થૉમસ પરમાર

રાધાસ્વામી સંપ્રદાય

રાધાસ્વામી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મની એક શાખા. આ સંપ્રદાયનું બીજું નામ ‘સંતમત’ છે. આ સંપ્રદાયના સ્થાપક હુજુર રાધાસ્વામી દયાલ હતા. જેમને આદરાર્થ સ્વામીજી મહારાજ કહે છે. તેમનો જન્મ વિ. સ. 1875(ઈ. સ. 1819)માં થયો હતો. પાંચ-છ વર્ષની નાની ઉંમરથી તેઓ ઉપદેશ આપતા હતા. તે પછી પંદર વર્ષ સુધી પોતાના ઘરની…

વધુ વાંચો >

રામકૃષ્ણ પરમહંસ

રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી. નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

રાવ, એસ. આર.

રાવ, એસ. આર. (જ. 1922) : ભારતના જાણીતા પુરાતત્વવિદ. મૈસૂર યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું. 1947માં વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. 1948માં આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા. સિંધુ સંસ્કૃતિનાં લગભગ 50 સ્થળોની શોધનો યશ તેમને જાય છે. વિશેષ કરીને ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલની એમની શોધ નોંધપાત્ર…

વધુ વાંચો >

રિફેક્ટરી

રિફેક્ટરી : ખ્રિસ્તી સાધુઓના ધર્મપ્રવચન માટેની પીઠિકા. તેનો શાબ્દિક અર્થ ખ્રિસ્તી મૉનેસ્ટરી (સાધુઓનો મઠ) અને કૉન્વેન્ટ (સાધ્વીઓનો મઠ) સાથે સંકળાયેલ ભોજનખંડ એવો થાય છે. તેમાં એમ્બ્લો (બે કે ચાર પગથિયાં પર ઊભું કરેલું સ્ટૅન્ડ) હોય છે. ભોજન દરમિયાન એમ્બ્લોએ જઈને સંતોના જીવનચરિત્રનું અને અન્ય ધાર્મિક વાંચન થતું હોય છે. રિફેક્ટરી…

વધુ વાંચો >

રિબ

રિબ : છતના બાંધકામમાં જોવા મળતો નિર્ગમિત (projected) થર. સામાન્ય રીતે તેનો આશય બાંધકામને મજબૂત કરવાનો હોય છે, પરંતુ મોટેભાગે તે સુશોભનાત્મક હોય છે. રોમન સ્થાપત્યમાં ગ્રૉઇન્ડ વૉલ્ટમાં તે વિશેષ જોવા મળે છે. વૉલ્ટમાંના નાના ગવાક્ષોને છૂટા પાડવાનું તે કામ કરે છે. થૉમસ પરમાર

વધુ વાંચો >

રુદ્રકૂપ

રુદ્રકૂપ : તળાવ સ્થાપત્યનું એક અંગ. માનવસર્જિત તળાવોમાં વરસાદનું પાણી લાવવા માટે નીક બનાવવામાં આવતી. આ પાણીમાં ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રહેતો. આવા ઘન કચરાવાળું પાણી તળાવમાં જો સીધું જ ઠલવાય તો તળાવના તળિયે કચરાનો જમાવ થતો. ધીમે ધીમે આ કચરાનો જમાવ વધી જાય તો તળાવનું તળ ઊંચું આવવાથી તેની…

વધુ વાંચો >

રુદ્રમાળ

રુદ્રમાળ : ગુજરાતનું સોલંકીકાલીન શૈવ મંદિર. સોલંકી રાજા સિદ્ધરાજે સિદ્ધપુર(જિ. મહેસાણા)માં બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે. મૂળમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે. અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં…

વધુ વાંચો >

રુપર

રુપર : પંજાબના અંબાલા જિલ્લામાં સતલજ નદીના કાંઠે આવેલું હડપ્પાકાલીન સભ્યતાનું એક નોંધપાત્ર કેન્દ્ર. આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના આશ્રયે ડૉ. વાય. ડી. શર્માના માર્ગદર્શન નીચે 195૩થી 1955 દરમિયાન અહીં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. હડપ્પાકાલથી માંડીને મુઘલકાલ સુધીના પુરાવશેષો અહીંથી પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલથી વર્તમાનકાલ સુધીના જુદા જુદા છ સ્તર અવશેષોને…

વધુ વાંચો >

રૂપમતીની છત્રી, માંડુ

રૂપમતીની છત્રી, માંડુ : રૂપમતી માળવાના છેલ્લા અફઘાન સુલતાન મલિક બાયઝીદ ઉર્ફે બાજબહાદુરની પ્રેયસી હતી. એકસમાન સંગીતના રસને કારણે બાજબહાદુર અને રૂપમતી વચ્ચે પ્રગાઢ પ્રેમસંબંધ થયો હતો. તેમની વચ્ચેના નિ:સ્વાર્થ અને સમર્પિત પ્રેમનું કથાવસ્તુ માળવાનાં લોકગીતોનો મુખ્ય વિષય રહ્યો છે. આ બંનેની પ્રેમકથાને આધારે ઈ. સ. 1566માં અહમદ-ઉલ-ઉમરીએ ફારસીમાં એક…

વધુ વાંચો >

રોમન સ્થાપત્ય

રોમન સ્થાપત્ય : રોમન સ્થાપત્યમાં રોમન સામ્રાજ્યના વૈભવ અને ઠાઠમાઠનાં ભવ્ય દર્શન થાય છે. વિશાળ મંદિરો, માર્ગો, સ્નાનાગાર, ઍમ્ફી થિયેટર, કબરો, વિજય-સ્તંભો (કીર્તિ-સ્તંભો) વગેરેનો સમાવેશ રોમન સ્થાપત્યમાં થાય છે. રોમન સ્થાપત્યનો ફેલાવો સમગ્ર યુરોપમાં થયો અને યુરોપના સ્થાપત્યનો તે મુખ્ય આધાર બન્યું. આઠમી સદીમાં અનેક મોટાં મંદિરો બંધાયાં. આ સમયની…

વધુ વાંચો >