નગીનભાઈ જીવણલાલ શાહ
નેમિનાથ
નેમિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંકર. તેમનો સમય મહાભારતકાળ છે. મહાભારતનો કાળ ઈ. સ. પૂર્વે લગભગ 1000 વર્ષ મનાય છે. નેમિનાથની વંશપરંપરા આ પ્રમાણે બતાવવામાં આવી છે. શૌરીપુરના યાદવવંશી રાજા અન્ધકવૃષ્ણીના મોટા પુત્ર હતા સમુદ્રવિજય અને સમુદ્રવિજયના પુત્ર હતા નેમિનાથ. અન્ધકવૃષ્ણીના સૌથી નાના પુત્ર હતા વસુદેવ, અને વસુદેવના…
વધુ વાંચો >પર્યુષણ
પર્યુષણ : જૈનોનું ઉત્કૃષ્ટ ધાર્મિક પર્વ. શ્રાવણના છેલ્લા ચાર અને ભાદરવાના પહેલા ચાર એમ આઠ દિવસની સળંગ ધર્મારાધનાના આ મહાન પર્વનો મહિમા જૈન ધર્મમાં ઘણો છે. દિગંબર જૈનો આઠને બદલે દસ દિવસનું પર્યુષણપર્વ આરાધે છે તેથી તેને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. વર્ષાઋતુમાં ઉત્પન્ન થતા જીવોની હિંસા-હાનિને નિવારવાના હેતુથી જૈન સાધુઓ…
વધુ વાંચો >પાપક્ષયવાદ
પાપક્ષયવાદ : મોક્ષ માટે પાપકર્મોના નાશ વિશેનો અભિપ્રાય કે મત. કર્મનો એક અર્થ છે મનવચનકાયાની પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ક્રિયા ક્ષણિક હોવાથી તેના ક્ષયનો પ્રશ્ન નથી. કર્મનો બીજો અર્થ છે પ્રવૃત્તિરૂપ કર્મનો આત્મામાં પડતો સંસ્કાર. આ સંસ્કારને કર્મસંસ્કાર, કર્મવાસના, કર્માશય, ધર્માધર્મ, અપૂર્વ, અષ્ટ કે કર્મ કહેવામાં આવે છે. હવે કર્મના મુખ્ય…
વધુ વાંચો >પાર્શ્વનાથ
પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…
વધુ વાંચો >પોષધશાલા
પોષધશાલા : જૈન ઉપાશ્રય કે અપાસરો. આત્માને પોષક ધર્મક્રિયા કરવાનું સ્થાન. સામાન્યત: જૈન મુનિઓ એક સ્થાને લાંબો સમય રહેતા નથી. તેઓ પાદ-વિહારી હોય છે અને ગામેગામ વિચરતા રહી ધર્મોપદેશ આપતા રહે છે. વિહાર દરમિયાન નાનુંમોટું રોકાણ તેઓ કરે છે. ચોમાસાના ચાર માસ તો તેઓ વિહાર કરતા જ નથી અને એક…
વધુ વાંચો >પ્રકૃતિવાદ (2)
પ્રકૃતિવાદ (2) : ભારતના સાંખ્યદર્શનનો સૃષ્ટિની ઉત્પત્તિ વિશેનો મત. સાંખ્ય દ્વૈતવાદી છે. તે મૂળભૂત બે તત્વોને માને છે – પ્રકૃતિ અને પુરુષ. પુરુષ ચેતન, નિર્ગુણ, અપરિણામી અને અનેક છે. અહીં ગુણનો અર્થ છે સત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણ ગુણો. પ્રકૃતિ જડ, ત્રિગુણાત્મક પ્રતિક્ષણ પરિણામી અને એક છે. તે…
વધુ વાંચો >પ્રમાણમીમાંસા
પ્રમાણમીમાંસા જૈનાચાર્ય હેમચંદ્રે રચેલો તર્કશાસ્ત્રનો ગ્રંથ. તેમાં સૂત્રો રચી તે સૂત્રો ઉપર હેમચંદ્રે પોતે જ વૃત્તિ અર્થાત્ ટીકા લખી છે. ગ્રંથ દ્વિતીય અધ્યાયના પ્રથમ આહ્નિકના 36મા સૂત્રની ઉત્થાનિકા સુધીનો, અધૂરો જ ઉપલબ્ધ છે. હેમચંદ્ર કૃતિ પૂરી કરી શક્યા ન હતા કે કૃતિ પૂરી કરી હોવા છતાં પૂર્ણ રૂપે ઉપલબ્ધ નથી…
વધુ વાંચો >બુદ્ધઘોષ
બુદ્ધઘોષ (ઈ. સ. 380થી 440) : પ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય. તેમના જીવન વિશેની માહિતી ‘ચૂલવંશ’, ‘બુદ્ધઘોસુપ્પત્તિ’, ‘શાસનવંશ’, ‘ગ્રંથવંશ’ અને ‘સદ્ધમ્મસંગહ’માંથી મળે છે. પ્રથમ બે ગ્રંથો મહત્વના છે, બાકીના ગ્રંથો આ બે ગ્રંથોને આધારે વૃત્તાન્ત આપે છે. આ બેમાં પણ ‘ચૂલવંશ’ જ અધિક પ્રમાણભૂત ગણાય છે. બુદ્ધઘોષ જન્મે બ્રાહ્મણ હતા. તેમનો જન્મ બોધિગયા…
વધુ વાંચો >બૌદ્ધ દર્શન
બૌદ્ધ દર્શન : ભારતનું એક નાસ્તિક દર્શન. જૈન અને ચાર્વાક મતોની જેમ વેદોના પ્રામાણ્યનો અસ્વીકાર કરવાને લઈને બૌદ્ધ મત પણ નાસ્તિક મત ગણાયો છે અને તેથી એનો ષડ્દર્શનોની શ્રેણીમાં સ્વીકાર થયો નથી. બૌદ્ધ દર્શન વૈવિધ્યપૂર્ણ, ગંભીર અને વિસ્તૃત છે. બૌદ્ધ દાર્શનિક ચિંતનના મુખ્ય છ સંપ્રદાયો છે : થેરવાદ, વૈભાષિક દર્શન…
વધુ વાંચો >ભટ્ટ, જયંત
ભટ્ટ, જયંત (નવમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય ન્યાયદર્શનના વિદ્વાન લેખક. અપ્રતિમ પ્રતિભાશાળી જયંત ભટ્ટ કાશ્મીરના રાજા શંકરવર્માના રાજ્યકાળ(ઈ.સ. 885–902)માં થયા. તેઓ પોતાની ‘ન્યાયમંજરી’માં શંકરવર્માને ધર્મતત્વજ્ઞ તરીકે વર્ણવે છે અને એક સ્થળે જણાવે છે કે તે રાજાએ પોતાને કેદ કર્યો હતો અને ત્યાં રહીને જ પોતે પ્રસિદ્ધ ‘ન્યાયમંજરી’ની રચના કરી હતી.…
વધુ વાંચો >