ધર્મ-પુરાણ
દત્તાત્રેય
દત્તાત્રેય : હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના અવતાર ગણાયેલા અવધૂત યોગી. તેઓ અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. ભગવાન બ્રહ્માના પૌત્ર હતા. મહાભારત મુજબ તેમના પુત્રનું નામ નિમિ ઋષિ હતું. તેમની બહેન અમલા બ્રહ્મનિષ્ઠ ઋષિકા હતી. દુર્વાસા, સોમ અને અર્યમા તેમના ભાઈઓ હતા. તેમના શિષ્યોમાં અલર્ક, પ્રહ્લાદ, યદુ અને સહસ્રાર્જુન…
વધુ વાંચો >દધિક્રા (વૈદિક દેવતા)
દધિક્રા (વૈદિક દેવતા) : મહદંશે દેવતાઓનાં ચરિત્રો નિરૂપતા વેદોમાં કેટલાંક પશુ-પક્ષીઓને પણ સ્થાન મળ્યું છે. ‘નિઘણ્ટુ’માં અશ્વના પર્યાય તરીકે ઉલ્લેખિત દધિક્રા એક દિવ્ય યુદ્ધાશ્વ તરીકે સમાવિષ્ટ છે. વિજેતા યોદ્ધાની જેમ, વિષમ વનમાર્ગોમાં પણ સફળતાપૂર્વક આક્રમણ કરતા દધિક્રાનાં – વાયુ સમાન વેગનાં, તાર્ક્ષ્ય અને શ્યેન જેવી પાંખો હોવાનાં, દસ્યુઓને હાંકી કાઢવાનાં…
વધુ વાંચો >દરવેશ
દરવેશ : બંગાળમાં થઈ ગયેલા ચૈતન્ય સંપ્રદાયનો એક પેટાસંપ્રદાય. ચૈતન્યની ભક્તિ રસરૂપા હતી, જે શ્રીકૃષ્ણની આસપાસ વિસ્તરેલી છે. સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને મળવા મુસ્લિમ ફકીરનો વેશ લઈને નીકળ્યા, તે સમયે તેમના જે અનુયાયીઓ હતા તેમાંથી આ પંથ નીકળ્યો એવી અનુશ્રુતિ છે. આ પંથના સિદ્ધાન્તોમાં ઇસ્લામની અસર સ્પષ્ટ દેખાય છે. તેઓ…
વધુ વાંચો >દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી)
દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી) (જ. 3 નવેમ્બર 1952, ઉપલેટા, જિલ્લો રાજકોટ) : પ્રાચીન સંતવાણીના જાણીતા ભજનિક. મૂળ વતન જેતપુર તાલુકાનું અમરનગર ગામ. શિક્ષણ એમ.એ., બીએડ્. સુધીનું. વ્યવસાયે શિક્ષક. વર્ષ 1972માં આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રાચીન ભજનિક તરીકે માન્યતા મળી. અત્યાર સુધીની 35 વર્ષની ભજનયાત્રામાં અમદાવાદ, રાજકોટ અને ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી તેમના…
વધુ વાંચો >દશરથ રાજા
દશરથ રાજા : પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા. સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ‘ઇક્ષ્વાકુ વંશ’ પ્રચલિત થયો. તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો, જેણે અયોધ્યામાં શાસન કર્યું. આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુનો…
વધુ વાંચો >દસ આદેશ
દસ આદેશ : યહૂદી પ્રજાને ઈસુ ભગવાને આપેલા ધર્માચરણના દસ આદેશો. અંગ્રેજીમાં તેને ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ કહે છે. બાઇબલમાં વર્ણવાયેલી ઇઝરાયલી પ્રજાની કથાને આધારે જાણવા મળે છે કે તે પ્રજા આજના ઇજિપ્તમાં લગભગ ચાર સો વર્ષથી વસવાટ કરે છે. ઇજિપ્તમાંનો એનો અંતિમ કાળ વેઠવૈતરું કરવામાં અને ત્યાંના રાજા અને પ્રજાને હાથે…
વધુ વાંચો >દસવેયાલિય
દસવેયાલિય (દશવૈકાલિક) : જૈનોના 45 આગમોમાંનાં ચાર મૂળ સૂત્રોમાંનું એક. તેના નિર્માતા શ્રીશય્યંભવાચાર્ય છે જેઓ બ્રાહ્મણ જાતિના પ્રખર વિદ્વાન અને પાછળથી જૈન થયેલા સાધુ હતા. પુત્ર મનક જે શિષ્ય હતો તેનું અલ્પ આયુ જાણી તેના બોધ માટે આજથી લગભગ 2400 વર્ષ પૂર્વે આની રચના કરી હતી. મહાવીરનિર્વાણ પછી 75થી 98…
વધુ વાંચો >દાતા, ગંજબખ્શ હુજવેરી
દાતા, ગંજબખ્શ હુજવેરી (જ. –; અ. 1064, લાહોર) : સૂફી સંત. શેખ ગંજબખ્શ હુજવેરી હજરત શેખ પીરઅલી હુજવેરી તરીકે પ્રખ્યાત છે. તેમના પિતાનું નામ ઉસ્માન બિન અબી અબલ જલાબિલ ગઝનવી હતું અને તેઓ ગઝનાના રહેવાસી હતા. ગંજબખ્શ શેખ અબુલફઝલ બિન હસન અલ ખતલી અને શેખ શિબ્લી(રહેમતુલ્લાહ)ના મુરીદ એટલે કે શિષ્ય…
વધુ વાંચો >દાદૂ દયાલ
દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ. નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે…
વધુ વાંચો >દાદૂપંથ
દાદૂપંથ : સંત દાદૂદયાળે સ્થાપેલો સંપ્રદાય. દાદૂ અકબર અને તુલસીદાસજીના સમકાલીન હતા. શરૂઆતમાં તેઓ કબીરપંથના અનુગામી હતા, પરંતુ પાછળથી તેમણે અલગ પંથ સ્થાપ્યો. તેમનો ઉપદેશ ‘શબદ’ અને ‘બાની’માં સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના ઉપદેશમાં કબીર જેવી આક્રમક તીવ્રતાને…
વધુ વાંચો >