નટવરલાલ યાજ્ઞિક

ખ્યાતિ

ખ્યાતિ : ખ્યાતિ એટલે જ્ઞાન. તેના પ્રસિદ્ધિ, પ્રશંસા, કથન, અભિવ્યક્તિ આદિ અન્ય અર્થો છે. તેમાંના પ્રશંસા આદિ અર્થો વ્યવહારમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં ખ્યાતિ શબ્દ જ્ઞાનના અર્થમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં આ શબ્દની જે વિવિધ અર્થચ્છાયાઓ છે તેમાં સૂક્ષ્મ તર્ક દ્વારા વિવિધ પાસાંઓનું દર્શન સૂચવાયું છે. દર્શનોમાં મુખ્યત્વે પાંચ પ્રકારની ખ્યાતિઓ ગણાવી…

વધુ વાંચો >

ગણપતિ

ગણપતિ : હિંદુઓના વિઘ્નહર્તા દેવ. ગણપતિ એ શિવ-પાર્વતીના પુત્ર છે અને શિવપરિવારના દેવોમાં તે એક પ્રધાન દેવ છે. શિવના ગણ મરુતોના તે અધિપતિ છે, તેથી તે ગણપતિ કહેવાયા છે. મરુત્ દેવો તેમની ઉદ્દામ શક્તિને લીધે પ્રમથ કહેવાયા હશે. ગણપતિ આ પ્રમથ ગણના અધીશ્વર છે. ગણપતિના જન્મ વિશે વિવિધ પુરાણકથાઓ છે.…

વધુ વાંચો >

ગરીબદાસ (1)

ગરીબદાસ (1) (જ. 1566, સાંભર, રાજસ્થાન; અ. 1636, નરાને, સાંભર) : ભારતના એક જ્ઞાની સંત, સંત દાદૂ દયાળના પુત્ર. તે નિર્ગુણોપાસક હતા. તે કુશળ વીણાવાદક અને ગાયક પણ હતા. મોટે ભાગે તે વતનની આસપાસમાં રહેતા. સંત દાદૂ દયાળના અવસાન પછી તેમની ગાદી ગરીબદાસને મળી હતી પણ ગરીબદાસે તે સ્વીકારેલી નહિ.…

વધુ વાંચો >

ગરીબદાસ (2)

ગરીબદાસ (2) (જ. 1717, છુદાની, પંજાબ; અ. 1778) : ગરીબ પંથના સ્થાપક ભારતીય સંત. આ ગરીબદાસ હાલના હરિયાણામાં વૈશાખી પૂર્ણિમાને દિવસે જન્મ્યા હતા. તે જાટ હતા. એમનું કુટુંબ વ્યવસાયે ખેડૂત હતું. તેમના પિતા જમીનદાર હતા. પ્રચલિત માન્યતા અનુસાર બાર વર્ષના ગરીબદાસને સંત કબીરનું દર્શન થયું ત્યારથી તેમણે કબીરને જ ગુરુપદે…

વધુ વાંચો >

ગરુડ (2)

ગરુડ (2) : પૌરાણિક આધાર મુજબ કશ્યપ પ્રજાપતિ અને વિનતાનો પુત્ર તથા સૂર્યના સારથિ અરુણનો નાનો ભાઈ. તાર્ક્ષ એટલે કે કશ્યપનો પુત્ર હોવાથી તાર્ક્ષ્ય કહેવાય છે. ઋક્સંહિતામાં તાર્ક્ષ્ય અને શ્યેન નામો છે. એક ખિલસૂક્તમાં તેને પરાક્રમી પક્ષી કહ્યો છે : શતપથ બ્રાહ્મણમાં તેને પક્ષીરાજ કહ્યો છે અને તેને સૂર્યના પ્રતીકરૂપે…

