નારાયણ કંસારા

નંદિકેશ્વર

નંદિકેશ્વર : ‘અભિનયદર્પણ’, ‘ભરતાર્ણવ’ વગેરે ગ્રંથોના લેખક. ‘સંગીતરત્નાકર’ તેમને સંગીતના પ્રમાણભૂત આચાર્ય કહે છે. નાટ્યશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર અને સંગીતશાસ્ત્ર – એ ત્રણેના જ્ઞાતા પ્રાચીન લેખક છે. (વ્યાકરણશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવે છે. તેમણે ‘નંદિકેશ્વરકારિકા’ નામનો વ્યાકરણગ્રંથ લખ્યો છે. તંત્રશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવનાર છે.) પરંપરા મુજબ તેઓ…

વધુ વાંચો >

નૈષધીય ચરિત

નૈષધીય ચરિત : સંસ્કૃત ભાષામાં રચાયેલું પ્રસિદ્ધ મહાકાવ્ય. મહાકવિ શ્રી હર્ષ(અગિયારમી કે બારમી સદી)નું સંસ્કૃત પંચમહાકાવ્યોમાં ગણના પામેલું સુપ્રસિદ્ધ મહાકાવ્ય. એમાં નિષધ દેશના રાજા નળના વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી સાથેના પ્રણયનું નિરૂપણ છે. તેમાં હંસ, દિકપાલો અને સ્વયંવરની ઘટનાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં નળ વનવિહાર કરતાં પકડેલા હંસ…

વધુ વાંચો >

પાસણાહચરિઉ

પાસણાહચરિઉ : જૈન તીર્થંકરોમાંના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વ કે પાર્શ્વનાથનું ચરિત વર્ણવતું મહાકાવ્ય. અપભ્રંશ ભાષામાં આચાર્ય પદ્મકીર્તિએ રચેલું આ કાવ્ય ‘પાસ-પુરાણ’ એવા નામે પણ ઓળખાય છે. તે ઇન્દોરના પ્રફુલ્લકુમાર મોદીએ સંપાદિત કરેલું છે અને પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી દ્વારા 1965માં ‘આયરિય-સિરિ-પઉમકિત્તિ-વિરઇઉ પાસણાહચરિઉ’-એ શીર્ષકથી પ્રકાશિત થયું છે. આચાર્ય પદ્મકીર્તિએ 1077ના અરસામાં આ…

વધુ વાંચો >

પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત)

પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત) : પાર્શ્વનાથ તીર્થંકરનું ચરિત વર્ણવતું કાવ્ય. ‘કહારયણકોસ’ના કર્તા ગુણચંદ્રગણિ(1111)એ પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલા આ ચરિતકાવ્યમાં 5 પ્રસ્તાવોમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના ચરિત્રનું આલેખન છે. સરસ રચનામાં સમાસાન્ત પદાવલિ, છંદોવૈવિધ્ય, સંસ્કૃત શૈલીનો પ્રભાવ અને અનેક સંસ્કૃત સુભાષિતોનાં અવતરણ એે આ કાવ્યની વિશેષતાઓ છે. પ્રથમ પ્રસ્તાવમાં પાર્શ્વનાથના ત્રણ પૂર્વભવોના ઉલ્લેખ છે અને…

વધુ વાંચો >

પુહઇચંદચરિય (પૃથ્વીચંદ્રચરિત્ર)

પુહઇચંદચરિય (પૃથ્વીચંદ્રચરિત્ર) : ગદ્યપદ્યાત્મક પ્રાકૃત ભાષાનિબદ્ધ જૈન ધર્મકથાનો ગ્રંથ. આ ગ્રંથના રચયિતા શ્વેતાંબર જૈન આચાર્ય શાન્તિસૂરિ (1104) છે. એમની ગુરુપરંપરામાં ચંદ્રકુલીન સર્વદેવસૂરિ દાદાગુરુ, નેમિચન્દ્રસૂરિ ગુરુ હતા. આ કૃતિને પં. મુનિશ્રી રમણીકવિજયજીએ સંપાદિત કરી છે તથા તેની પ્રસ્તાવના વગેરે પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે તૈયાર કરી છે. આ ગ્રંથ પ્રાકૃત ગ્રંથ પરિષદ,…

