નીતિન કોઠારી

જેતલપુર

જેતલપુર : અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે 22° 54’ ઉ. અ. અને 72° 30’ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ 16 કિમી.ને અંતરે તથા બારેજડીથી 9 કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા 8 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે…

વધુ વાંચો >

જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય

જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં આવેલું અભયારણ્ય. ભૌગોલિક સ્થાન : તે 24 2´ ઉ. અ. અને 72 3´ પૂ. રે. પર આવેલું છે. થાર રણની દક્ષિણે અરવલ્લી હારમાળામાં આ જેસોરની ડુંગરાળ હારમાળા આવેલી છે. આ અભયારણ્યનો વિસ્તાર આશરે 180.66 ચો.કિમી. છે. જે સિપુ અને બનાસનદી વચ્ચે…

વધુ વાંચો >

ઝારખંડ

ઝારખંડ : ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 23 35´ ઉ. અ. અને 85 33´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ 380 કિમી. અને પહોળાઈ 463 કિમી. છે. વિસ્તાર…

વધુ વાંચો >

ટોંક

ટોંક : રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને 25° 41´ ઉ.થી 26° 34´ ઉત્તર અક્ષાંશ અને 75° 07´ પૂ.થી 76° 19´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 7,194 ચો.કિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ…

વધુ વાંચો >

ડાંગ

ડાંગ : ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો 20°-33´ થી 21°-5´ ઉ. અ. અને 73°-28´ થી 73°-56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 59 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 50 કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ 1764 ચો.કિમી. છે. જિલ્લામાં જિલ્લામથક…

વધુ વાંચો >

ડીસા

ડીસા : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા  : તે 24 15´ ઉ. અ. અને 72 11´ પૂ. રે. પર સ્થિત છે. બનાસ નદીના પૂર્વ કાંઠે આ શહેર વસેલું છે. આ શહેર પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ દાંતીવાડા અને પાલનપુર તાલુકો, ઉત્તરે…

વધુ વાંચો >

ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો

ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો (ઝાઇર)  : આફ્રિકા ખંડમાં વિસ્તારની દૃષ્ટિએ અલ્જીરિયા પછી દ્વિતીય ક્રમે આવતો દેશ. ભૌગોલિક સ્થાન :  6 ઉ. અ.થી 14 દ. અ. અને 12 પૂ. રે.થી 32 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. મધ્ય આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં તે બેલ્જિયન કોંગોનું સંસ્થાન હતું. આ રાજ્યનો વિસ્તાર 23,44,798 ચો. કિમી. જેટલો…

વધુ વાંચો >

ડોડા

ડોડા : ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32 53´ ઉ. અ.થી 34 21´ ઉ. અ. અને 75 1´ પૂ. રે.થી 76 47´ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે.  સમુદ્રની સપાટીથી સરેરાશ 1107 મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય,…

વધુ વાંચો >

ઢાકા

ઢાકા : ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશનું પાટનગર, જિલ્લામથક અને દેશનું મહત્ત્વનું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન – આબોહવા – વનસ્પતિ : તે 23 45´ ઉ. અ. અને 90 23´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. સમુદ્રની સપાટીથી 32 મીટરની ઊંચાઈએ આવેલું છે. સમગ્ર જિલ્લો સપાટ મેદાનો ધરાવે છે. જે ગંગાના મુખત્રિકોણમાં આવેલો છે. અહીં…

વધુ વાંચો >

તાપી (જિલ્લો)

તાપી (જિલ્લો) : ગુજરાતના 33 જિલ્લા પૈકીનો એક જિલ્લો. સૂરત જિલ્લાનું વિભાજન કરીને 2007ના સપ્ટેમ્બર માસની 27 તારીખે આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આ જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે અને તેને પાંચ તાલુકા (વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને વાલોદ)માં વિભાજિત કરવામાં આવ્યો છે, જે પૈકી વ્યારા અને સોનગઢ તાલુકા ગીચ જંગલો(વાંસ)વાળા…

વધુ વાંચો >