જ. દા. તલાટી

પ્લાસ્ટિક

પ્લાસ્ટિક : ઉષ્મા અથવા દબાણ વડે જેમને ઢાળી કે ઘાટ આપી શકાય તેવા પદાર્થો. મોટાભાગના આવા પદાર્થો સંશ્લેષિત બહુલકી (polymeric) રેઝિનો છે. જોકે કેટલાક કુદરતી પદાર્થો પર પણ તે આધારિત હોય છે; દા.ત., સેલ્યુલોઝ વ્યુત્પન્નો (derivatives), લાખ વગેરે. તેમના બે મુખ્ય વર્ગ છે : (i) ઉષ્મા-સુનમ્ય (thermoplastic) પદાર્થો, અને (ii)…

વધુ વાંચો >

ફટાકડા અને ફટાકડા-ઉદ્યોગ

ફટાકડા અને ફટાકડા-ઉદ્યોગ : આનંદપ્રમોદ તથા સામાજિક હેતુઓ માટે વપરાતી જ્વલનશીલ અને વિસ્ફોટક ચીજો અને તેને લગતો ઉદ્યોગ. ફટાકડા સળગાવવાથી અથવા તેમને આઘાત આપવાથી તે સળગી ઊઠે છે, પરિણામે ધડાકો, ધુમાડો તથા જુદા જુદા રંગ અને દેખાવવાળો પ્રકાશ ઉત્પન્ન થાય છે. ફટાકડા બનાવવામાં ત્રણ પ્રકારનાં દ્રવ્યો વપરાય છે : (1)…

વધુ વાંચો >

ફેન, જૉન બી.

ફેન, જૉન બી. (જ. 15 જૂન 1917, ન્યૂયૉર્ક) : અમેરિકન રસાયણવિદ્ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1940માં યેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી. મેળવ્યા પછી તેમણે એક દસકો ઉદ્યોગક્ષેત્રે ગાળ્યો. 1952માં તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીમાં જોડાયા. 1967માં તેઓ યેલ યુનિવર્સિટીમાં જોડાયા અને 1987માં માનાર્હ પ્રાધ્યાપક બન્યા. 1994માં તેઓ વર્જિનિયા કૉમનવેલ્થ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

બર્ઝેલિયસ, જૉન જેકબ

બર્ઝેલિયસ, જૉન જેકબ (જ. 20 ઑગસ્ટ 1779, લિંકોપિંગ પાસે, સ્વીડન; અ. 7 ઑગસ્ટ 1848, સ્ટૉકહોમ) : સ્વિડિશ વૈજ્ઞાનિક અને આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક. બાળપણથી અનાથ એવા બર્ઝેલિયસનો ઉછેર તેમનાં સગાંસંબંધીઓ દ્વારા થયેલો. નાની વયથી જ તેમને વૈદકમાં રસ હતો. 1802માં તેમણે ઉપસાલામાંથી એમ.ડી.ની પદવી મેળવી. દરમિયાન અફઝેલિયસના હાથ નીચે…

વધુ વાંચો >

બર્થેલોટ, માર્સેલિન

બર્થેલોટ, માર્સેલિન (જ. 27 ઑક્ટોબર 1827, પૅરિસ; અ. 18 માર્ચ 1907, પૅરિસ) : કાર્બનિક સંશ્લેષણ અને ઉષ્મારસાયણમાં મહત્વનો ફાળો આપનાર અગ્રણી ફ્રેન્ચ રસાયણવિદ્. એક ચિકિત્સકના પુત્ર. મૂળ વૈદકશાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં શરૂઆતથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ વળ્યા હતા. કૉલેજ દ ફ્રાન્સમાં એંતોંઈ જે રોમી બેલાર્ડના હાથ નીચે અભ્યાસ કર્યા પછી…

