રે.. આ શહેરની દક્ષિણે સર્પાકારે વહેતી સીન નદી આવેલી છે, તેની પશ્ચિમે 87 કિમી.ને અંતરે લ હાવ્ર (Le Havre) અને અગ્નિ દિશા તરફ 140 કિમી.ને અંતરે પૅરિસ…
વધુ વાંચો >રૂઢ સંજ્ઞાઓ (conventional signs)
રૂઢ સંજ્ઞાઓ (conventional signs) : પૃથ્વી પરનાં ભૂપૃષ્ઠ લક્ષણો, જળપરિવાહનાં લક્ષણો તેમજ સાંસ્કૃતિક લક્ષણો રજૂ કરતી લઘુલિપિ. નકશો એ પૃથ્વીનું કે તેના કોઈ પણ ભાગનું ચોક્કસ માપમાં, પ્રક્ષેપની મદદથી કાગળની સમતલ સપાટી પર દર્શાવેલું સ્વરૂપ છે. વિવિધ પ્રકારના ભૌગોલિક નકશા જુદી જુદી જાતની માહિતી પૂરી પાડે છે. નકશામાં દર્શાવવામાં આવતી વિગતોનું પ્રમાણ તેના…
વધુ વાંચો >રૂરકેલા
રૂરકેલા : ઓરિસા રાજ્યના સુંદરગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 22° ઉ. અ. અને 85° પૂ. રે.. ભારતમાં વિકસેલાં લોખંડ-પોલાદ ઉદ્યોગનાં જાણીતાં મથકો પૈકીનું આ એક ઔદ્યોગિક મથક છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ શહેર ઓરિસા–ઝારખંડ સરહદે આવેલી બિરમિત્રપુર ટેકરીઓ અને ગંગપુર થાળાની વચ્ચેના આશરે 150થી 300 મીટરની…
વધુ વાંચો >રૉચેસ્ટર (1)
રૉચેસ્ટર (1) : ઇંગ્લૅન્ડના કૅન્ટ પરગણામાં આવેલું શહેર અને પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 51° 24´ ઉ. અ. અને 0° 30´ પૂ. રે. પર લંડનથી પૂર્વ દિશાએ વહેતી મેડવે (Medway) નદીના કાંઠે આવેલું છે. લંડન અને રૉચેસ્ટર વચ્ચે માત્ર 15 કિમી.નું અંતર છે. રાજા એથેલબેર્હટ પહેલાએ ઈ. સ.…
વધુ વાંચો >રોમ
રોમ ઇટાલીનું પાટનગર. દુનિયાનાં મહાન ઐતિહાસિક તેમજ સુંદર શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 41° 54´ ઉ. અ. અને 12° 29´ પૂ. રે.ની આજુબાજુનો 1,508 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ શહેર ટાઇબર નદીને કાંઠે વસેલું છે. એ નદી શહેરને બે ભાગમાં વહેંચી નાંખે છે. તે કૅમ્પાગ્ના નામના સમતળ…
વધુ વાંચો >લક્ષદ્વીપ (ટાપુઓ)
લક્ષદ્વીપ (ટાપુઓ) ભૌગોલિક સ્થાન : તે આશરે 8થી 12 ઉ. અ. અને 71થી 74 45´ પૂ. રે. વચ્ચેનો આશરે 32.64 ચો.કિમી. ભૂમિવિસ્તાર આવરી લે છે. ભારતના નૈઋત્ય કિનારાથી દૂર અરબીસમુદ્રમાં આવેલા પરવાળાંના નાનામોટા કુલ 36 જેટલા ટાપુઓનો સમૂહ એટલે લક્ષદ્વીપ. આ ટાપુઓને વહીવટી દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ટાપુસમૂહની મધ્યમાં…
વધુ વાંચો >લખતર
લખતર : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 51´ ઉ. અ. અને 71° 47´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 742 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દસાડા, ઈશાન અને પૂર્વ તરફ વીરમગામ, પૂર્વ અને અગ્નિ તરફ લીંબડી, નૈર્ઋત્ય તરફ વઢવાણ અને પશ્ચિમે ધ્રાંગધ્રા તાલુકાઓ…
વધુ વાંચો >