નાટ્યકલા

પાઠક દીના

પાઠક, દીના (જ. 4 માર્ચ 1921, અમરેલી; અ. 11 ઑક્ટોબર 2002 બાંદ્રા, મુંબઈ) : હિંદી-ગુજરાતી રંગભૂમિ, ચલચિત્રો અને ટીવી શ્રેણીઓનાં ગુજરાતી અભિનેત્રી. ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવામાં પાયાનું કામ કરનાર દીનાબહેન મુંબઈ યુનિવર્સિટીનાં સ્નાતક હતાં. મુંબઈમાં કૉલેજના સમયથી નાટકોમાં ભાગ લેવા સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં રહ્યાં. ડાબેરી વિચારસરણી ધરાવતાં…

વધુ વાંચો >

પાઠક પ્રભાબહેન

પાઠક, પ્રભાબહેન (જ. 27 ડિસેમ્બર 1926, પછેગામ, વલ્લભીપુર; અ. 14 મે, 2016, અમદાવાદ) : રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝનનાં અભિનેત્રી. તેમણે અભિનયના ક્ષેત્રે છેલ્લા અડધા સૈકાથી વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ભાવનગર અને અમદાવાદમાં એમણે ઉચ્ચ શિક્ષણ લીધું અને પ્રસિદ્ધ કવિ-વિવેચક રામનારાયણ વિ. પાઠકના ભત્રીજા અરવિંદ પાઠક (જાણીતા અભિનેતા અને અનુવાદક) સાથે…

વધુ વાંચો >

પારસી રંગભૂમિ

પારસી રંગભૂમિ : મુખ્યત્વે પારસીઓ દ્વારા ચાલતી રંગભૂમિ, નાટ્ય-પ્રવૃત્તિ. તે દ્વારા પારસીઓ દ્વારા સંચાલિત નાટક-મંડળીઓ અને નાટ્યગૃહો ઉપરાંત પારસી દિગ્દર્શકો, અભિનેતા તથા અભિનેત્રીઓ, પારસી નાટ્યકારો તથા નાટકો અને તેનાં સંગીત-વેશભૂષા-રંગસજ્જા જેવાં અનેક અંગોનો સંદર્ભ સૂચવાય છે. પારસી રંગભૂમિના ઉત્થાન અને વિકાસમાં પારસીઓનું જ મહત્વપૂર્ણ પ્રદાન રહેલું હોવા છતાં અન્ય કોમના…

વધુ વાંચો >

પાલેકર અમોલ

પાલેકર, અમોલ (જ. 24 નવેમ્બર, 1944, મુંબઈ) : મરાઠી રંગભૂમિ તથા હિન્દી ચલચિત્રોના અભિનેતા અને નિર્માતા દિગ્દર્શક. 1965 જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રશિક્ષણ લીધું, 1968માં મરાઠી રંગભૂમિથી કારકિર્દીનો આરંભ કર્યો. સત્યદેવ દુબે સાથે 1972 સુધી નાટ્યપ્રયોગો કર્યા. તેમનાં પ્રયોગાત્મક નાટકોએ વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. તેઓ સારા ચિત્રકાર પણ છે. એમણે…

વધુ વાંચો >

પિયર જિન્ટ (1867)

પિયર જિન્ટ (1867) : નૉર્વેના નાટ્યકાર હેન્રિક ઇબ્સનનું પદ્યનાટક. ત્યાંની એક લોકકથા પર આધારિત એનાં જે બે નાટકો ગણાયાં છે તેમાં ‘બ્રાન્ડ’ ઉપરાંતનું આ બીજું મહત્વનું નાટક છે. સ્વકેન્દ્રી, ઉછાંછળો, ઘમંડી પિયર જિન્ટ પોતાની જાતને બહુ મહાન અને સંવેદનશીલ માનતો હતો, પણ જીવનના અંતે અનેક દુ:સાહસો પછી સમજે છે કે…

વધુ વાંચો >

પિયો ગોરી (1946)

