દશરથલાલ ગૌરીશંકર વેદિયા

કર્મકાંડ (પૂર્વમીમાંસા)

કર્મકાંડ (પૂર્વમીમાંસા) : યજ્ઞયાગના વિધિ અને અનુષ્ઠાન સાથે સંબંધ ધરાવતો વેદનો ભાગ. આમાં મંત્ર અને બ્રાહ્મણ એ બંનેનો સમાવેશ થાય છે, પરંતુ ખરા અર્થમાં યજ્ઞવિધિઓનું મુખ્યત્વે નિરૂપણ કરતા બ્રાહ્મણગ્રંથોને જ કર્મકાંડ કહેવાનું ઉચિત લાગે છે. જ્ઞાનકાંડ તરીકે જાણીતાં ઉપનિષદોથી વિષયર્દષ્ટિએ ભિન્ન એવો વેદનો આ ભાગ ક્રમમાં પહેલો આવતો હોવાથી તેને…

વધુ વાંચો >

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’)

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’) (જ. 7 મે 1880, પોધેમ; અ. 18 એપ્રિલ 1972) : અગ્રણી પ્રાચ્યવિદ્યાવિશારદ અને સમર્થ કાયદાવિદ. અન્નાસાહેબ કાણે તરીકે ઓળખાતા. રત્નાગિરિ જિલ્લાના ચિપ્પુણ તાલુકાના પોધેમ (પરશુરામ) ગામમાં સામાન્ય મધ્યમ વર્ગના કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ત્રણ બહેનો અને છ ભાઈઓમાં તે બીજા હતા. પત્નીનું નામ સુભદ્રા. તેમણે દાપોલીમાંથી…

વધુ વાંચો >

ખારાવાલા, અમરદાસબાપુ

ખારાવાલા, અમરદાસબાપુ (રામાયણી) (જ. ઈ. સ. 1923, કુંભણ, તા. પાલિતાણા, જિ. ભાવનગર) : રામાયણના પ્રખ્યાત કથાકાર. અમરદાસજીનો જન્મ સંસ્કારી અને ભાવિક કુટુંબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કુંભણમાં. ઘૂંટી દામનગર પાસેના ખારા ગામે મોસાળમાં પરબની જગાની ગાદી મળતાં ત્યાં ગયા. પછી ‘ખારાવાલા’ તરીકે પ્રખ્યાત થયા. અભ્યાસ સાત ચોપડી. લોકજીવનની શાળામાં –…

વધુ વાંચો >

ગ્રહશાન્તિ

ગ્રહશાન્તિ : મનુષ્યજીવન પર ગ્રહોની થતી વિપરીત અસરની શાન્તિ અર્થે તેમજ શુભ અસરની પુષ્ટિ અર્થે કરાતો યજ્ઞ. સૂર્ય, ચંદ્ર આદિ ખગોલીય પિંડો તેમની સારીમાઠી અસર દ્વારા મનુષ્યને ગ્રહણ કરે છે – પકડે છે, તેથી તે ગ્રહ કહેવાય છે. गृहणन्ति इति ग्रहा: (ग्रह् + अच्) એવી તે શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક…

વધુ વાંચો >

ચંદ્રપૂજા

ચંદ્રપૂજા : આકાશી ગ્રહ ચંદ્રને પૂજવાની વેદકાળથી પ્રચલિત પરંપરા. ‘ચંદ્ર’ શબ્દ સામાન્ય રીતે કોઈ પણ ઉપગ્રહ માટે વપરાતો હોવા છતાં તે પૃથ્વીના ઉપગ્રહ માટે વિશેષ જાણીતો છે. moon (અંગ્રેજી), luna (લૅટિન), mond (જર્મન), चन्द्रमा: (સંસ્કૃત) વગેરે શબ્દો ‘પ્રકાશવું, માપવું’ અર્થચ્છાયા ધરાવે છે. ‘અમરકોષ’માં મળતા પર્યાયો શીતલતા, આહ્લાદકતા, અમૃત સમ પોષકતા,…