વધુ વાંચો >

ગરુડપુરાણ

ગરુડપુરાણ : પ્રસિદ્ધ વેદાનુયાયી એક મહાપુરાણ. તે વૈષ્ણવપુરાણ ગણાય છે. શ્રી વિષ્ણુની આજ્ઞા અનુસાર ગરુડે કશ્યપ પ્રજાપતિને આ પુરાણ કહ્યું હતું. આ પુરાણમાં સૃષ્ટિની ઉત્પત્તિ, આદિત્યસ્વરૂપ શ્રી વિષ્ણુનું માહાત્મ્ય, સોમ, સૂર્ય આદિ વંશોનાં વર્ણન, વ્યાકરણ, સાહિત્ય, આયુર્વેદ આદિ શાસ્ત્રોની રૂપરેખા, સામુદ્રિકશાસ્ત્ર, રત્નપરીક્ષા, સ્ત્રીપરીક્ષા આદિ વિષયોનાં નિરૂપણ છે. આ પુરાણ બે…

વધુ વાંચો >

ગંગા

ગંગા : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી. હિમાલયમાં આશરે 4062 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી ગ્લેશિયરની ગોમુખ તરીકે ઓળખાતી હિમગુહાથી આરંભી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં થઈ 2,510 કિલોમીટરનો પ્રવાસ કરતી ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ગંગાના ઉદગમ વિશેની પુરાકથાઓમાં તેનું અત્યંત પાવનત્વ સૂચવાયું છે. ગંગા શબ્દની વ્યુત્પત્તિ પણ આવા…

વધુ વાંચો >

ગંધર્વ

ગંધર્વ : ગાનકુશલ, રૂપસુંદર અને વિલાસી દેવયોનિ. તે દેવોના અંશમાંથી જન્મેલા અર્ધદેવ છે. गन्धं अर्वीत प्राप्नोति अयम् गन्ध + अर्व् + (कर्मणि) अण् — ગંધને અનુસરનાર, ગંધને પકડી પાડનાર, તે गंधर्व. રશ્મિધારી સૂર્ય, જલધારી સૂર્ય, સૂર્યપ્રકાશથી થતો દિવસ. (રાત્રિને गन्धर्वी કહી છે.) સોમવલ્લી કે તેની અધિષ્ઠાત્રી દેવતા, સંગીતના ગન્ધ(સ્વર)ને અનુસરનાર…

વધુ વાંચો >

ગાણપત્ય સંપ્રદાય

ગાણપત્ય સંપ્રદાય : પ્રાચીન કાળથી વૈદિક લોકોમાં ચાલતી ગણપતિ-ઉપાસના. વેદોમાં બ્રહ્મણસ્પતિની અને બૃહસ્પતિની તેમજ ક્વચિત્ ઇન્દ્રની પણ, જે સ્તુતિ છે તે ગણપતિપરક સ્તુતિ છે એમ એક મત છે. ગણપતિની નિત્યનૈમિત્તિક પૂજા અન્ય વૈદિક દેવો જેટલી જ પુરાણી જણાય છે. શ્રૌતયાગોમાં દેવ તરીકે ગણપતિ નથી, નિઘંટુ નિરુક્તમાં ગણપતિનું નામ નથી એ…

વધુ વાંચો >

ગાયત્રી

ગાયત્રી : વેદના સાત પ્રમુખ છંદોમાંનો સર્વપ્રથમ છંદ અને તે છંદના અનેક મંત્રોમાંનો એક શ્રેષ્ઠ ઉપાસનામંત્ર. વ્યુત્પત્તિ અનુસાર ગાયત્રી શબ્દનો गायन्तं त्रायते (गायत् + त्रै) ગાનારનું — જપ કરનારનું ત્રાણ — રક્ષણ કરનાર દેવતા એવો થાય. બ્રાહ્મણોમાં તેની વ્યુત્પત્તિ गां त्रायते (गो + त्रै) આપેલી છે, કેમ કે આ મંત્રની…

વધુ વાંચો >