જ. પો. ત્રિવેદી

જલકાચ (water glass)

જલકાચ (water glass) : પરિવર્તી સંઘટનવાળો સોડિયમ સિલિકેટ અથવા દ્રાવ્યકાચ. તેના સ્ફટિક જેવા રંગવિહીન ગઠ્ઠા સફેદથી ભૂખરા સફેદ રંગના હોય છે તથા કાચ જેવા દેખાય છે. તેને પાણીમાં ઓગાળતાં સિરપ જેવું ઘટ્ટ પ્રવાહી બને છે. તેનાં કેટલાંક સ્વરૂપો અતિ અલ્પ દ્રાવ્ય તથા કેટલાંક અદ્રાવ્ય પણ હોય છે. વધારે પાણી કરતાં…

વધુ વાંચો >

જલવાયુ (water gas)

જલવાયુ (water gas) : કાર્બન-મૉનૉક્સાઇડ તથા હાઇડ્રોજનનું મિશ્રણ. તાપદીપ્ત કોક (1200°થી 1400° સે.)ના સ્તર ઉપર વરાળ પસાર કરવાથી જલવાયુ બને છે. C + H2O = CO + H2  29,000 કૅલરી આ પ્રક્રિયા ઉષ્માશોષક હોઈ, કોક ઠંડો થઈ જાય છે. આમ થતું અટકાવવા તપ્ત કોક ઉપર હવા ફૂંકવી પડે છે અને…

વધુ વાંચો >

જળવિતરણ

જળવિતરણ : જળસ્રોતોનું વિતરણ તથા રાસાયણિક ઉપચારને આવરી લેતી સિવિલ ઇજનેરીની એક શાખા. સામાન્ય રીતે મ્યુનિસિપલ વારિગૃહો અંગે આ શબ્દ પ્રયોજાય છે; પરંતુ ઉદ્યોગ માટે, સિંચાઈ માટે તથા અન્ય જરૂરિયાતોને પણ આ શબ્દપ્રયોગ આવરી લે છે. જળસંચારણ તથા વિતરણ (transmission & distribution) : જુદા જુદા સ્રોતો દ્વારા મેળવેલા પાણીનું જનસમુદાય…

વધુ વાંચો >

જિલેટીન

જિલેટીન : જાનવરોનાં હાડકાં, સંયોજક ઊતક (Connective tissues) તથા ચામડાંમાંથી મેળવેલાં કોલાજનયુક્ત અપરિષ્કૃત દ્રવ્યોનું અંશત: જળવિભાજન બાદ નિષ્કર્ષણ કરતાં મળતું પ્રોટીન દ્રવ્ય. કોલાજન શરીરમાંનાં વિવિધ પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું પ્રોટીન છે. કોલાજનમાં મુખ્યત્વે ગ્લાયસિન, હાઇડ્રૉક્સિ-પ્રોલીન અને પ્રોલીન ઍમિનોઍસિડ રેખીય બહુલક તરીકે હોય છે તથા તેમાં આ ઍમિનોઍસિડ સમૂહ પુનરાવર્ત…

વધુ વાંચો >

જીવસંશ્લેષણ (biosynthesis)

જીવસંશ્લેષણ (biosynthesis) :  સાદા અણુઓ દ્વારા જીવંત પ્રણાલીઓમાં રાસાયણિક સંયોજન નિર્માણ થવાની પ્રક્રિયા. ઉત્સેચકો દ્વારા ઉદ્દીપન પામતી આવી જીવસંશ્લેષણ પ્રક્રિયાઓને પ્રાથમિક તથા દ્વિતીયક એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રાથમિક પ્રક્રિયાઓ વિવિધ જાતિ(species)ની વિશાળ સંખ્યાને લાગુ પડે છે. આનું ઉત્તમ ઉદાહરણ પ્રકાશસંશ્લેષણ છે. આ પ્રક્રિયા દ્વારા લીલા છોડ હવામાંના કાર્બન-ડાયૉક્સાઇડનું…

