તત્વજ્ઞાન

રૂસો

રૂસો (જ. 28 જૂન 1712, જિનીવા [સ્વિટ્ઝર્લૅન્ડ]; અ. 2 જુલાઈ 1778) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ તત્વજ્ઞ. જ્ઞાનપ્રકાશ યુગ : An age of Enlightenment. અઢારમી સદીમાં ફ્રાન્સમાં (1) દિદેરો (2) કૉનડિલેક અને (3) હૉલબૅક વગેરે વિદ્વાનોએ એક નવો અભિગમ રજૂ કર્યો, અને તેમાં જડ ધાર્મિક સંસ્થાઓ અને તેમના જ્ઞાનના દાવાઓને પડકારવામાં આવ્યા.…

વધુ વાંચો >

રૂહ

રૂહ : આત્મા. સૂફીઓને મતે આત્માના બે ભેદ છે – રૂહ અને નફ્સ (પ્રાણ). રૂહ સદવૃત્તિઓનું ઉદગમ સ્થાન છે, એ વિવેક દ્વારા કાર્યરત થાય છે. રૂહ આત્માને ઊર્ધ્વ તરફ લઈ જાય છે. પરમાત્માને લગતી બધી વૃત્તિઓનું એ નિવાસસ્થાન છે. પરમાત્માનો પ્રેમ પણ રૂહની નિસબત છે. એમાં ક્યારેય બુરાઈ આવતી નથી.…

વધુ વાંચો >

રે, જૉન

રે, જૉન (જ. 29 નવેમ્બર 1627, બ્લૅક નોટલે, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 17 જાન્યુઆરી 1705, બ્લૅક નોટલે) : સત્તરમી સદીના એક અંગ્રેજ તત્વજ્ઞાની, ધર્મશાસ્ત્રી અને અગ્રણી પ્રકૃતિવાદી. તે બાહ્યાકારવિદ્યા (morphology) પર આધારિત વનસ્પતિઓની વર્ગીકરણ-પદ્ધતિ આપનારા પ્રથમ તબક્કાના પ્રકૃતિવાદી હતા અને કેરોલસ લિનિયસ કરતાં ઘણા સમય પહેલાં તેમણે વર્ગીકરણ-પદ્ધતિ સૂચવી હતી. તેમના…

વધુ વાંચો >

રૅબેલે, ફ્રાન્સવા

રૅબેલે, ફ્રાન્સવા (જ. આશરે 1483, પોઇતુ, ફ્રાન્સ; અ. 9 એપ્રિલ 1553, તુરેન, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યકાર, દાક્તર અને માનવતાવાદી ચિંતક. તખલ્લુસ ઍલ્કોફ્રિબાસ નેસિયર. પિતા આંત્વાં ધનિક જમીનદાર અને વકીલ. કાયદાશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યા બાદ ધાર્મિક સંસ્થાઓ લા બૉમેત અને પુ-સૅત-માર્તિન કૉન્વેન્ત એત ફોન્ત-ને-લે કોંતમાં અભ્યાસ. નામદાર પોપે તેમની નિમણૂક બેનિદિક્તાઇન મઠમાં…

વધુ વાંચો >

રૉઇસ, જોસિયા (Royce, Josiah)

રૉઇસ, જોસિયા (Royce, Josiah) (જ. 20 નવેમ્બર 1855, ગ્રાસવેલીનગર, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 14 સપ્ટેમ્બર 1916, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકી તત્વચિંતક. આરંભમાં એ ઇજનેરી વિદ્યાના વિદ્યાર્થી હતા. પછીથી એ તત્વજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યા. પ્રથમ જર્મનીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ યુ.એસ.માં આવ્યા. તેમના અધ્યાપકોમાં વિલિયમ જેમ્સ અને ચાર્લ્સ પીઅર્સ હતા. એ.બી.ની ઉપાધિ કૅલિફૉર્નિયા…

વધુ વાંચો >

રૉય, દિલીપકુમાર

રૉય, દિલીપકુમાર (જ. 1897; અ. 6 જાન્યુઆરી 1980, મુંબઈ) : ભારતના પ્રબુદ્ધ મનીષી, તત્ત્વચિંતક, નાટ્યકાર, કવિ, ગાયક, નવલકથાકાર અને સાધક. તેમને બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારસમૃદ્ધ વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતામહ કે. સી. રૉય એક સારા સંગીતશાસ્ત્રી હતા. તેમના પિતા દ્વિજેન્દ્રલાલ રૉય બંગસાહિત્યમાં શેક્સપિયરનું બિરુદ મેળવનાર તેજસ્વી નાટ્યકાર, કવિ…

વધુ વાંચો >

લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ

લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ (જ. 1 જુલાઈ 1646, લિપઝિગ; અ. 14 નવેમ્બર 1716, હૅનોવર) : વિદ્વાન જર્મન ફિલસૂફ, અધ્યાત્મવિદ્ અને ન્યૂટનના સમકાલીન ગણિતશાસ્ત્રી. જર્મનીના ત્રીસ વર્ષના મહાવિધ્વંસક યુદ્ધ પછીના ગાળામાં લિપઝિગ(જર્મની)ના પાવન લુથેરન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં તેમણે નિકોલાઈની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા નૈતિક ફિલસૂફી(moral philosophy)ના અધ્યાપક હતા.…

વધુ વાંચો >

લિંગશરીર

લિંગશરીર : પ્રાણમય, મનોમય, જ્ઞાનમય અને આનંદમય – આ ચાર કોશોથી નિર્મિત શરીર. વેદાન્તમાં આત્માનાં બે આવરણો બતાવેલાં છે. શુક્ર-શૉણિતથી નિર્મિત શરીર કે અન્નમય કોષ અને બીજા ઉપરોક્ત ચાર કોષોથી નિર્મિત લિંગશરીર. મૃત્યુ વખતે આત્મા અન્નમય કોષ એટલે કે સ્થૂળ શરીરથી છૂટો પડી જાય છે, પરંતુ બીજા ચાર કોષોરૂપ લિંગશરીરનો…

વધુ વાંચો >

લીલાવાદ

લીલાવાદ : સૃષ્ટિને લગતી પ્રવૃત્તિઓ દ્વારા અહેતુક આનંદ મેળવવાની પરમાત્માની લીલા. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે પરમાત્માને આ જગતને લગતી પ્રવૃત્તિઓ કરીને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો નથી. આમ છતાં પરમાત્મા આ પ્રવૃત્તિઓ કરે છે અને એ દ્વારા પોતાના સ્વાભાવિક આનંદને મેળવે છે. કોઈ પણ ઊણપ પૂરી કરવાનું કે સ્વાર્થ સાધવાનું જેનું…

વધુ વાંચો >

લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy)

લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy) (જ. 13 એપ્રિલ 1885, બુડાપેસ્ટ; અ. 4 જૂન 1971, બુડાપેસ્ટ) : હંગેરિયન, માર્કસવાદી તત્વજ્ઞાની, લેખક અને સાહિત્યવિવેચક. તેમનો જન્મ ધનાઢ્ય યહૂદી કુટુંબમાં થયો હતો. પિતા બૅંકર હતા. 1918માં તેઓ સામ્યવાદી પક્ષના સભ્ય થયેલા. હંગેરીની સામ્યવાદી સરકારમાં તેઓ સંસ્કૃતિ અને શિક્ષણખાતાના પ્રધાન હતા; પરંતુ બેલાકુનની વિવિધ પક્ષોના…

વધુ વાંચો >