થૉમસ પરમાર
રિબ
રિબ : છતના બાંધકામમાં જોવા મળતો નિર્ગમિત (projected) થર. સામાન્ય રીતે તેનો આશય બાંધકામને મજબૂત કરવાનો હોય છે, પરંતુ મોટેભાગે તે સુશોભનાત્મક હોય છે. રોમન સ્થાપત્યમાં ગ્રૉઇન્ડ વૉલ્ટમાં તે વિશેષ જોવા મળે છે. વૉલ્ટમાંના નાના ગવાક્ષોને છૂટા પાડવાનું તે કામ કરે છે. થૉમસ પરમાર
વધુ વાંચો >રુદ્રકૂપ
રુદ્રકૂપ : તળાવ સ્થાપત્યનું એક અંગ. માનવસર્જિત તળાવોમાં વરસાદનું પાણી લાવવા માટે નીક બનાવવામાં આવતી. આ પાણીમાં ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રહેતો. આવા ઘન કચરાવાળું પાણી તળાવમાં જો સીધું જ ઠલવાય તો તળાવના તળિયે કચરાનો જમાવ થતો. ધીમે ધીમે આ કચરાનો જમાવ વધી જાય તો તળાવનું તળ ઊંચું આવવાથી તેની…
વધુ વાંચો >રુદ્રમાળ
રુદ્રમાળ : ગુજરાતનું સોલંકીકાલીન શૈવ મંદિર. સોલંકી રાજા સિદ્ધરાજે સિદ્ધપુર(જિ. મહેસાણા)માં બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે. મૂળમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે. અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં…
વધુ વાંચો >રુપર
રુપર : પંજાબના અંબાલા જિલ્લામાં સતલજ નદીના કાંઠે આવેલું હડપ્પાકાલીન સભ્યતાનું એક નોંધપાત્ર કેન્દ્ર. આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના આશ્રયે ડૉ. વાય. ડી. શર્માના માર્ગદર્શન નીચે 195૩થી 1955 દરમિયાન અહીં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. હડપ્પાકાલથી માંડીને મુઘલકાલ સુધીના પુરાવશેષો અહીંથી પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલથી વર્તમાનકાલ સુધીના જુદા જુદા છ સ્તર અવશેષોને…
વધુ વાંચો >રૂપમતીની છત્રી, માંડુ
રૂપમતીની છત્રી, માંડુ : રૂપમતી માળવાના છેલ્લા અફઘાન સુલતાન મલિક બાયઝીદ ઉર્ફે બાજબહાદુરની પ્રેયસી હતી. એકસમાન સંગીતના રસને કારણે બાજબહાદુર અને રૂપમતી વચ્ચે પ્રગાઢ પ્રેમસંબંધ થયો હતો. તેમની વચ્ચેના નિ:સ્વાર્થ અને સમર્પિત પ્રેમનું કથાવસ્તુ માળવાનાં લોકગીતોનો મુખ્ય વિષય રહ્યો છે. આ બંનેની પ્રેમકથાને આધારે ઈ. સ. 1566માં અહમદ-ઉલ-ઉમરીએ ફારસીમાં એક…
વધુ વાંચો >રોમન સ્થાપત્ય
રોમન સ્થાપત્ય : રોમન સ્થાપત્યમાં રોમન સામ્રાજ્યના વૈભવ અને ઠાઠમાઠનાં ભવ્ય દર્શન થાય છે. વિશાળ મંદિરો, માર્ગો, સ્નાનાગાર, ઍમ્ફી થિયેટર, કબરો, વિજય-સ્તંભો (કીર્તિ-સ્તંભો) વગેરેનો સમાવેશ રોમન સ્થાપત્યમાં થાય છે. રોમન સ્થાપત્યનો ફેલાવો સમગ્ર યુરોપમાં થયો અને યુરોપના સ્થાપત્યનો તે મુખ્ય આધાર બન્યું. આઠમી સદીમાં અનેક મોટાં મંદિરો બંધાયાં. આ સમયની…
વધુ વાંચો >રોમનેસ્ક કલા અને સ્થાપત્ય
રોમનેસ્ક કલા અને સ્થાપત્ય : રોમનેસ્ક કલાનો ઉદભવ કેરોલિન્જિયન યુગ દરમિયાન સમ્રાટ શાર્લમૅનના સમય(768–814)માં થયો હતો. લગભગ એક હજાર વર્ષ પછી સમગ્ર રોમન સામ્રાજ્યમાં ઇટાલી, જર્મની, સ્પેન, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સમાં બાંધકામની પ્રવૃત્તિ મોટા પાયે શરૂ થઈ હતી. વિશેષત: ફ્રાન્સમાં આનો પ્રારંભ થયો હતો. અગિયારમીબારમી સદી દરમિયાનના યુરોપની સ્થાપત્યશૈલી રોમનેસ્ક શૈલી તરીકે…
વધુ વાંચો >લક્ષ્મણમંદિર, સિરપુર
લક્ષ્મણમંદિર, સિરપુર : મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલું ગુપ્તકાલીન મંદિર. ગુપ્તકાલીન ઈંટેરી મંદિરોના સમૂહમાં સિરપુરનું લક્ષ્મણમંદિર ઘણું વિકસિત સ્વરૂપ ધરાવે છે. આ મંદિર ભીતરગાંવના ઈંટેરી મંદિરની રચનાને સામાન્ય રીતે મળતું આવે છે. લગભગ સાતમી સદીની શરૂઆતમાં તેનું બાંધકામ થયેલું જણાય છે. આ મંદિરના ભગ્નાવશેષોમાંથી માત્ર તેનું ગર્ભગૃહ અને મંડપના ભાગ જળવાઈ…
વધુ વાંચો >લોથલ
લોથલ : ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલું લોથલ અમદાવાદથી 80 કિમી. દૂર છે. ભૌગોલિક સ્થાન 22° 31´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે. એક સમયે આ સ્થળેથી દરિયો 5 કિમી. દૂર હતો. હાલ 18 કિમી.થી પણ…
વધુ વાંચો >લોદી-સ્થાપત્ય
લોદી-સ્થાપત્ય : મધ્યકાલમાં લોદી વંશના સુલતાનોએ બંધાવેલું સ્થાપત્ય. દિલ્હીના સુલતાનોમાં લોદી વંશના સુલતાનોની સત્તા ઈ. સ. 1451થી 1526 સુધી રહી. તેમના શાસન દરમિયાન દિલ્હીમાં કેટલીક મસ્જિદો અને મકબરાનું નિર્માણ થયું. લોદી સુલતાનોમાં સિકંદર લોદીએ સ્થાપત્યના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. લોદી-સ્થાપત્યમાં ખલજી અને તુઘલુક સ્થાપત્યશૈલીનું મિશ્રણ થયેલું છે. આ સ્થાપત્ય…
વધુ વાંચો >