નટવરલાલ યાજ્ઞિક
ગાર્ગી
ગાર્ગી : બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજાની યજ્ઞસભામાં યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરનારી બ્રહ્મવાદિની એક તત્ત્વજ્ઞા. તે તપસ્વિની કુમારી હતી અને પરમહંસની જેમ જ રહેતી હતી. ગર્ગ ગોત્રમાં જન્મી હોવાથી તે ગાર્ગી કહેવાઈ. ઉપનિષદમાં તેનું નામ ગાર્ગી વાચકનવી છે. વચકનુની પુત્રી હોવાથી તે વાચકનવી કહેવાઈ. ગાર્ગીના વ્યક્તિગત નામનો ક્યાંય ઉલ્લેખ નથી. ગર્ગકુલ…
વધુ વાંચો >ગૃત્સમદ
ગૃત્સમદ : એક મંત્રદ્રષ્ટા. ગૃત્સ એટલે પ્રાણ અને મદ એટલે અપાન. ગૃત્સમદમાં આ બંને વાયુઓની સમાનતા હતી તેથી તે એ નામે ઓળખાયા એમ ઐતરેય બ્રાહ્મણમાં કહ્યું છે. ઋક્સંહિતાનું દ્વિતીય મંડળ ગૃત્સમદનું કુલમંડલ છે. ગૃત્સમદ અંગિરસ ગોત્રીય શુનહોત્રના ઔરસપુત્ર હતા, અને પછી ભૃગુ કુલના શુનકે તેમને દત્તક લીધા. અનુક્રમણિકામાં તેમનો ‘અંગિરસ…
વધુ વાંચો >ગોકર્ણ
ગોકર્ણ : શિવનો એક અવતાર. સિદ્ધના પ્રસાદથી ગાયના પેટે જન્મેલ એક સિદ્ધ પુરુષ. તે નામનું એક પ્રસિદ્ધ જ્યોતિર્લિગ તીર્થ કર્ણાટકમાં કારવાર અને તંદ્રી બંદરોની વચ્ચે આવેલું છે. સૃષ્ટિના આરંભે પ્રજાપતિ બ્રહ્માએ શિવને સૃષ્ટિ રચવાનું કામ સોંપ્યું, પણ તેમણે તે કામ કર્યું નહિ. તેથી સ્વયં બ્રહ્માએ પૃથ્વી રચી. શિવને એ ગમ્યું…
વધુ વાંચો >ઘોષા કાક્ષીવતી
ઘોષા કાક્ષીવતી : ઋગ્વેદની ઋષિકા. ઋષિ દીર્ઘતમાના પુત્ર કક્ષીવાનની પુત્રી. મંત્રદર્શન તેને વારસામાં મળ્યું હતું. બાલ્યાવસ્થામાં જ તેને કુષ્ઠરોગ થયો હતો તેથી કોઈ યુવકે તેને પસંદ કરેલી નહિ. આમ ઘોષા અપરિણીત અવસ્થામાં સાઠ વર્ષ સુધી પિતાને ત્યાં જ હતી. પિતા કક્ષીવાને અશ્વિનીકુમારોને પ્રસન્ન કરી પુનર્યૌવન પ્રાપ્ત કરેલું તેમાંથી પ્રેરણા લઈ…
વધુ વાંચો >ચમસ–ચમસિન્
ચમસ–ચમસિન્ : સોમલતા વાટીને કાઢેલો સોમરસ પીવા માટેનું કાષ્ઠપાત્ર. તે ન્યગ્રોધ (વડ), ઉદુંબર (ઊમરો) કે પિપ્પલ(પીંપળા)ના કાષ્ઠનું બને. તે લંબચોરસ કે સમચોરસ પણ હોય. તેને હાથો હોય તો તે ત્સરુમત્ ચમસ કહેવાય, હાથો ન હોય તો અત્સરુ ચમસ કહેવાય. હાથાના ગોળ કે ચોરસ આકાર ઉપરથી તે કયા ઋત્વિજ માટેનું છે…
વધુ વાંચો >ચયન
