ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar)

શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar) : ડાંગરના પાકમાં નુકસાન કરતી માથા પર લાલ રંગનાં બે શિંગડાં જેવી રચનાવાળી જીવાત. ભારતના ડાંગર પકવતાં લગભગ બધાં જ રાજ્યોમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તે એક ગૌણ જીવાત છે. તેનું વૈજ્ઞાનિક નામ મેલાનિટિસ લેડા ઇસ્મેન (Melanitis Leda ismene, Cramer) છે. તેનો રોમપક્ષ (Lepidoptera)…

વધુ વાંચો >

શિંગમાખી

શિંગમાખી : તુવેર ઉપરાંત સોયાબીન અને ચોળામાં ઉપદ્રવ કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ મેલાનાગ્રૉમાય્ઝા ઑબ્ટુસા (Melanagromyza obtusa, Malloch) છે, જેનો દ્વિપક્ષ (Diptera) શ્રેણીના ઍગ્રોમાયઝિડી (Agromyzidae) કુળમાં સમાવેશ થયેલ છે. આ જીવાતનો ઉપદ્રવ ભારતભરમાં જોવા મળે છે. માખી ચળકતા કાળા રંગની હોય, જે ઘરમાખી કરતાં સહેજ નાની હોય છે. માદા માખી તુવેરની…

વધુ વાંચો >

સસલું

સસલું : લાંબા કર્ણ, ટૂંકી પૂંછડી, કૂદકા મારી ચાલતું, રુવાંટીવાળું સસ્તન વર્ગનું નાજુક પ્રાણી. સસ્તન વર્ગની લૅગોમોર્ફા (Lagomorpha) શ્રેણીનું આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં વસાહતી અંગ્રેજોએ ઓગણીસમી સદીમાં પ્રથમ દાખલ કર્યું. હવે ત્યાં સસલાંની વસ્તી ખૂબ વધી ગઈ છે. ભૂખરા રંગની મૂળ જંગલી જાતિમાંની…

વધુ વાંચો >

સાયલા

સાયલા : દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં લીંબુ અને મોસંબી ઉપરની સૌથી વધુ ઉપદ્રવકારક જીવાત. સાયટ્રસ સાયલા એ લીંબુના પાકમાં જોવા મળતી એક અગત્યની ચૂસિયા પ્રકારની જીવાત છે. તેનો સમાવેશ હેમિપ્ટેરા (Hemiptera) શ્રેણીના હૉમોપ્ટેરા (Homoptera) નામની પેટા શ્રેણીના સાયલિડી (Psyllidae) કુળમાં થયેલ છે. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ડાયફોરિના સાઇટ્રી (Diaphorina citri…

વધુ વાંચો >

સાંઠાની માખી

સાંઠાની માખી : જુવાર અને અન્ય ધાન્ય પાકોના પ્રકાંડમાંથી રસ ચૂસી લેનાર ડિંભને પેદા કરનારી સાંઠાની માખી કે જીવાત. આ જીવાતને અંગ્રેજીમાં શૂટ ફ્લાય (Shoot fly) કે સ્ટેમ ફ્લાય (Stem fly) તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, હલકા ધાન્યપાકો અને કેટલાક ધાન્ય-વર્ગમાં સમાવિષ્ટ થતા ઘાસ…

વધુ વાંચો >

સિગારેટ બીટલ

સિગારેટ બીટલ : તમાકુની બનાવટો અને બીને નુકસાન પહોંચાડનાર ઇયળ કે ડોળને પેદા કરનાર બીટલ. કીટવર્ગના ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના એનોબિડી (anobidae) કુળમાં તેનો સમાવેશ થતો હોવાથી આ કીટકનું વૈજ્ઞાનિક નામ લેસિયોડર્મા સેરિકોર્ની (Lasioderma serricorne Fab.) છે. આછા બદામી ભૂખરા કે રાતા બદામી રંગના ગોળાકાર આ કીટકનું માથું અને વક્ષ નીચેની…

વધુ વાંચો >

સિલ્વરફિશ

સિલ્વરફિશ : કીટક વર્ગનું થાયસેન્યુરા શ્રેણીનું પાંખ વગરનું અને ચાંદી જેવું ચળકાટ મારતું નાનું જીવડું. ઉત્ક્રાંતિની દૃષ્ટિએ ચમરી કે સિલ્વરફિશ એ મનુષ્ય કરતાં પણ પહેલાંનાં છે. તેનો સમાવેશ થાયસેન્યુરા (thysanura) શ્રેણીના લેપિસ્માટિડી (lepismatidae) કુળમાં કરવામાં આવે છે. આ કીટકનો આકાર માછલી જેવો હોય છે અને ચાંદી જેવો ચળકાટ મારતો રંગ…

વધુ વાંચો >