વધુ વાંચો >

બર્થોલેટ, ક્લૉડ લૂઈ

બર્થોલેટ, ક્લૉડ લૂઈ (જ. 9 ડિસેમ્બર 1749, ટેલૉઈર, એન્નેસી પાસે, ફ્રાન્સ; અ. 6 નવેમ્બર 1822, આરક્વીલ, પૅરિસ પાસે) : અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં વિવિધ પ્રશ્નો ઉપર સંશોધન કાર્ય કરનાર ફ્રેંચ રસાયણવિદ્. કેમ્બેરી અને ત્યારબાદ તુરિન (ઇટાલી) ખાતે વૈદકનો અભ્યાસ કર્યા બાદ 1772માં તેઓ પૅરિસમાં લેવોયઝિયરના સહકાર્યકર બન્યા અને રાસાયણિક નામકરણ-પદ્ધતિમાં સુધારાવધારા કરવામાં…

વધુ વાંચો >

બહુલકો (polymers)

બહુલકો (polymers) : એકલક (monomer) તરીકે ઓળખાતા નાના, સર્વસમ (identical) એકમોના પુનરાવર્તી સંયોજનથી મળતો ઉચ્ચ અણુભાર ધરાવતો પદાર્થ. તેને માટે ‘ઉચ્ચ બહુલક’ (high polymer), ‘બૃહદણુ’ (macromolecule) કે ‘મહાકાય અણુ’ (giant molecule) જેવા શબ્દો પણ વપરાય છે. બહુલકમાં પાંચ કે તેથી વધુ એકલક અણુઓ હોય છે. ઘણી વાર આ સંખ્યા ઘણી…

વધુ વાંચો >

બેકન, રૉજર

બેકન, રૉજર [જ. 1214 (?), ઇલ્ચેસ્ટર, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1292, ઑક્સફર્ડ (?)] : અંગ્રેજ ફિલસૂફ, કીમિયાગર (alchemist) અને વિજ્ઞાનમાં પ્રાયોગિક પદ્ધતિઓના સમર્થક. મધ્યયુગમાં વિજ્ઞાનના વિકાસમાં ફાળો આપનાર એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. તેઓ પ્રાયોગિક વિજ્ઞાનના સ્થાપક અને ભૌતિકશાસ્ત્રમાં પ્રકાશિકી(optics)ના અભ્યાસમાં શરૂઆતના સંશોધકો પૈકીના એક તરીકે જાણીતા છે.…

વધુ વાંચો >

બેકમૅન થરમૉમિટર

બેકમૅન થરમૉમિટર : જર્મન રસાયણવિદ અર્ન્સ્ટ ઓટ્ટો બેકમૅન (1853–1923) દ્વારા તાપમાનમાં થતા અલ્પ ફેરફારો ઘણી ચોકસાઈપૂર્વક માપવા માટે શોધાયેલું તાપમાનમાપક. તે કાચમાં– મર્ક્યુરી (mercury-in-glass) પ્રકારનું થરમૉમિટર છે અને તેનો માપક્રમ 5°થી 6° સે.ની પરાસ(range)ને આવરી લે છે. તેના સ્તંભ (stem) ઉપર દરેક અંશના 100 કાપા પાડેલા હોય છે. ખાસ પ્રકારના…

વધુ વાંચો >

બૉમ્બ

બૉમ્બ : વિસ્ફોટ દ્વારા વિનાશ વેરતું શસ્ત્ર. તે વિસ્ફોટક દ્રવ્ય, સળગી ઊઠે તેવા પદાર્થો, અથવા વાયુ ધરાવતું એવું પાત્ર હોય છે કે જેને સીધું પડવા દઈને, દૂર ફેંકીને અથવા એક જગાએ ગોઠવીને તેની સાથે જોડેલી વિસ્ફોટક કળ (exploding device) વડે ફોડી શકાય છે. બૉમ્બની ડિઝાઇન તેના વપરાશ – આતંકવાદીઓ કે…

વધુ વાંચો >