નટવરલાલ યાજ્ઞિક

કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી

કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી : કાત્યાયને સંકલિત કરેલી ઋગ્વેદની શાકલશાખીય સંહિતાની સર્વગ્રાહી અનુક્રમણી. આ સર્વાનુક્રમણીના બે વિભાગ છે. બાર કંડિકાના પ્રથમ વિભાગમાં ગ્રંથપ્રયોજન અને ઋષિ, દેવતા અને છંદ અંગેના પારિભાષિક નિયમો આપ્યા છે. સૂક્તપ્રતીક, ઋક્સંખ્યા, ઋષિ, દેવતા, છંદ આદિ વિગતો એકત્ર આપી હોઈ તેનું ‘સર્વાનુક્રમણી’ નામ યથાર્થ છે. ઐતરેયાદિ બ્રાહ્મણ અને આરણ્યકો,…

વધુ વાંચો >

કાત્યાયન શુલ્બસૂત્ર

કાત્યાયન શુલ્બસૂત્ર : ઘરમાં કે ઘર બહાર કરવાના યજ્ઞો માટે મંડપ, વિવિધ વેદિઓ, ચિતિઓ આદિના નિર્માણ માટેનું શાસ્ત્ર. વૈદિક ધર્માચરણ યજ્ઞપ્રધાન છેåå. શ્રૌત અને ગૃહ્ય કલ્પોમાં વિવિધ હવિર્યજ્ઞો અને પાકયજ્ઞોનાં નિરૂપણ છે. શુલ્બસૂત્ર કલ્પનું એક અંગ છે. કાત્યાયન શુલ્બસૂત્ર તેના શ્રૌતસૂત્ર સાથે સંબદ્ધ છે. તેમાં ભૂમિમાપન, તેનાં સાધનો અને તેમના…

વધુ વાંચો >

કાત્યાયન શ્રાદ્ધકલ્પ

કાત્યાયન શ્રાદ્ધકલ્પ : પારસ્કર ગૃહ્યસૂત્રના પરિશિષ્ટ રૂપે સંગૃહીત ગ્રંથ. કાત્યાયન શ્રાદ્ધકલ્પ, શૌચસૂત્ર, સ્નાનસૂત્ર અને ભોજનસૂત્ર એકત્રિત મળે છે. આ સૂત્રોની પુષ્પિકાઓમાં તેમને કાત્યાયનપ્રોક્ત કહ્યાં છે તેથી સમજાય છે કે તે સ્વયં કાત્યાયને રચ્યાં નથી પણ કાત્યાયનબોધિત પરંપરાનાં અને પાછળથી શબ્દબદ્ધ થયેલાં છે. શ્રાદ્ધકલ્પ ઉપર કર્કોપાધ્યાયની ટીકા છે તેથી વિક્રમની બારમી…

વધુ વાંચો >

કાત્યાયન શ્રૌતસૂત્ર

કાત્યાયન શ્રૌતસૂત્ર : શ્રૌતકલ્પનું નિરૂપણ કરનારું શુક્લ યજુર્વેદનું સૂત્ર. તેમાં અગ્ન્યાધાનથી આરંભી અશ્વમેધ, પુરુષમેધ અને સોમયાગ પર્યન્તના યાગોનું વિગતે નિરૂપણ છે. યજુર્વેદ અધ્વર્યુવેદ છે તેથી આ શ્રૌતસૂત્રમાં અધ્વર્યુકર્મોનું વિશેષે નિરૂપણ છે. સામવેદીય કલ્પોમાં નિરૂપિત કેટલાંક કર્મોનો નિર્દેશ યત્રતત્ર છે. વિગતોની ર્દષ્ટિએ આ શ્રૌતસૂત્ર અન્ય વેદોનાં સૂત્રો કરતાં વિસ્તૃત છે. કાત્યાયન…

