નાટ્યકલા
નટઘર
નટઘર : ચંદ્રવદન મહેતાની કલ્પનાનું આદર્શ નાટ્યગૃહ. તેની ઇમારત દૂરથી મોઢેરાના સૂર્યમંદિર જેવી અથવા સોમનાથના સોમમહાલય જેવી ગોળ દેખાતી હોય, તેની બહાર એક ભાગમાં કલાકારીગરી માટેનાં લાકડાંથી માંડી ઝવેરાત સુધીની વિવિધ ઘર-ઉપયોગી વસ્તુઓથી સભર એવો પ્રદર્શનખંડ હોય અને બીજા ભાગમાં ખાવાપીવા માટેનું સ્વચ્છ સ્થાન હોય. અંદરના ભાગમાં પ્રવેશ કરો તો…
વધુ વાંચો >નટમંડળ
નટમંડળ : અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાને ઉપક્રમે સ્થપાયેલું નિયમિત નાટકો ભજવવા માટેનું નટો અને નાટ્યવિદોનું કાયમી જૂથ. લગભગ 1948માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના આશ્રયે નાટ્યવિદ્યા મંદિર નામની સંસ્થા શરૂ કરવામાં આવી. આમાં નાટ્યવિદ્યામાં રસ ધરાવનારાં લગભગ પચીસેક ભાઈબહેનોએ હાજરી આપી. આમાં નાટ્યવિદ્યાસંબંધી વિવિધ વિષયો પર તજ્જ્ઞો મારફત વ્યાખ્યાનો તથા પરિસંવાદો યોજવામાં આવતાં…
વધુ વાંચો >નરસિંહ મહેતો
નરસિંહ મહેતો (નાટક : 1905) : ભક્તિરસનું ત્રિઅંકી નાટક. આ નાટકના લેખક હતા પોપટલાલ માધવજી ઠક્કર. શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ઈ. સ. 1905માં આ નાટક ભજવ્યું હતું. આ નાટક છપાયું નથી. પ્રેમભક્તિરસના આ નાટકની ભાષા રસમય અને ભભકવાળી છે. લેખકની શૈલી નાટકી (theatrical) છે. નાટક જોઈ પ્રેક્ષકોને સદબોધ મળે…
વધુ વાંચો >નવલશા હીરજી
નવલશા હીરજી : જૂની-નવી રંગભૂમિ પર ભજવાયેલું હાસ્યપ્રધાન નાટક. બાપુલાલ નાયકે તે 1909માં લખ્યું અને એ જ સાલમાં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ભજવ્યું. સળંગ હાસ્યપ્રધાન નાટકના પ્રથમ અંકમાં આપકમાઈ કરવા નીકળેલો નવલશા મોકામા નામના બંદરે આવે છે. ત્યાં રંગીલી અને શાણી નામની બે ધુતારી સ્ત્રીઓના પ્રપંચમાં ફસાઈને બધી મિલકત…
વધુ વાંચો >નાગડા, ચાંપશીભાઈ
નાગડા, ચાંપશીભાઈ (જ. 22 નવેમ્બર 1920, ગઢવાલી, રાપર, કચ્છ; અ. 21 જાન્યુઆરી 2002, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રંગમંચ અને ચલચિત્રોના કલાકાર તથા નિર્માતા. ચાંપશીભાઈ નાગડા કચ્છના વેપારી કુટુંબનું સંતાન હતા. પિતાનું નામ ભારમલ. શાળાંત સુધી અભ્યાસ કર્યો. માત્ર 19 વર્ષની વયે મુંબઈમાં નાટકો સાથે સંકળાયેલા ચાંપશીભાઈએ…
વધુ વાંચો >નાટક
નાટક સ્વરૂપ નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ માનવ-અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય છે. ‘નાટક’ શબ્દ ‘નટ્’ ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી. આમ, નાટક કે નાટ્યને…
વધુ વાંચો >નાટક
નાટક : ભારતમાં ભારતમાં એનો ઇતિહાસ : ભારતમાં રંગભૂમિનો ઇતિહાસ રસિક છે, એટલો દુ:ખદ પણ છે. સંસ્કૃત નાટકો ભજવાતાં ત્યારે ક્યાં ભજવાતાં એ માટે રાજાના મહેલમાં એવી અટકળ કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં દેવમંદિરના મંડપમાં ભજવાતાં એવી નક્કર સાબિતીઓ પણ મળે છે. પણ એ બધી પ્રવૃત્તિઓ ચાલી ઈ. સ.…
વધુ વાંચો >નાટ્યદર્પણ
નાટ્યદર્પણ (બારમી સદી) : નાટ્યલક્ષણગ્રંથ. કર્તા રામચન્દ્ર (આશરે ઈ. સ. 1100–1175) અને ગુણચન્દ્ર. બંને જૈન આચાર્ય હેમચન્દ્રના શિષ્યો. ગુણચન્દ્ર વિશે ખાસ માહિતી નથી, પણ રામચન્દ્ર એક આંખવાળો, આચાર્યનો પટ્ટધર શિષ્ય, અગિયાર સંસ્કૃત નાટકો રચનાર, પ્રબન્ધ-શત-કર્તા, અત્યંત વિદ્વાન, ગુજરાતના સિદ્ધરાજ (1093–1143), કુમારપાળ (1143–72), અજયપાળ (1172–75) વગેરે રાજાઓનો સમકાલીન. અજયપાળે એને તપાવેલા…
વધુ વાંચો >નાટ્યરંગ
નાટ્યરંગ (1959) : મુંબઈની પ્રયોગશીલ નાટ્યસંસ્થા. રંગભૂમિ(સ્થાપના 1959)એ જેમ અનેક સાહિત્યિક નાટકો રજૂ કર્યાં, તેમ વિષ્ણુકુમાર વ્યાસ અને મધુકર રાંદેરિયા જેવા સાહિત્યપ્રેમી રંગકર્મીઓએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું નાટ્યસામયિક પણ પ્રસિદ્ધ કર્યું. આ સામયિકે અન્ય સામયિકો (‘ગુજરાતી નાટ્ય’, ‘એકાંકી’, ‘નાટક’ વગેરે) કરતાં વિશિષ્ટ છાપ એ રીતે ઊભી કરી કે એમાં…
વધુ વાંચો >નાટ્યશાસ્ત્ર
નાટ્યશાસ્ત્ર : ભરતનો રચેલો મનાતો પ્રાચીન ભારતનો (આશરે ઈ. સ. પૂ. 200) આદ્ય નાટ્યલક્ષણગ્રંથ. વિવિધ કલાઓનાં ક્ષેત્રોમાં આની વેદ જેવી પ્રતિષ્ઠા છે તેથી એને સર્વ વર્ણો માટેનો પાંચમો વેદ જ કહ્યો છે. પ્રાચીન ભારતીય નાટ્ય એ નાટક-અભિનય-નૃત્ય-સંગીતનું સમન્વિત સ્વરૂપ હતું તેથી ‘નાટ્યશાસ્ત્ર’ સાહિત્યસ્વરૂપ નાટકનો, મંચકલાનો, અભિનયનો, નૃત્યનો, સંગીત વગેરે કલાઓનો…
વધુ વાંચો >