ધર્મ-પુરાણ
શીતળા માતા
શીતળા માતા : હિંદુ ધર્મમાં વિવિધ રૂપે વ્યાપકપણે પૂજાતી એક દેવી. તે શીતળાના રોગની અધિષ્ઠાત્રી મનાય છે. તેની પૂજા કરનારી સ્ત્રીને વૈધવ્ય આવતું નથી એવી અનુશ્રુતિ છે. ગુજરાતમાં શ્રાવણ વદ સાતમના દિવસે આ દેવીનું વ્રત કરવાનું વિધાન છે. એ દિવસને શીતળા સાતમ કહે છે. વ્રતની વિશેષતા એ છે કે એ…
વધુ વાંચો >શીલગુણસૂરિ
શીલગુણસૂરિ (ઈસુની 8મી સદી) : વનવૃક્ષ પર બાંધેલી ઝોળીમાં અદ્ભુત લક્ષણવાળા બાળકને જોઈને, તેને વનરાજ નામ આપી, જીવનનિર્વાહની વ્યવસ્થા કરનાર જૈન આચાર્ય. જૈન પ્રબંધો મુજબ વનરાજનું બાળપણ વઢિયાર પ્રદેશના પંચાસર ગામમાં વીત્યું હતું. ત્યાંથી પસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિએ તે શિશુને જોયો. તેનામાં તેમને અદ્ભુત લક્ષણો જણાયાં. તેથી લાકડાં વીણતી તેની…
વધુ વાંચો >શુકદેવ
શુકદેવ : ‘મહાભારત’ તથા ‘ભાગવત’ મહાપુરાણનું એક અમર પાત્ર. તેમના વિશેની માહિતી ‘મહાભારત’, ‘ભાગવત’, ‘દેવીભાગવત’, ‘મત્સ્યપુરાણ’, ‘હરિવંશ’ આદિ પ્રતિષ્ઠિત ગ્રન્થો પૂરી પાડે છે. તે એક વિશિષ્ટ પ્રકારનું પાત્ર છેવટ સુધી રહ્યા છે. જન્મ : આ અંગે ત્રણ અનુશ્રુતિઓ મળે છે : (1) વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યા મન્દિર દ્વારા ગાયકવાડ્ઝ…
વધુ વાંચો >શુન:શેપ
શુન:શેપ : વૈદિક સાહિત્યનું પાત્ર. સૂર્યવંશી પ્રસિદ્ધ રાજા હરિશ્ર્ચંદ્રને સંતાન ન હતું. વરુણના વરદાનથી તેને રોહિત નામે પુત્ર થયો. પરંતુ શરત મુજબ હરિશ્ર્ચંદ્રે વરુણને આ પુત્ર બલિદાનમાં આપવાનો હતો. આથી રોહિત વનમાં નાસી ગયો. શરત પૂરી ન થતાં હરિશ્ર્ચંદ્રને જળોદર રોગ થયો. રોહિતને પિતાને રોગમુક્ત કરવાની ઇચ્છા હતી, પરંતુ તેણે…
વધુ વાંચો >શૂરસેન
શૂરસેન : 1. કાર્તવીર્ય રાજાનો આ નામનો પુત્ર. 2. પાંડવ પક્ષનો પાંચાલનો ક્ષત્રિય રાજા. મહાભારતના યુદ્ધમાં તેને કર્ણે માર્યો હતો. 3. મથુરાની આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ. ઋષિઓના યજ્ઞમાં વિઘ્ન કરનાર લવણાસુરનો શત્રુઘ્ને વધ કર્યો; ત્યારે દેવીએ વરદાન માગવાનું કહેતાં શત્રુઘ્ને માગ્યું કે આ દેશમાં લોકો શૂરવીર થાઓ. આ વરદાન આપવાથી…
વધુ વાંચો >શૂર્પારક
શૂર્પારક : પરશુરામે પશ્ચિમ કિનારે સ્થાપેલ નગર, જે વેપારનું કેન્દ્ર બન્યું. પરશુરામ તે દ્વારા ઉત્તરમાંના આર્યો પાસેના વેપારને દક્ષિણમાં દ્રવિડો તરફ વાળવા માગતા હતા. મહાભારતમાંનો એક શ્લોક સૂચવે છે કે શૂર્પારક અગાઉ જમદગ્નિ દ્વારા વસાવવામાં આવ્યું હતું. ઈ.સ. 70 અને 80 વચ્ચેના સમયગાળામાં લખાયેલ ‘ધ પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’માં…
વધુ વાંચો >શેખ, અલી ઇરજી
શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો,…
વધુ વાંચો >શેખ, અલી ખતીબ
શેખ, અલી ખતીબ : અમદાવાદના પ્રખ્યાત સંત કુતુબે આલમસાહેબના સુપાત્ર શિષ્ય. ભક્તિ-સાધનામાં તેઓ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા. તેઓ ઘણુંખરું પરમહંસ અવસ્થામાં જ રહેતા હતા. તેઓ જ્યારે અલ્લાહની ઇબાદતમાં મસ્ત બનતા અને ખુદા સાથે એકાત્મભાવ અનુભવતા ત્યારે અંતરના આનંદથી નાચી ઊઠતા, ચીસો પાડતા અને હર્ષાશ્રુઓ સહિત રડવા માંડતા. ‘મિરાતે અહમદી’માં…
વધુ વાંચો >શેખ, એહમદ સરહિંદી
શેખ, એહમદ સરહિંદી (જ. 26 જૂન 1564, સરહિંદ શરીફ, ઉત્તર ભારત; અ. 10 ડિસેમ્બર, 1624) : ઇસ્લામી વિદ્યાના વિદ્વાન અને સૂફી સંત. તેઓ હજરત ઉંમર ફારુકે-આઝમ અમીરૂલ મોમિનના વંશજ હતા. એ રીતે કાબૂલના શ્રેષ્ઠ ખાનદાનના એ હતા. ખાનદાની રિવાયત પ્રમાણે તેઓ પશ્ચિમ પાકિસ્તાનના મશહૂર સૂફી સંત હજરત બાબા ફરીદગંજ શકરના…
વધુ વાંચો >શેખ, મુબારક નાગોરી
શેખ, મુબારક નાગોરી (જ. 1504, નાગોર, રાજસ્થાન; અ. 1594) : સૂફી સંત. યમનના શેખ મુસાના ખાનદાનમાં જન્મ. તેમના ખાનદાનમાં ઘણા પ્રકાંડ પંડિતો, વિદ્વાનો થઈ ગયા. શેખ મુસાએ સંસારનો ત્યાગ કર્યો અને સિંધમાં આવી એકાંતવાસ કર્યો. ઘણાં વર્ષો બાદ લગ્ન કર્યું. તેમના એક વંશજ શેખ ખિજર દસમી હિજરી સદીમાં સૂફીઓ, ઓલિયાઓને…
વધુ વાંચો >