વધુ વાંચો >

ચંપૂ

ચંપૂ : ગદ્ય-પદ્યાત્મક મિશ્ર કાવ્યનો એક પ્રકાર. ‘ચમ્પૂ’ અને ‘ચંપુ’ બંને સ્ત્રીલિંગી શબ્દો આ કાવ્યસ્વરૂપ માટે પ્રયોજાય છે. चमत् + कृ + पू ધાતુ ઉપરથી થતી વ્યુત્પત્તિ અનુસાર ચમત્કૃતિ તેનું પ્રધાન તત્વ છે. ગત્યર્થક चप् ધાતુ ઉપરથી ગતિને તેની વિશેષતા માનવામાં આવે છે. શ્રી નંદકિશોર શર્માએ આપેલી આ બંને વ્યુત્પત્તિઓને…

વધુ વાંચો >

ચ્યવન ઋષિ

ચ્યવન ઋષિ : ભૃગુ ઋષિ અને પુલોમાના પુત્ર, એક પ્રાગૈતિહાસિક મંત્રદ્રષ્ટા. ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોના રચયિતા ‘ચ્યવાન’ તે જ પૌરાણિક સાહિત્યના ‘ચ્યવન’. એક વાર ભૃગુ ઋષિ નદીએ સ્નાન કરવા ગયા હતા ત્યારે એક રાક્ષસે પુલોમાનું અપહરણ કરતાં સગર્ભા પુલોમાનો ગર્ભ સ્રવી પડ્યો. તેના તેજથી પુલોમા બળી ગયો. આ ગર્ભસ્રાવથી જન્મેલું બાળક…

વધુ વાંચો >

દવે, સુરેશચંદ્ર જમિયતરામ

દવે, સુરેશચંદ્ર જમિયતરામ (જ. 31 ઑગસ્ટ 1933, ઉમરેઠ, જિ. આણંદ) : સંસ્કૃત સાહિત્યના વિદ્વાન પ્રાધ્યાપક. સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ પિતામહ પં. જેશંકર મૂળજીભાઈ દવે (ઋગ્વેદી) પાસેથી મળ્યું. 1954માં બી.એ. સંસ્કૃત સાથે પ્રથમ શ્રેણીમાં યુનિવર્સિટીમાં અને 1956માં એમ.એ. 63.5 % સાથે દ્વિતીય શ્રેણીમાં ઉત્તીર્ણ થયા. તે પછી સાહિત્યાચાર્ય અને શિક્ષાશાસ્ત્રી થયા. સાહિત્યશાસ્ત્ર,…

વધુ વાંચો >

દશેરા

દશેરા : હિન્દુ સંસ્કૃતિનો નિદર્શક પ્રખ્યાત તહેવાર. દશમીનાં વ્રતોમાં દશેરા કે વિજયાદશમીનું વ્રત મહત્વનું છે. વિજયાદશમી કે દશેરા આશ્વિન માસની શુક્લપક્ષની દશમ છે. શાસ્ત્રીય વિધિ અનુસાર નવમીના યોગવાળી દશમે હેમાદ્રિ અનુસાર મધ્યાહન પછી અપરાજિતા દિશા – ઈશાનમાં અપરાજિતા દેવીની સ્થાપના કરવામાં આવે છે. અપરાજિતાનાં પૂજન-અર્ચન થાય છે. એકાદશીએ તેની યાત્રા…

વધુ વાંચો >

દેવીભાગવત

દેવીભાગવત : બાર સ્કંધમાં વિભક્ત પુરાણ. આરંભે ભાગવત-માહાત્મ્ય અને દેવીભાગવતની શ્રવણવિધિ પછી પ્રથમ સ્કંધમાં ઋષિઓનો આ પુરાણ વિશે પ્રશ્ન, ગ્રંથસંખ્યા, વિષયકથન પછી પુરાણ સાહિત્યનું વિવરણ, શુકજન્મ, હયગ્રીવકથા, મધુકૈટભવૃત્તાંત, વ્યાસને પુત્ર માટે શિવનું વરદાન, બુધની ઉત્પત્તિ, પુરુરવા-ઉર્વશી-વૃત્તાંત, શુકદેવનો જન્મ, તેમનાં ગાર્હસ્થ્ય અને વૈરાગ્ય, દેવીનો વિષ્ણુને ઉપદેશ, શુકદેવજીને પુરાણનો ઉપદેશ, જનકની પરીક્ષા…

વધુ વાંચો >