ધર્મ-પુરાણ
વસુદેવ
વસુદેવ : યદુવંશી શૂર અને મારિષાના પુત્ર, કૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી. તેમનાં લગ્ન દેવક કે બાહુકની સાત કન્યાઓ સાથે થયાં હતાં જેમાં દેવકી સહુથી મુખ્ય હતી. દેવકીનો આઠમો પુત્ર કંસનો વધ કરશે એવી આકાશવાણીને કારણે કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને કારાગૃહમાં રાખ્યાં હતાં…
વધુ વાંચો >વસુનન્દિશ્રાવકાચાર
વસુનન્દિશ્રાવકાચાર : જૈન ધર્મના ઉપાસકના આચાર વિશેનો ગ્રંથ. શ્રાવક એટલે જૈન ગૃહસ્થ, જૈન ઉપાસક. શ્રાવકાચાર એટલે જૈન ગૃહસ્થનો આચારધર્મ. વસુનન્દિએ (ઈ. સ. 1100 લગભગ) આ વિષય ઉપર રચેલી કૃતિનું નામ છે ‘વસુનન્દિશ્રાવકાચાર’. તેને ‘ઉપાસકાધ્યયન’ પણ કહેવામાં આવે છે. તે 546 પ્રાકૃત ગાથાઓમાં નિબદ્ધ છે. તેમાં અગિયાર પ્રતિમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ…
વધુ વાંચો >વસુબંધુ
વસુબંધુ : બૌદ્ધ ધર્મના મહત્ત્વના વિદ્વાન. તેઓ ગાંધાર(હાલના પેશાવરનો ભાગ)માં જન્મ્યા હોવાની માન્યતા છે. અહીં ચીનના વિદ્વાન યુઅન-શ્વાંગે વસુબંધુના મૃત્યુના ઉલ્લેખવાળી તકતી જોઈ હતી. તેથી વસુબંધુનો સમય સાતમી સદીનો ગણવામાં આવે છે. તેમનો સમય 280-360નો પણ માનવામાં આવે છે (ભટ્ટાચાર્ય બી., ધી ઇન્ડિયન બુદ્ધિસ્ટ આઇકોનોગ્રાફી, પૃ. 12). જોકે આ સમયગાળો…
વધુ વાંચો >વંશ બ્રાહ્મણ
વંશ બ્રાહ્મણ : પ્રાચીન ભારતીય બ્રાહ્મણગ્રંથ. કૌથુમ શાખાના સામવેદના આઠ બ્રાહ્મણો છે : (1) પંચવિંશ, (2) ષડ્વિંશ, (3) સામવિધાન, (4) આર્ષેય, (5) મંત્ર, (6) દેવતાધ્યાય, (7) વંશ, (8) સંહિતોપનિષદ. આમાંથી ‘વંશ બ્રાહ્મણ’નું સૌપ્રથમ સંપાદન એ. વેબરે કર્યું છે. (Ladische Studien, Vol. IV, pp. 271-386) ત્યારપછી એ. સી. બર્નેલે ઈ. સ.…
વધુ વાંચો >વાક્ – 1 (વૈદિક)
વાક્ – 1 (વૈદિક) : વૈદિક ખ્યાલ. વૈદિક વિચારધારામાં वाक्(વાણી)નું અત્યંત મહત્વપૂર્ણ નિરૂપણ થયેલું છે. સંસ્કૃતના वच (વચ્) ધાતુ ઉપરથી બનેલ ‘वाक्’ શબ્દનો અર્થ ‘વાણી’ એમ થાય છે. મહર્ષિ યાસ્કન ‘નિરુક્ત’ના આરંભમાં ‘નિઘણ્ટુ’ નામના ગ્રંથમાં वाक् (વાક્) માટે 57 જેટલા પર્યાયો આપેલા છે. સૌપ્રથમ તો ‘વાક્’ માટે ઋગ્વેદના દશમ મંડલમાં…
વધુ વાંચો >વાજસનેયી પ્રાતિશાખ્ય
વાજસનેયી પ્રાતિશાખ્ય : શુક્લ યજુર્વેદનો ગ્રંથ. પ્રત્યેક વેદની સંહિતાની અનુશ્રવણ પરંપરામાં પાછળથી શિથિલતા આવવાથી મૂળ પાઠ સચવાઈ રહે તેથી વર્ણ-સન્ધિ-સ્વર-માત્રા વગેરેના નિયમો આચાર્યોએ ગ્રન્થસ્થ કરી આપ્યા. પ્રત્યેક શાખાના તેવા આ ગ્રંથો અલગ અલગ હોવાથી પ્રાતિશાખ્ય (પ્રતિશાખા પ્રમાણે) કહેવાયા; ઈ. પૂ. 700થી ઈ. પૂ. 500માં લગભગ આ રચનાઓ થઈ. હાલમાં ઉપલબ્ધ…
વધુ વાંચો >વાડી પાર્શ્ર્વનાથ મંદિર
વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…
વધુ વાંચો >વાદ-પ્રતિવાદ
વાદ-પ્રતિવાદ : ભારતીય આસ્તિક અને નાસ્તિક તમામ દર્શનોમાં અને શાસ્ત્રગ્રંથોમાં સ્વમતના પ્રતિપાદન માટે અને પ્રતિપક્ષીના મતનું જુદી જુદી યુક્તિઓ એટલે કે દલીલો દ્વારા ખંડન કરવામાં તે તે દર્શન કે સંપ્રદાયના આચાર્યોએ વાક્ચાતુર્ય કે વક્તૃત્વકલાનો બહોળો ઉપયોગ કરેલો છે. વિવિધ ધર્મો અને તેમના સંપ્રદાયોને સ્થાપવા અને ટકાવવામાં તર્કશુદ્ધ અને અલંકારમંડિત વક્તૃત્વનો…
વધુ વાંચો >વાદી દેવસૂરિ
વાદી દેવસૂરિ : સિદ્ધરાજ જયસિંહના સમકાલીન શ્ર્વેતાંબર જૈન સંપ્રદાયના ગુજરાતના પ્રસિદ્ધ આચાર્ય. તેઓ દેવનાગના પુત્ર હતા અને તેમનું નામ પૂર્ણચંદ્ર હતું. આચાર્ય મુનિચંદ્રસૂરિએ તેમને ભરૂચમાં ઈ. સ. 1096માં દીક્ષા આપીને મુનિ રામચંદ્ર નામ આપ્યું. તેમણે લક્ષણ, દર્શન તથા સાહિત્યનો અભ્યાસ કર્યો અને ઈ. સ. 1118માં આચાર્ય થયા તથા દેવસૂરિ તરીકે…
વધુ વાંચો >વામદેવ
વામદેવ : એક વૈદિક ઋષિ. ઋગ્વેદના ચોથા મંડળમાં 58 સૂક્તો છે. તેમાંથી ત્રણ સૂક્તો-અનુક્રમે 42થી 44-ને બાદ કરતાં બાકીના 55 સૂક્તોના દ્રષ્ટા ઋષિ વામદેવ ગૌતમ છે. પોતાની ગર્ભાવસ્થામાં જ એમને આત્માનુભૂતિ થઈ હતી. આ અવસ્થામાં તેમણે ઇન્દ્ર સાથે તત્વજ્ઞાન વિશે સંવાદ કર્યો હતો. આત્માનુભૂતિની સ્થિતિમાં એ કહેતા – ‘મેં જ…
વધુ વાંચો >