ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

ભોટવાં

ભોટવાં : સંગ્રહેલ કઠોળની ખૂબ જ અગત્યની ગણાતી એક જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના (Bruchidae) કુળમાં કરવામાં આવેલ છે. વૈજ્ઞાનિક નામ Bruchus chinensis L. છે. આ સિવાય તે Calosobruchus chinensis L. તરીકે પણ ઓળખાય છે. આ જીવાતની ઉપરની બાજુએ હૃદયના  આકારના આશરે 4થી 6 મિમી. લાંબા, ચૉકલેટ અથવા…

વધુ વાંચો >

મગફળી

મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

મચ્છર

મચ્છર (Mosquito) : માનવ તેમજ પાલતુ જાનવરોમાં ખતરનાક એવા કેટલાક રોગોનો ફેલાવો કરતા કીટકો. મચ્છરો દ્વિપક્ષ (diptera) શ્રેણીના ક્યુલિસિડી કુળના કીટકો છે અને તેઓ 36 પ્રજાતિઓમાં ફેલાયેલા છે. એનૉફિલીસ પ્રજાતિના કીટકોને લીધે માનવના રુધિરમાં પ્લાઝમોડિયમ પ્રજાતિના મલેરિયાનાં જંતુઓ પ્રવેશે છે, જ્યારે ક્યૂલેક્સ મચ્છર હાથીપગાનાં જંતુઓનો ફેલાવો કરે છે. પીતજ્વર વિષાણુઓનો…

વધુ વાંચો >

મધમાખી

મધમાખી (honey bee) : આર્થિક ર્દષ્ટિએ માનવીને અત્યંત લાભકારી કીટક. સમૂહમાં જીવન પસાર કરનાર આ કીટકો મધનું તેમજ મીણનું ઉત્પાદન કરે છે. મધનો ઉપયોગ ખોરાક તરીકે જ્યારે મીણનો ઉપયોગ સૌંદર્યપ્રસાધન, મીણબત્તી (candles) અને ચોંટણ જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. મધમાખીનું વર્ગીકરણ ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના એપૉઇડિયા અધિકુળ અને એપિડે કુળની એપિસ…

વધુ વાંચો >

મધિયો (કીટક)

મધિયો (કીટક) : ભૂખરા રંગનો, ફાચર આકારનો લગભગ 2થી 3 મિમી. લાંબો કીટક. તેનો સમાવેશ અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના સિકાડેલિડી (Cicadellidae) કુળમાં કરવામાં આવે છે. મધિયાનો ઉપદ્રવ આંબા અને ચીકુના ઝાડ પર જોવા મળે છે. આંબા પર તેનો ઉપદ્રવ વિશેષ પ્રમાણમાં હોય છે. આ કીટકની 3 મુખ્ય જાતો છે : (1)…

વધુ વાંચો >

મરી

મરી : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper nigrum Linn. (સં. મરિચ, બં. મિરવેલ, હિં. કાલી મિર્ચ, ક. કપ્પમેણસુ, તે. મરિપાલુ, ત. સેવ્વિયં, મિલાગુ; મલ. કુરુમુલાગુ, ગુ. મરી, અં. બ્લૅક પીપર) છે. તે શાખિત, આરોહી અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને ભારત, શ્રીલંકા અને અન્ય ઉષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

માયલોસિરસ (ધનેડું, weavil)

માયલોસિરસ (ધનેડું, weavil) : કીટકવર્ગના ઢાલપક્ષ શ્રેણીના કુરકુલિયોનિડી કુળની જીવાત. તેની કુલ 9 જાતિઓ (Myllocerus blandus, M. dentifer, M. discolor, M. maculosus, M. subfasciatus, M. suspiciens, M. tenuiclavis અને M. viridanus) નોંધાયેલી છે. તે પૈકી માયલોસિરસ ડિસ્કોલર (Myllocerus discolor Boh.) ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાતનાં પુખ્ત ઢાલિયાં…

વધુ વાંચો >

માંકડ (bed-bug)

માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…

વધુ વાંચો >

મૂળનું ચાંચવું

મૂળનું ચાંચવું : ડાંગરના પાકમાં નુકસાન કરતા મૂળના ઉપદ્રવ માટે કારણભૂત એક કીટક. તેનો ઉપદ્રવ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ 1958માં ખેડા જિલ્લાના માતર તાલુકાના નવાગામ વિસ્તારમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ ધીમે ધીમે તેનો ઉપદ્રવ આજુબાજુના વિસ્તારમાં ફેલાયો હતો. પંજાબમાં 1956માં આ જીવાતની નોંધ થઈ હતી. આ કીટક પહેલાં તામિલનાડુમાં પણ નોંધાયેલ.…

વધુ વાંચો >

મૂળવેધક (Root Borer)

મૂળવેધક (Root Borer) : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના પાયરીલિડી કુળનું ફૂદું. શેરડીની આ એક અગત્યની જીવાત છે. શેરડી ઉપરાંત બરુ, સરકંડા, જુવાર અને નેપિયર ઘાસ પર પણ આ જીવાત નભે છે. તેનું વૈજ્ઞાનિક નામ Emmalocera depressella Swinh છે. ભારતમાં આ જીવાતનો ઉપદ્રવ આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર અને પશ્ચિમ…

વધુ વાંચો >