તત્વજ્ઞાન

સિજવિક હેન્રી

સિજવિક, હેન્રી (જ. 31 મે 1838, સ્કિપટૉન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1900) : જ્હૉન સ્ટૂઅર્ટ મિલ અને જેરિ બેન્થમની જેમ જ પાશ્ર્ચાત્ય (ઇંગ્લિશ) નીતિશાસ્ત્રમાં સુખવાદી ઉપયોગિતાવાદ-(hedonistic utilitarianism)માં ખૂબ જ મહત્ત્વનું યોગદાન કરનાર વિદ્વાન. સિજવિકે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1869થી 1900 સુધી કેમ્બ્રિજમાં જ અધ્યાપનકાર્ય કર્યું…

વધુ વાંચો >

સિમેલ જ્યૉર્જ

સિમેલ, જ્યૉર્જ (જ. 1858; અ. 1918) : જર્મન તત્વચિંતક અને સમાજશાસ્ત્રી. જ્યૉર્જ સિમેલ જન્મે યહૂદી હતા; પરંતુ પાછળથી તેઓ લ્યૂથેરાન ખ્રિસ્તી બન્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન તેમનાં વિદ્વત્તાપૂર્ણ 31 નાનાંમોટાં પુસ્તકો અને 256 નિબંધો/લેખો પ્રકાશિત થયાં હતાં. તેમનાં 100 જેટલાં લખાણોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. આવા એક પ્રખર વિચારક…

વધુ વાંચો >

સેનેકા લુસિયસ ઍન્નિયસ (સેનેકા ધ યન્ગર)

સેનેકા, લુસિયસ ઍન્નિયસ (સેનેકા, ધ યન્ગર) (જ. આશરે 4 ઈ. પૂ., કોર્ડુબા, સ્પેન; અ. ઈ. સ. 65, રોમ) : રૉમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર. ઈ. સ. પહેલી સદીના મધ્યાહનમાં સમર્થ બૌદ્ધિકવાદીઓમાંના એક. ઉપનામ સેનેકા, ધ યન્ગર. સમ્રાટ નીરોના રાજ્યકાલની શરૂઆતમાં તેમનો ભારે પ્રભાવ હતો. પિતા લુસિયસ ઍન્નિયસ સેનેકા(સેનેકા, ધ…

વધુ વાંચો >

સૉક્રેટિસ

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >

સૉફિસ્ટ-ચિન્તકો (sophists)

સૉફિસ્ટ-ચિન્તકો (sophists) : પ્રાચીન ગ્રીસમાં વ્યાકરણ, વાગ્મિતા તેમજ કાયદાશાસ્ત્રના ક્ષેત્રે શિક્ષણ આપનારા તદ્વિદો. ‘સૉફિસ્ટ’ શબ્દ ‘સૉફિયા’ પરથી આવેલો છે. ‘Sophia’ એ ગ્રીક શબ્દનો અર્થ છે – ‘wisdom’ (‘વિઝ્ડમ’ – ડહાપણ, શાણપણ, પ્રજ્ઞા, વિદ્વત્તા). સૉક્રેટિસે (470–399 B.C.) પૂર્વના જે શિક્ષકો યુવાન ઍથેન્સવાસીઓને દલીલ કરવાની કળા, પ્રભાવક રીતે બોલવાની કળા (rhetoric) ફી…

વધુ વાંચો >

સોહમ્ 

સોહમ્  : ‘તે હું છું’ અર્થાત્ ‘હું બ્રહ્મ છું’ એવો વેદાંતનો સિદ્ધાંત. વેદાન્ત પ્રમાણે જીવ અને બ્રહ્મ એક છે, બંનેમાં કોઈ ફરક નથી. જીવ બ્રહ્મ સિવાય કંઈ જ નથી. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે વેદાંતીઓ બોલે છે ‘સોહમ્’ = ‘सः अहं’ અર્થાત્ ‘હું તે બ્રહ્મ છું.’ ઉપનિષદોમાં પણ આ વાત…

વધુ વાંચો >

સ્ટૉઇકવાદ

સ્ટૉઇકવાદ : પ્રાચીન ગ્રીસ અને રોમનયુગમાં પ્રચલિત થયેલો તત્વચિંતનનો એક સંપ્રદાય. ગ્રીક શબ્દ ‘Stoa’, બહારથી ખુલ્લો પૉર્ચ હોય તેવી પણ અનેક સ્તંભોની હારમાળાવાળી કેટલીક જાહેર ઇમારતો માટે પ્રયોજાતો હતો. એથેન્સના આવા એક ‘Stoa’માં કાઇટિયમ(Citium)ના ઝેનો (Zeno : 333–264 BC) વ્યાખ્યાનો આપતા હતા; તેથી જ, ઝેનોની અને તેમના અનુયાયીઓની તાત્વિક વિચારસરણીને…

વધુ વાંચો >

સ્પિનોઝા બેનિડિક્ટ

સ્પિનોઝા, બેનિડિક્ટ (જ. 24 નવેમ્બર 1632, ઍમસ્ટરડૅમ, હોલૅન્ડ; અ. 21 ફેબ્રુઆરી 1677, હેગ) : આધુનિક તર્કબુદ્ધિવાદી તત્વચિંતક. આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનના તર્કબુદ્ધિવાદી ચિંતકોમાં ફ્રાન્સમાં રેને ડેકાર્ટ (1596થી 1650), ઍમસ્ટરડૅમમાં સ્પિનોઝા અને જર્મનીમાં લાઇબ્નિઝ(1646થી 1716)નું પ્રદાન નોંધપાત્ર છે. બેનિડિક્ટ સ્પિનોઝા તેઓના શ્રીમંત યહૂદી વ્યાપારી પિતા માઇકલ એસ્પિનોઝા ઈ. સ. 1630થી 1650 સુધી…

વધુ વાંચો >

સ્પેન્સર હર્બર્ટ

સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત…

વધુ વાંચો >

હરમિન્યુટિક્સ

હરમિન્યુટિક્સ : અર્થઘટન અંગેનો વિચાર. Hermeneutics એ અંગ્રેજી શબ્દ મૂળ તો ગ્રીક ભાષામાં પ્રયોજાતા ક્રિયાપદ hermeneuin (એટલે કે કશુંક કહેવું, કશુંક સમજાવવું) અને ગ્રીક ભાષામાં પ્રયોજાતા નામ hermenia (એટલે કે સ્પષ્ટીકરણ, explanation) સાથે સંકળાયેલો છે. ગ્રીક ભાષાના આ શબ્દો મૂળ તો ગ્રીક દેવ હર્મિસ (Hermes) સાથે જોડાયેલા છે. વાણી અને…

વધુ વાંચો >