ધર્મ-પુરાણ

મહાકાલેશ્વર

મહાકાલેશ્વર : દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ ધરાવતું ઉજ્જયિનીમાં આવેલું સુપ્રસિદ્ધ પ્રાચીન શૈવ તીર્થ. આનું વર્ણન કાલિદાસે ‘મેઘદૂત’(‘પૂર્વમેઘ’, 36)માં યક્ષને સંદેશો આપતી વખતે અને ‘રઘુવંશ’(6–34)માં ઇન્દુમતીસ્વયંવર-પ્રસંગે અવંતિ-નરેશનો પરિચય આપતી વખતે વિસ્તારથી કર્યું છે. ઉજ્જયિની પ્રાચીન કાળમાં ખગોળ અને જ્યોતિષવિદ્યાનું કેન્દ્ર ગણાતું હતું. આજે જેમ ગ્રિનિચથી સમયગણના થાય છે તેમ એ વખતે…

વધુ વાંચો >

મહાત્મા મૂળદાસ

મહાત્મા મૂળદાસ (જ. ?; અ. એપ્રિલ 1779, અમરેલી, સૌરાષ્ટ્ર) : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના અત્યંત જાણીતા આત્મસિદ્ધ પુરુષ. મૂળ નામ મૂળો. તેમનાં જન્મસ્થળ અને તારીખ કે વર્ષ વિશે કોઈ માહિતી સાંપડતી નથી. લુહાર જેવા સમાજના નીચલા થરમાંથી આવેલી આ વ્યક્તિનો જીવ માયામાં ચોંટતો નહોતો. અંતરમાં ઊંડે ઊંડે કંઈક ખોજ…

વધુ વાંચો >

મહાનુભાવ સંપ્રદાય

મહાનુભાવ સંપ્રદાય : ચક્રધરસ્વામીએ મહારાષ્ટ્રમાં પ્રવર્તાવેલો સંપ્રદાય. વિદર્ભ-મહારાષ્ટ્રના મધ્યકાલીન ધાર્મિક ઇતિહાસમાં આ સંપ્રદાયનું વિશિષ્ટ મહત્વ છે. (1) મહાનુભાવ, (2) મહાત્મા, (3) અચ્યુત, (4) જયકૃષ્ણી, (5) ભટમાર્ગ, (6) પરમાર્ગ – એવાં વિવિધ નામોથી આ સંપ્રદાયને ઓળખવામાં આવે છે. આ પંથના ઉપાસ્ય દેવ વિષ્ણુ કે કૃષ્ણ છે. એના સ્થાપક ચક્રધરસ્વામી ઈસવી સનના…

વધુ વાંચો >

મહાપુરાણ

મહાપુરાણ : ભારતના જૈન ધર્મનો પુરાણ-ગ્રંથ. દિગંબરોના ચારમાંના પ્રથમાનુયોગની શાખારૂપ ‘તિસમિહાપુરિસ ગુણાલંકાર’. એમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવો, 9 બલદેવો અને 9 પ્રતિવાસુદેવો એ 63 મહાપુરુષોનાં ચરિતો છે. અપભ્રંશ ભાષાનું તે સુંદર મહાપુરાણ છે. માણિકચંદ દિગંબર-જૈન ગ્રન્થમાળામાં 1937, 1940 અને 1942માં ત્રણ ખંડોમાં પ્રકાશિત. સંપાદક પી. એલ. વૈદ્ય. તેમાં…

વધુ વાંચો >

મહાભારત

મહાભારત : પાંચમો વેદ ગણાયેલો અને વેદવિદ્યાના ઉપબૃંહણ અર્થે રચાયેલો સંસ્કૃત ભાષાના બે ઇતિહાસગ્રન્થોમાંનો એક. વિશ્વનું શ્રેષ્ઠ ભવ્યોદાત્ત મહાકાવ્ય. તેનું કદ ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ના એકત્ર વિસ્તાર કરતાં લગભગ આઠગણું મોટું છે. એક લાખ શ્લોક હોવાથી ‘શતસાહસ્રી સંહિતા’ તરીકે તે ઓળખાયું છે. ભારતની રાષ્ટ્રીય પ્રજ્ઞાનું તે વીરકાવ્ય છે. જીવનસ્પર્શી સર્વ બાબતોનો…

વધુ વાંચો >

મહાયાન

મહાયાન : બૌદ્ધ ધર્મનો એક મુખ્ય સંપ્રદાય. જે લોકો કેવળ બુદ્ધે આપેલા ઉપદેશને અને કેવળ ત્રિપિટક(વિનયપિટક, સુખપિટક અને ધમ્મપિટક)ને જ માને છે, તેમનું ‘યાન’ સંકુચિત અથવા ‘હીન’ છે, માટે બૌદ્ધ ધર્મના એ સંપ્રદાયને ‘હીનયાન’ કહેવામાં આવે છે; પરંતુ જે લોકો ત્રિપિટક ઉપરાંત બીજા ગ્રંથોને પણ માને છે, તેમનું ‘યાન’ મોટું…

વધુ વાંચો >

મહાવીર સ્વામી

મહાવીર સ્વામી (જ. ઈ. પૂ. 599, ક્ષત્રિયકુંડપુર; નિર્વાણ : ઈ. પૂ. 527, પાવાપુરી, બિહાર) : જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર. તેમનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડપુર એ પટણાથી થોડા માઈલ દૂર આવેલું આજનું બસાડ ગામ હોવાનું ઇતિહાસકારો માને છે. મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હતા. માતા…

વધુ વાંચો >

મહાશિવરાત્રિ

મહાશિવરાત્રિ : ભારતીય શિવભક્તોનું પવિત્ર પર્વ. દરેક માસની ચૌદશને શિવરાત્રિ કહે છે અને મહા માસની ચૌદશને મહાશિવરાત્રિ કહે છે. ચૌદમી તિથિના સ્વામી શિવ છે, તેથી શિવરાત્રિ દરેક મહિને આવી શકે. પરંતુ શિવરાત્રિ પાંચ પ્રકારની છે. દરેક રાત્રિને નિત્યશિવરાત્રિ કહે છે. દરેક સુદ ચૌદશની રાત્રિને પક્ષશિવરાત્રિ કહે છે. દરેક વદ ચૌદશની…

વધુ વાંચો >

મહાસિદ્ધિ

મહાસિદ્ધિ : જુઓ અષ્ટસિદ્ધિ

વધુ વાંચો >

મહિદાસ ઐતરેય

મહિદાસ ઐતરેય : એ નામના એક પૌરાણિક મહર્ષિ. એમના પિતા એક ઋષિ હતા. એ ઋષિને પોતાના વર્ણની પત્ની ઉપરાંત ઇતર વર્ણની પત્નીઓ પણ હતી. એમાંની એકનું નામ ‘ઇતરા’ હતું. ઋષિ જેટલો ભાવ સમાન વર્ણની પત્નીઓના પુત્રો પર રાખતા, તેટલો ભાવ ઇતરાના પુત્ર પર રાખતા નહિ. કહે છે કે એક યજ્ઞમંડળીમાં…

વધુ વાંચો >