વધુ વાંચો >

ઝાઇલીન

ઝાઇલીન : ડાયમિથાઇલ બેન્ઝિન તરીકે ઓળખાતા ત્રણ સમઘટકીય ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનનો સમૂહ. ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિન, તે દરેકનો અણુભાર 106 તથા સામાન્ય અણુસૂત્ર C8H10 છે. આ સમઘટકોની વિગત નીચેની સારણીમાં દર્શાવી છે : ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિનના ગુણધર્મો નામ સૂત્ર ઉ. બિં. (°સે) ગ. બિં. (°સે) ઑર્થોઝાઇલીન 1, 2,–C6H4(CH3)2 144.2 –25.2 મેટાઝાઇલીન 1,…

વધુ વાંચો >

ટર્પેન્ટાઇન

ટર્પેન્ટાઇન : શંકુ આકાર(conifer)ના વર્ગનાં વૃક્ષો(દા.ત., પાઇન)માંથી ઝરતા રસ તથા લાકડાના બાષ્પનિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું સુવાસિત તેલ. લાકડાના માવાને સલ્ફેટ-વિધિથી ગરમ કરતાં જે રંગવિહીન અથવા પીળાશ પડતા રંગનું પ્રવાહી વધે તેમાંથી પણ તે મળે છે. ટર્પેન્ટાઇન ચક્રીય ટર્પિન્સનું મિશ્રણ છે. તેમાં મુખ્ય ઘટક α – પાઇનિન તથા થોડું β –…

વધુ વાંચો >

ટંકણખાર

ટંકણખાર : બોરૅક્સ નામે જાણીતું બોરૉનનું સંયોજન. તેનું રાસાયણિક નામ ડાઇસોડિયમ ટેટ્રાબોરેટ ડેકાહાઇડ્રેટ તથા તેનું સૂત્ર Na2B4O7·10H2O છે. ટંકણખાર નરમ, સફેદ, સ્ફટિકમય સંયોજન છે. તે પાણીમાં દ્રાવ્ય છે તથા ભેજયુક્ત હવામાં તેના ગાંગડા બની જાય છે. દુનિયાનો ટંકણખારનો મુખ્ય સ્રોત દક્ષિણ કૅલિફૉર્નિયાની ડેથ વૅલી છે. જમીનમાં સ્ફોટક પદાર્થના ધડાકા કરીને…

વધુ વાંચો >

ટાર્ટરિક ઍસિડ

ટાર્ટરિક ઍસિડ (ડાયહાઇડ્રૉક્સિ સક્સીનિક ઍસિડ) (2, 3 ડાયહાઇડ્રૉક્સિ બ્યૂટેન ડાયઓઇક ઍસિડ) : એકસરખા બે અસમ કાર્બન પરમાણુઓ ધરાવતો હોવાથી ચાર સમઘટકો રૂપે મળતો એલિફૅટિક ઍસિડ. તેના ચાર સમઘટકોમાંના બે પ્રકાશક્રિયાશીલ અને બે અપ્રકાશક્રિયાશીલ હોય છે. તેનું સૂત્ર HOOC·CH(OH)·CH(OH)·COOH છે. ટાર્ટર પ્રાચીન રોમન તથા ગ્રીકોમાં જાણીતું હતું. સૌપ્રથમ 1769માં શીલેએ તેને…

વધુ વાંચો >

ટેક્નીશિયમ

ટેક્નીશિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહમાં આવેલ દ્વિતીય સંક્રમણ શ્રેણીનું ધાતુતત્વ. સંજ્ઞા Tc; પરમાણુક્રમાંક 43; ઇલેક્ટ્રૉનીય સંરચના 1s22s22p63s23p63d104s24p64d65s1; પરમાણુભાર 98.906; યુરેનિયમના સ્વયંભૂ વિખંડન(fission)ને કારણે તે અતિઅલ્પ પ્રમાણમાં મળી આવે છે. અગાઉ તેને માસુરિયમ નામ અપાયેલું પરંતુ તે કૃત્રિમ રીતે બનાવાયેલું પ્રથમ તત્વ હોવાથી હવે તેને ટેક્નીશિયમ (ગ્રીક…

વધુ વાંચો >