પિયો ગોરી (1946) : કવિ-નાટ્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનું ચાર દૃશ્યોનું પ્રલંબ એકાંકી. પ્રસંગો અને પાત્રોથી રસપ્રદ બનતી સુંદર વસ્તુગૂંથણી ધરાવતા આ એકાંકીમાં પ્રેમ અને શંકાના વાતાવરણમાં પતિ પોતાની નટી-પત્નીને ખરેખરું વિષપાન કરાવે છે; વાસ્તવિકતા અને આભાસની મર્યાદારેખા એ રીતે વળોટી જતી એ ઘટના અને એની ડિઝાઇન કવિ શ્રીધરાણીના આ નાટ્યને ખૂબ…

વધુ વાંચો >

પીઠમર્દ

પીઠમર્દ : સંસ્કૃત નાટકના મુખ્ય નાયકનો સહાયક. નાટકમાં નાયક સિવાયના પાત્રને લગતું પ્રાસંગિક કે ગૌણ કથાનક જે લાંબા સમય સુધી ચાલે છે તે પતાકા કહેવાય છે. આવા કથાનકનો નાયક ‘પીઠમર્દ’ કહેવાય છે. આથી જ સંસ્કૃત નાટ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ ‘દશરૂપક’ના કર્તા ધનંજય ‘પીઠમર્દ’ને ‘પતાકાનાયક’ તરીકે ઓળખાવે છે. આ પીઠમર્દ વિચક્ષણ હોય…

વધુ વાંચો >

પુવાર ઇન્દુ

પુવાર, ઇન્દુ (જ. 19 જાન્યુઆરી 1940, રૂપાલ, જિ. સાબરકાંઠા; અ. 15 ઑક્ટોબર 2013, અમદાવાદ) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર. મૂળ નામ ઇન્દ્રસિંહ કરણસિંહ પુવાર. 1959-75 દરમિયાન માધ્યમિક શિક્ષક અને ખંડ-સમયના વ્યાખ્યાતા. 1975થી અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો) અમદાવાદ ખાતે લેખક (સ્ક્રિપ્ટ-રાઇટર)/નિર્માતા (પ્રોડ્યુસર). ‘કિન્તુ’ (1974), ‘બે ઉપનિષદો’ (1988), ‘કેટલાંક ભાષ્યો’ (1989), ‘રોમાંચ…

વધુ વાંચો >

પૃથ્વી થિયેટર્સ

પૃથ્વી થિયેટર્સ : હિંદી રંગમંચની યશસ્વી નાટ્યમંડળી. તેની સ્થાપના મુંબઈ ખાતે વિખ્યાત ફિલ્મ-અભિનેતા, દિગ્દર્શક પૃથ્વીરાજ કપૂરે 15 જાન્યુઆરી, 1944ના રોજ કરી હતી. પૃથ્વી થિયેટર્સનું સંગઠન વ્યાવસાયિક નાટ્યમંડળી જેવું હોવા છતાં, વિશેષપણે તે એક પારિવારિક નાટ્યમંડળી હતી. તેનો ઉદ્દેશ વ્યાવસાયિક લાભ નહિ, પણ પોતાનાં નાટકો દ્વારા રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો અને…

વધુ વાંચો >

પૉઇટિયર સિડની

પૉઇટિયર, સિડની (જ. 20 ફેબ્રુઆરી 1927, માયામી, ફ્લૉરિડા; અ. 6 જાન્યુઆરી 2022, એવર્લી હિલ્સ) : અમેરિકાના અશ્વેત અભિનેતા અને દિગ્દર્શક. ન્યૂયૉર્ક શહેરમાં આવેલા ‘અમેરિકન નિગ્રો થિયેટર’માં તેમણે અભિનયની તાલીમ લીધી. ત્યારબાદ રંગમંચ પર તથા ચલચિત્રોમાં અભિનય આપ્યો; પણ હૉલિવૂડમાં અભિનયનો સૌપ્રથમ પ્રારંભ કર્યો 1950માં. મુખ્યત્વે તેમને સહાયક પાત્રોની ભૂમિકા મળતી;…

વધુ વાંચો >