નાટ્યકલા
પટેલ, બરજોર
પટેલ, બરજોર (જ. 17 ઑગસ્ટ 1930, મુંબઈ) : નવી રંગભૂમિના સફળ નટદિગ્દર્શક. મુંબઈમાં પ્રારંભમાં ભરડા હાઈસ્કૂલ અને પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી તેમણે એલએલ.બી.ની ડિગ્રી મેળવી. હસમુખા અને વિનોદી સ્વભાવને કારણે તેઓ મિત્રવૃંદમાં સારી લોકચાહના પ્રાપ્ત કરી શક્યા હતા. અભ્યાસ દરમિયાન એમને નાટ્યકલાનો રંગ લાગેલો. એમની અભિનય-કારકિર્દી(1949-66)ના વિકાસમાં અદી મર્ઝબાન,…
વધુ વાંચો >પદમસી, અલેક
પદમસી, અલેક (જ. 5 માર્ચ 1931; અ. 17 નવેમ્બર 2018) : ભારતમાં પ્રવૃત્ત અંગ્રેજી રંગભૂમિના તથા વિજ્ઞાપનક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના અગ્રણી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું. લિન્ટાસ, લંડન ખાતે ફિલ્મ ટૅક્નિકનું પ્રશિક્ષણ મેળવ્યું. 1955-57માં જે. વૉલ્ટર ટૉમ્પસન નામની વિજ્ઞાપન કંપનીના ફિલ્મ્સ-એક્ઝિક્યુટિવ તરીકે, 1969માં લિન્ટાસ લિમિટેડ નામની વિજ્ઞાપન કંપનીના ક્રિયેટિવ…
વધુ વાંચો >પદ્યનાટક
પદ્યનાટક : જુઓ, નાટક
વધુ વાંચો >પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો
પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો ભૂમિજાત પરંપરા મુજબની નાટ્યપ્રણાલીઓ. દેશની મંચનકલાઓ – નૃત્ય, સંગીત, નાટ્ય, કઠપૂતળી વગેરેનું જે વૈવિધ્ય છે તે સંસ્કૃતિ, પ્રદેશ, ભાષા-બોલી, સંપ્રદાય, જાતિ વગેરેની પરંપરાઓનું પરિણામ હોય છે. એનાં રૂપો, પ્રકારો, પ્રસ્તુતિરીતિઓ અને પ્રણાલીઓ પણ નિરનિરાળાં હોય છે. ખાસ કરીને મંચનકલાઓના પાશ્ચાત્ય દેશોના જાણીતા પ્રકારો નાટક, ઑપેરા, બૅલે વગેરેની…
વધુ વાંચો >પરિત્રાણ (1967)
પરિત્રાણ (1967) : ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’. મહાભારતના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રમવાસિક પર્વમાંથી કથાવસ્તુ લઈને દર્શકે પોતાની જીવનદૃષ્ટિ પ્રમાણે તેમાં જરૂરી ફેરફારો કરી તેને નાટ્ય રૂપ આપ્યું છે. દ્યૂતમાં પરાજિત થયા બાદ પાંડવો 13 વર્ષનો આકરો વનવાસ સહન કરીને વિરાટનગરમાં પ્રગટ થાય છે અને કૌરવો પાસે પોતાના…
વધુ વાંચો >પરીખ, રસિકલાલ છોટાલાલ
પરીખ, રસિકલાલ છોટાલાલ (જ. 20 ઑગસ્ટ, 1897, સાદરા; અ. 1 નવેમ્બર, 1982, અમદાવાદ) : કવિ, નાટ્યલેખક, બહુશ્રુત વિદ્વાન, ઇતિહાસવિદ સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. ઉપનામ ‘મૂસિકાર’ અને ‘સંજય’. એમણે પ્રાથમિક શિક્ષણ સાદરામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધેલું. કૉલેજમાં તેમણે સંસ્કૃત નાટક તેમ જ…
વધુ વાંચો >પંડ્યા અરવિંદ
પંડ્યા, અરવિંદ (જ. 21 માર્ચ 1923, ભાદરણ; અ. 22 જુલાઈ 1980) : ગુજરાતી ચિત્રોના ચરિત્ર-અભિનેતા. બચપણથી સંગીત-અભિનયના સંસ્કાર પામેલા અરવિંદ પંડ્યા 1937માં મુંબઈ આવ્યા. દેવધર ક્લાસીઝમાં પ્રારંભિક સંગીત-શિક્ષણ લઈને પછી પંઢરીનાથ કોલ્હાપુરે પાસે સંગીતની તાલીમ મેળવી. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના એક સંગીતજલસામાં ફિલ્મી સંગીતકાર એસ. એન. ત્રિપાઠીએ તેમને સાંભળીને ‘માનસરોવર’(1946)માં પાર્શ્વગાયક…
વધુ વાંચો >પંડ્યા કૈલાસ
પંડ્યા, કૈલાસ (જ. 1925, મહુવા, જિ. ભાવનગર; અ. 2007) : અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યનિર્માતા. અભ્યાસ મુંબઈની જી. ટી. હાઈસ્કૂલ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઇન્ટર આર્ટ્સ સુધી. કૉલેજકાળ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તથા યોગેન દેસાઈ, વજુ કોટક અને મધુકર રાંદેરિયા દિગ્દર્શિત નૃત્યનાટિકા તથા નાટકોમાં અભિનય (1940). 1941થી 1943 દરમિયાન મહેન્દ્ર મોદી, નટરાજ વશી…
વધુ વાંચો >પંત દિનુભાઈ
પંત, દિનુભાઈ (જ. 1917, પંથલ, જિ. ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : જાણીતા ડોગરી કવિ અને નાટ્યકાર. તેમને તેમના નાટક ‘અયોધ્યા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ઔપચારિક શિક્ષણ ખાસ લીધું નહોતું. તેમણે માતાના અવસાન બાદ સ્થાનિક રામલીલા ક્લબ તરફથી ભજવાતાં નાટકોમાં ભાગ લીધો હતો. વળી…
વધુ વાંચો >પાટેકર નાના
પાટેકર, નાના (જ. 1 જાન્યુઆરી 1951, મ્યૂરુન્ડ, જંજીર, મહારાષ્ટ્ર) : હિંદી ફિલ્મજગતમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અભિનેતા. મૂળ નામ વિશ્વનાથ. દેખાવડો ચહેરો કે ફિલ્મી પ્રતિભાવોનો વારસો ન હોવા છતાં પોતાના ધારદાર અભિનય, ઝડપી ગતિની સંવાદછટા, આવેશ અને આક્રોશપૂર્ણ અભિનેતાની છાપને કારણે ફિલ્મજગતમાં અગ્રણી અભિનેતાઓની હરોળમાં સ્થાન જમાવ્યું છે. શાળાકીય કારકિર્દીમાં મરાઠી…
વધુ વાંચો >