વધુ વાંચો >

પ્રતિજ્ઞાસૂત્ર

પ્રતિજ્ઞાસૂત્ર : શુક્લ યજુર્વેદનું એક પરિશિષ્ટ. શુક્લ યજુર્વેદી વેદપાઠીઓમાં સંહિતાપાઠ સાથે બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગો તેમજ પરિશિષ્ટોનો પાઠ કરવો પડે છે. શુક્લ યજુર્વેદના ઉવટ અને મહીધર એ બે ભાષ્યકારોનાં ભાષ્યો સહિત પ્રકાશિત થયેલી વાજસનેયી-માધ્યંદિન શુક્લ યજુર્વેદ સંહિતા(પ્રકાશક, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, 1978)ના અંતે ‘સભાષ્ય શુક્લ યજુર્વેદ પરિશિષ્ટાનિ’ એ શીર્ષક નીચે શુક્લ…

વધુ વાંચો >

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય : શિલાલેખોમાં અભિલેખ રૂપે પ્રાકૃત ભાષામાં થયેલી રચનાઓ. આવા શિલાલેખો મુખ્યત્વે નીચે મુજબ છે. (1) હાથીગુફાનો શિલાલેખ : પ્રાકૃત શિલાલેખોમાં રાજા ખારવેલનો હાથીગુફાનો શિલાલેખ ખૂબ પ્રાચીન છે. ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના અંતભાગમાં બ્રાહ્મી લિપિમાં ભુવનેશ્વર(જિ. પુરી)ની પાસે ઉદયગિરિ નામની ટેકરીમાં તે કોતરવામાં આવેલો છે. એમાં ખારવેલના રાજ્યનાં…

વધુ વાંચો >

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વરપ્રાપ્તિ માટેનો ભક્તિપરક માર્ગ. કાળાંતરે ‘કર્મમાર્ગ’ એટલે વૈદિક કર્મકાંડનો માર્ગ, ‘જ્ઞાનમાર્ગ’ એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનને પ્રાધાન્ય આપનાર (આદિશંકરાચાર્ય વગેરેનો) માર્ગ અને ‘ભક્તિમાર્ગ’ એટલે મૂળે વૈદિક છતાં ઉત્તરકાળમાં નારદ, શાંડિલ્ય, પાંચરાત્ર, સાત્વત કે ભાગવત તથા તેને અનુસરતા રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ પ્રવર્તાવેલો માર્ગ. ભક્તિની ભાવનાનો આદિસ્રોત છેક…

વધુ વાંચો >

રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત)

રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત) : પ્રાકૃતમાં લખાયેલી ગદ્યકથા. ‘આખ્યાનકમણિકોશ’ના રચયિતા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય નેમિચન્દ્ર(વિ. સં. 1129)નું ‘રયણચૂડરાયચરિય’ પ્રાકૃત ગદ્યમાં રચાયેલું ધર્મકથાપ્રધાન ગદ્યકાવ્ય છે. એમાં ગૌતમ ગણધર રાજા શ્રેણિકને રત્નચૂડની કથા સંભળાવે છે. આઠ વર્ષનો થતાં રત્નચૂડને વિદ્યાશાળામાં  પાઠવવામાં આવ્યો. ત્યાં તે પંડિત જ્ઞાનગર્ભ કલાચાર્ય પાસે છંદ, અલંકાર, કાવ્ય, નાટક વગેરે ભણ્યો. તે મોટો…

વધુ વાંચો >

સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત)

સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત) : પ્રાકૃત ભાષામાં લખાયેલો ચરિત ગ્રંથ. ‘કહાણયકોસ’ના કર્તા જિનેશ્વરસૂરિના શિષ્ય સાધુ ધનેશ્વરે સુબોધ પ્રાકૃત ગાથાઓમાં વિ. સં. 1094(ઈ. સ. 1038)માં ચડ્ડાવલિ નામના સ્થાનમાં દરેકમાં 250 પદ્યો ધરાવતા સોળ પરિચ્છેદોમાં વિભક્ત એવા આ કાવ્યગુણસંપન્ન પ્રેમાખ્યાનની રચના કરી છે. ધનદેવ શેઠ એક દિવ્યમણિની મદદથી ચિત્રવેગ નામના વિદ્યાધરને નાગપાશમાંથી છોડાવે છે.…

વધુ વાંચો >