નાટ્યકલા
શેરિડન, ટૉમસ
શેરિડન, ટૉમસ (જ. 1719, ડબ્લિન; અ. 14 ઑગસ્ટ 1788, માર્ગેટ, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : આઇરિશ નટ અને રંગભૂમિ-વ્યવસ્થાપક. સુપ્રસિદ્ધ નાટ્યકાર રિચર્ડ બ્રિન્સ્લી શેરિડનના પિતા. ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે એક ફારસ ‘ધ બ્રેવ આઇરિશ મૅન ઑર કૅપ્ટન ઓ’બ્લન્ડર’’ લખ્યું હતું. તેમણે રિચર્ડ ત્રીજાનું પાત્ર ડબ્લિનની સ્મોક એલી થિયેટરમાં 1743માં…
વધુ વાંચો >શેરિડન, રિચર્ડ બ્રિન્સલી (બટલર)
શેરિડન, રિચર્ડ બ્રિન્સલી (બટલર) (જ. 1 નવેમ્બર 1751, ડબ્લિન; અ. 7 જુલાઈ 1816, લંડન) : આઇરિશ નાટ્યકાર, વક્તા અને વ્હિગ પક્ષના રાજકીય પુરુષ. ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ સ્વરૂપના નાટકના એક સ્તંભરૂપ સર્જક. ટૉમસ અને ફ્રાન્સિસ શેરિડનના ત્રીજા ક્રમના સંતાન. તેમના દાદા જોનાથન સ્વિફ્ટના નિકટના મિત્ર હતા. શેરિડનના પિતાએ અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર…
વધુ વાંચો >શ્રીમન્નૃસિંહાચાર્ય
શ્રીમન્નૃસિંહાચાર્ય (જ. 28 નવેમ્બર 1853, કડોદ, જિ. સૂરત; અ. 3 ઑગસ્ટ 1897) : તત્વદર્શી સંત, કવિ, ગદ્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. જન્મ વિસનગરા જ્ઞાતિમાં થયો હતો. પિતા દુર્લભરામ યાજ્ઞિક, માતા મહાલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ કડોદમાં, પછીનો અભ્યાસ સૂરતની મિશનરી સ્કૂલમાં. પણ બાલ્યવયથી પ્રકૃતિએ નિજાનંદી વૈરાગ્યોન્મુખી. 1873માં સૂરતમાં તેઓ ‘પ્રાર્થનાસમાજ’ના ઉપદેશક આચાર્યપદે. 1874માં…
વધુ વાંચો >શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ)
શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ) (જ. ?, વિશાખાપટણમ; અ. ?) : તેલુગુ કવિ અને નાટ્યકાર. તેમને તેમના ગ્રંથ ‘શ્રી શ્રી સાહિત્યમુ’ માટે 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્ર સાથે બી.એ.ની પદવી મેળવી હતી. પછી કેટલોક વખત તેમણે પત્રકાર તરીકે કામગીરી કરી. 1940થી 1950ના દસકા…
વધુ વાંચો >સટ્ટક અને સટ્ટક-સાહિત્ય
સટ્ટક અને સટ્ટક-સાહિત્ય : પ્રાચીન ભારતીય નાટ્યપ્રકાર અને તે નાટ્યપ્રકારનું સાહિત્ય. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર કાવ્યના બે મુખ્ય પ્રકારો છે : દૃશ્યકાવ્ય અને શ્રવ્યકાવ્ય. દૃશ્યકાવ્યમાં રૂપકો અને ઉપરૂપકોનો, જ્યારે શ્રવ્યકાવ્યમાં મહાકાવ્યથી માંડીને મુક્તક સુધીના કાવ્યપ્રકારોનો સમાવેશ થાય છે. નાટકાદિ રૂપકોમાં રસનું પ્રાધાન્ય હોય છે, જ્યારે નાટિકાદિ ઉપરૂપકોમાં તાલ અને લય-આશ્રિત નૃત્ત…
વધુ વાંચો >સપ્તસિંધુ (1977)
સપ્તસિંધુ (1977) : નાટ્યદિગ્દર્શક અને ટીવી-નિર્માતા ભરત દવેનું અમદાવાદ-સ્થિત નાટ્યવૃંદ. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) ખાતે પ્રશિક્ષણ મેળવ્યા બાદ શરદબાબુ-કૃત ‘વિજયા’ અને મોલિયર-કૃત ‘વાહ વાહ રે મૈં’ (scoundrel scorpion) નાટક સન 1976માં કોમેદિયા દેલાર્તે શૈલીમાં ભજવ્યા બાદ ભરત દવેએ દિલીપ શાહ, હર્ષદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લ, ભીમ વાકાણી, સુભાષ બ્રહ્મભટ્ટ, અદિતિ ઠાકર,…
વધુ વાંચો >સરકાર, બાદલ
સરકાર, બાદલ (જ. 1925) : બંગાળના જાણીતા નાટ્યકાર, નટ-દિગ્દર્શક, નાટ્યવિદ. મૂળ નામ સુધીન્દ્ર. વ્યવસાયનો આરંભ સિવિલ એન્જિનિયર તરીકે; પરંતુ કલાના રસને લીધે તેમણે નાટ્યલેખન અને પછી નાટ્યસર્જક તરીકે પ્રદાન કર્યું. 1967 સુધી પોતાની ‘ચક્ર’ નાટ્યસંસ્થા દ્વારા દર વર્ષે એક કૉમેડી નાટકનું લેખન અને પ્રસ્તુતિ એ કરતા, પણ એનો એકથી વધુ…
વધુ વાંચો >સાબળે શાહીર
સાબળે, શાહીર (જ. 1925, મુંબઈ) : મરાઠી લોકસંગીતના અગ્રણી ગાયક, મરાઠી લોકનાટ્યના પ્રવર્તક અને તેના વિખ્યાત કલાકાર. તેમનું આખું નામ કૃષ્ણરાવ ગણપત સાબળે, પરંતુ મરાઠી ભાષકોમાં તેઓ ‘શાહીર સાબળે’ આ ટૂંકાક્ષરી નામથી જ ઓળખાતા હોય છે. ઈશ્વરદત્ત દમદાર અને કસદાર અવાજ ધરાવતા આ ગાયક કલાકારે સાને ગુરુજીની પ્રેરણાથી 1945માં મુંબઈના…
વધુ વાંચો >સિદ્ધાર્થ બુદ્ધ (નાટક)
સિદ્ધાર્થ બુદ્ધ (નાટક) : નાટ્યકાર નૃસિંહ વિભાકરનું નાટક. તે ઈસવીસન 1914માં શ્રી આર્ય નાટ્ય સમાજે સૌપ્રથમ કરાંચીમાં ભજવ્યું હતું. કર્તાનું આ પહેલું નાટક છે. વ્યવસાયી રંગભૂમિના એ જમાનાનાં નાટકોને મુકાબલે આ નાટકની ભાષા વધુ સ્વાભાવિક અને ચોટદાર છે. નાટ્યકાર વિભાકરનું રણકાવાળું ગદ્ય અને નવતર શૈલીનો આ નાટક સારો નમૂનો છે.…
વધુ વાંચો >સિદ્ધુ ચરણદાસ
સિદ્ધુ, ચરણદાસ (જ. 1938, ભામ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમને તેમની કૃતિ ‘ભગતસિંહ શહીદ : નાટક તિક્કડી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી, પછી અમેરિકાની મેડિસન વિસ્કોન્સિનમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1960થી 2003 સુધી તેમણે હંસરાજ…
વધુ વાંચો >