ધર્મ-પુરાણ

નિરંકારી

નિરંકારી : શીખોનો એક સંપ્રદાય. આકાર વગરના પરબ્રહ્મ કે ઈશ્વરને નિરાકાર કે નિરંકાર કહે છે. તેને માનનારાઓનો સંપ્રદાય તે નિરંકારી સંપ્રદાય. નિરંકારના ઉપાસક ગુરુ નાનક અને તેમના શિષ્યોને પણ નિરંકારી કહે છે. ગુરુ ગ્રંથમાં અમુક જગ્યાએ સંજ્ઞા તરીકે ‘નિરંકારી’ શબ્દ ગુરુ નાનકના શિષ્ય માટે પણ વપરાયો છે; જેમ કે ‘દુબિધા…

વધુ વાંચો >

નિર્ગુણ

નિર્ગુણ : જુઓ, બ્રહ્મસંપ્રદાય

વધુ વાંચો >

નિશુંભ-શુંભ

નિશુંભ-શુંભ : મહર્ષિ કશ્યપના ઔરસ પુત્રો. માતાનું નામ દનુ. નિશુંભ અને શુંભને નમુચિકા નામે નાનો ભાઈ હતો. આ નમુચિકાનો ઈંદ્રે વધ કર્યો હોવાથી ગુસ્સે ભરાયેલા નિશુંભ અને શુંભે સ્વર્ગ પર આક્રમણ કરી ઈંદ્રને હરાવ્યો અને ત્યાં એ બંને રાજ કરવા લાગ્યા. આતતાઈ બની નિશુંભ અને શુંભે ત્રણે લોકમાં ત્રાસ વર્તાવ્યો,…

વધુ વાંચો >

નિષ્કુળાનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી (જ. 1766, જામનગર જિલ્લાનું શેખપાટ ગામ; અ. 1848, ધોલેરા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક. શુક્રતારક સમા તેજસ્વી સંતકવિ.  પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા રામભાઈ સુથાર. માતા અમૃતબા. જ્ઞાતિએ ગુર્જર સુથાર. તેમના અંતરમાં જગત પ્રત્યે અત્યંત વૈરાગ્ય હતો છતાં માતાપિતાનું પોતે એક જ સંતાન હોઈ, તેમના આગ્રહને વશ થઈ…

વધુ વાંચો >

નિહોન્-ગી (Nihon-gi)

નિહોન્-ગી (Nihon-gi) : શિન્તો ધર્મમાં શાસ્ત્રગ્રંથ તરીકે ગણાતો જાપાનનો ઇતિહાસ. જાપાનનો કો-જી-કી ગ્રંથ જૂની બાબતોનો ઇતિહાસ ધરાવે છે જ્યારે નિહોન-ગી, જેનો અર્થ જાપાનનો ઇતિહાસ થાય છે તેની રચના ઈ. સ. 720માં થઈ હતી. જાપાનના સમ્રાટના અધિકારી યાસુમારોએ સમ્રાટની આજ્ઞાથી અને રાજકુમારની સાથે મળીને કો-જી-કીના કર્તાએ જ આ બીજો ગ્રંથ રચ્યો…

વધુ વાંચો >

નૃસિંહ

નૃસિંહ : હિન્દુ ધર્મ અનુસાર હિરણ્યકશિપુ નામના દાનવને ખતમ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલો ચોથો અવતાર. વિષ્ણુએ આ અવતાર વૈવસ્વત મન્વન્તરના ચોથા ચતુર્યુગના કૃતયુગમાં વૈશાખ સુદ ચૌદશને દિવસે લીધેલો. તમામ લોકોને પોતાને ભગવાન માનવા ફરજ પાડી, લોકોને તથા પોતાના પુત્ર ભગવદભક્ત પ્રહ્લાદને પીડનાર હિરણ્યકશિપુ દાનવ ભગવાનનો વિરોધી હતો. ભગવાનની ભક્તિ…

વધુ વાંચો >

નેમિનાથ

નેમિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના બાવીસમા તીર્થંકર. તેમનો સમય મહાભારતકાળ છે. મહાભારતનો કાળ ઈ. સ. પૂર્વે લગભગ 1000 વર્ષ મનાય છે. નેમિનાથની વંશપરંપરા આ પ્રમાણે બતાવવામાં આવી છે. શૌરીપુરના યાદવવંશી રાજા અન્ધકવૃષ્ણીના મોટા પુત્ર હતા સમુદ્રવિજય અને સમુદ્રવિજયના પુત્ર હતા નેમિનાથ. અન્ધકવૃષ્ણીના સૌથી નાના પુત્ર હતા વસુદેવ, અને વસુદેવના…

વધુ વાંચો >

પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન)

પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન) (જ. 7 નવેમ્બર 1907, તરસાળી; અ. 2 જાન્યુઆરી 1988, વડોદરા) : ગુજરાતના એક આત્મધર્મી સંત. ‘દાદા ભગવાન’ તરીકે જાણીતા થયેલા આ સંતનું વતન ભાદરણ. માતાનું નામ ઝવેરબહેન. નાનપણથી જ અત્યંત વિચક્ષણ અને પરોપકારી હોવાથી સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતા. શાળામાં નાનામાં નાની રકમ અને સર્વમાં અવિભાજ્ય…

વધુ વાંચો >

પટ્ટાવલી

પટ્ટાવલી : જૈન સાધુઓની ગુરુશિષ્યપરંપરાનો ઇતિહાસ. ‘પટ્ટાવલી’, ‘પટ્ટધરાવલી’નું સંક્ષિપ્ત રૂપ છે. ‘પટ્ટ’નો અર્થ ‘આસન’ કે ‘સન્માનનું સ્થાન’ છે. રાજાઓના આસનને સિંહાસન કહે છે અને ગુરુઓના આસનને પટ્ટ. આ પટ્ટ ઉપર રહેલા ગુરુને પટ્ટધર અને તેમની પરંપરાને પટ્ટાવલી કહે છે. શ્રમણ ભગવાન મહાવીરથી આરંભી તેમના ગણ અને ગણધરોની પરંપરાનું સ્મરણ કરતાં…

વધુ વાંચો >

પણ્ણવણા

પણ્ણવણા : ચોથું ઉપાંગ ગણાતો જૈન-આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના આગમ-ગ્રંથોને અંગ અને ઉપાંગ જેવા બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં રચાયેલા ‘પણ્ણવણા’ને (સં. પ્રજ્ઞાપના : ‘ગોઠવણી’, ‘વિતરણ’) ચોથા ઉપાંગ તરીકે સ્થાન આપ્યું છે. જૈન પરંપરામાં આગમોના અંગ-ઉપાંગ જેવા વિભાગોની પ્રક્રિયા પાછળ પણ પ્રાચીન બ્રાહ્મણ-પરંપરાનું અનુકરણ થયું છે. ‘પ્રજ્ઞાપના’ને…

વધુ વાંચો >