ચયન : નિત્યહોમ અને અન્ય વૈદિક યજ્ઞો માટે અરણિવૃક્ષનાં બે લાકડાંનું મંથન કરી ઉત્પન્ન કરેલો અગ્નિ (શ્રૌતાગ્નિ) રાખવા માટેની ઓટલી કે સ્થંડિલ. તે સ્થંડિલની રચનાનો વિધિ પણ ચયન કહેવાય. ચયનનું બીજું નામ ચિતિ છે. અગ્નિશાળામાં ઉત્તરવેદીના ઓટલા ઉપર જુદા જુદા આકારની ઇષ્ટકાઓ(ઈંટો)ના પાંચ થર કરી ચિતિની રચના થાય છે. ચિતિ…
વધુ વાંચો >ચરણદાસ
ચરણદાસ (જ. 1703, ડેહરા, રાજસ્થાન; અ. 1782) : વૈષ્ણવ સંત કવિ. નામ રણજિતસિંહ. તે વૈશ્ય હતા. કેટલાક તેમને બ્રાહ્મણ કહે છે. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યવૃત્તિ હતી. 19 વર્ષની યુવાવસ્થામાં તેમણે શુકદેવ ગુરુ પાસેથી શબ્દમાર્ગની દીક્ષા લીધી. શુકદેવ ગુરુ ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર પાસેના હતા. દીક્ષા પછી રણજિતસિંહનું નામ ચરણદાસ રખાયું. ચરણદાસની સાધનામાં…
વધુ વાંચો >ચરણવ્યૂહસૂત્ર
ચરણવ્યૂહસૂત્ર (લગભગ ઈ. પૂ. 2500) : ચારેય વેદોના મંત્રો વગેરે સાહિત્યની અધ્યયન, પારાયણ અને કર્મવિધિભેદે થયેલી શાખાઓનું નિરૂપણ ધરાવતો ગ્રંથવિશેષ. તેના રચયિતા શૌનક પાંડવવંશી જનમેજય રાજાના સમકાલીન હતા. શૌનક વેદસાહિત્યના ઉદ્ધારક તરીકે પુરાણપ્રસિદ્ધ છે. તેમણે વૈદિક સાહિત્યના પરિશીલન સારુ તેમના નૈમિષારણ્યના આશ્રમમાં દીર્ઘકાલીન સત્રયજ્ઞો કર્યાના ઉલ્લેખો પુરાણોમાં છે. શુનકનો પુત્ર…
વધુ વાંચો >ચાર્વાક
ચાર્વાક : અનીશ્વરવાદી લોકાયત દર્શનના પ્રસિદ્ધ આચાર્ય. તેમના નામથી લોકાયત દર્શન ચાર્વાક દર્શન પણ કહેવાય છે. લોકાયત દર્શનના આદ્ય સ્થાપક તરીકે પુરાણોમાં બૃહસ્પતિનું નામ મળે છે. બાદરાયણ વ્યાસના વેદાન્ત બ્રહ્મસૂત્રમાં અને અન્ય વેદાન્ત ગ્રંથોમાં બૃહસ્પતિના મતનાં સૂત્રાત્મક વાક્યો ટાંકેલાં મળે છે. સંભવત: આ સૂત્રો લોકાયત દર્શનનાં હોય. મહાભારતના શલ્યપર્વ અને…
વધુ વાંચો >ચિત્રકૂટ
ચિત્રકૂટ : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં મંદાકિની નદીના તટે આવેલું રામાયણપ્રસિદ્ધ પૌરાણિક પર્વતીય તીર્થસ્થળ. પૌરાણિક કથાનક મુજબ અહીં અત્રિ, ભરદ્વાજ આદિ પ્રાચીન ઋષિઓના આશ્રમો હતા. અહીં અત્રિ આશ્રમે સતી અનસૂયાને ઉદરે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ચંદ્ર, દત્ત અને દુર્વાસા રૂપે જન્મ્યા હતા. નિષધ દેશના નલરાજા અને પાંડવ યુધિષ્ઠિરે અહીં તપ કરી…
વધુ વાંચો >