વધુ વાંચો >

કાલ

કાલ : વૈદિક સંહિતાઓમાં ‘સમય’ના અર્થમાં પ્રયુક્ત થયેલો શબ્દ. ‘અથર્વસંહિતા’(19.53 અને 54)નાં બે સૂક્તો કાલને ઉદ્દેશી રચાયેલાં છે. તેમાં કાલના મહિમાનો થોડોક ખ્યાલ અપાયેલો જોવા મળે છે. ઉપનિષત્ કાલમાં જીવ-અજીવ સૃષ્ટિ પર તેનો અનિવાર્ય પ્રભાવ જોવા મળે છે. ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’માં કાલનો પ્રભાવ વર્ણવી કાલ પર પરમેશ્વરની સત્તાનું વર્ણન કરાયેલું છે.…

વધુ વાંચો >

કાલિદાસ

કાલિદાસ : સંસ્કૃતના પ્રથિતયશ કવિ અને નાટ્યકાર. સંસ્કૃતમાં એમની કક્ષાનો કવિ હજી સુધી થયો નથી. એમની રસાર્દ્ર કૃતિઓએ એમને વૈશ્વિક કવિની ભૂમિકા પર મૂક્યા છે. સંસ્કૃતના અનેક કવિઓની જેમ કાલિદાસે પોતાને વિશે કશુંય કહ્યું નથી. કવિની કાવ્યમાધુરીમાં મગ્ન રસિકવર્ગ પણ કવિના દેશકાલ વિશે કહેવાનું વીસરી ગયો. પરિણામે કાલિદાસના વ્યક્તિત્વ અને…

વધુ વાંચો >

કુંથુનાથ

કુંથુનાથ : જૈનોના 24 તીર્થંકરો પૈકીના સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા શૂરસેન કે સૂર્ય તેમના પિતા અને શ્રીકાન્તા કે શ્રીદેવી તેમનાં માતા. કૃત્તિકા નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. જન્મતાં વાર જ તે ભૂમિ પર સીધા ઊભા રહ્યા તેથી અથવા જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમનાં માતાએ રત્નોનો ઢગલો જોયો તેથી તેમનું…

વધુ વાંચો >

કોશસાહિત્ય

કોશસાહિત્ય શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચયરૂપ સાહિત્ય. ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તથા અન્ય ભાષાભાષી સમુદાયને જે તે ભાષાની સમજ આપવા કોશરચનાની પ્રવૃત્તિ હાથ ધરાય છે. કોશ ઉપરાંત સંસ્કૃતમાં અભિધાન તથા નિઘંટુ પર્યાયો યોજાયેલ છે. સંસ્કૃતમાં કોશની પરંપરા વૈદિક સંહિતાઓ જેટલી પ્રાચીન છે. સાંપ્રત ઉપલબ્ધ નિઘંટુ સંસ્કૃતનો પ્રાચીનતમ…

વધુ વાંચો >

ક્રતુ

ક્રતુ : જેમાં યૂપ રોપાતો હોય તેવો યજ્ઞ. અમરકોશમાં ‘ક્રતુ’ શબ્દને યજ્ઞસામાન્યના અર્થમાં ગણાવ્યો છે. પણ અમરકોશમાં ગણાવેલાં યજ્ઞનામોમાંનાં કેટલાંક યજ્ઞવિશેષોનાં વાચક છે. ‘યજ્ઞ’ શબ્દ તેના વ્યાપક અર્થમાં શ્રૌત સ્માર્ત સર્વ હોમાત્મક કર્મને આવરી લે છે, જ્યારે ક્રતુ એ સોમયાગ છે. ‘શબ્દકલ્પદ્રુમ’માં તેને यूपसहितो यज्ञ: क्रतु: કહ્યો છે. સોમયાગોમાં પશુહોમ…

વધુ વાંચો >

ક્ષુર

ક્ષુર : વિક્રમની દશમી શતાબ્દીમાં થયેલા ભાષ્યકાર. વેદભાષ્યકાર સાયણાચાર્યની ‘માધવીય ધાતુવૃત્તિ’માં પાંચ સ્થળે ‘ક્ષુર’નો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. તે દ્વારા કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા પર ક્ષુર નામે વિદ્વાનનું ભાષ્ય હોવાનું જણાય છે. જોકે, ક્ષુરના ભાષ્યની કોઈ પોથી હજી સુધી મળી નથી તથા કોઈ વેદભાષ્યકારે પોતાના ભાષ્યમાં ક્ષુરનો વેદભાષ્યકાર તરીકે નામોલ્લેખ…

વધુ વાંચો >